ભરૂચના ભીડભંજન હનુમાન મંદિરના પટાંગણમાં માગશર માસના પ્રથમ ગુરુવારે કોઠા પાપડીના મેળામાં લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું
અહેવાલ - દિનેશ મકવાણા
ભરૂચ જિલ્લામાં વર્ષના અંતિમ મહિનામાં આવતા માગશર માસના દર ગુરુવારે ભરૂચના ભીડભંજન વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર તેની સામે જ આવેલ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં કોમી એકતા રૂપી કોઠા પાપડીના મેળાનો અનેરો મહિમા રહેલો છે અને માગસર માસના પ્રથમ ગુરુવારે જ કોઠા પાપડીના મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી હતું.
ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ ભારતી ટોકીઝની પાછળ ઐતિહાસિક હનુમાનજીનું મંદિર આવેલું છે. અને આ મંદિર હજારો હનુમાન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. અને આ વિસ્તારનું નામ પણ દાદાના નામથી ભીડભંજન રાખવામાં આવ્યું હતું. અને આ ભીડભંજન હનુમાનજીના સ્થાનક નીચે એક પાતાળ કૂવો હતો. અને હનુમાનજીને ચઢાવવામાં આવતું તેલ કુવામાં જતું હતું અને કુવામાં હનુમાનજી સાક્ષાત્ બીરાજમાન હોવાના અનુભવ પણ સ્થાનિકોએ કર્યા છે. પરંતુ કૂવામાં કેટલાક લોકો પડી જતા હોવાના કારણે લોકોની સાવચેતીના ભાગરૂપે હનુમાનજી મંદિર નજીક રહેલા પાતાળ કુવાને બંધ કરી દેવામાં આવ્યો છે.
પરંતુ આજે પણ ભીડભંજન હનુમાનજી દાદાને ચઢાવવામાં આવતું તેલ પુરાણ કરાયેલા કુવાની અંદર જતું હોવાની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે. અને આ ભીડભંજન હનુમાનજીના દર્શનનો વધુ મહત્વ માગશર મહિનામાં હોય છે અને આ માગશર મહિના દર ગુરૂવારે મંદિરના પટાંગણમાં કોઠા પાપડીનો મેળો યોજાતો હોય છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે અને દાદાને ટાઢો ખોરાક પ્રસાદ અર્પણ કરી પોતાની બાધાઓ માનતાઓ પૂર્ણ કરતા હોય છે. માગશર મહિનાના પ્રથમ ગુરુવારે કોઠા પાપડીનો મેળો ભરાતા મોટી માત્રામાં યુવાન-યુવતીઓએ મેળામાં કોઠા લડવાની મજા માણવા સાથે ચોખાની પાપડી આરોગવા સાથે મેળાની મજા માણી હતી.
ભીડભંજન હનુમાન મંદિરની સામે આવેલ હજારો વર્ષ પુરાણી હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ જેની સ્થાપના દરગાહ ઉપર લાગેલી તખ્તી મુજબ ૧૦૬૮ દર્શાવવામાં આવેલ છે અને દરગાહ સાથે પણ કોઠા પાપડીના મેળાનો અનોખો નાતો રહેલો છે હનુમાનજી દાદાના દર્શનાર્થે આવતા ભક્તો મંદિરમાં મેથીના થેપલા પ્રસાદ રૂપી ધરાવે છે તે થેપલા હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાને પ્રસાદી રૂપે ધરાવવાનો અનેરો મહિમા રહેલો છે અને આ દરગાહમાં પાંચ-સાત મેથીના થેપલા ધરાવવાથી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતાઓ રહેલી છે જેના કારણે મંદિર અને દરગાહ બંને ધાર્મિક સ્થળો પર તમામ ધર્મના લોકો માગશર મહિનાના દરેક ગુરુવારે યોજાતા કોઠા પાપડીના મેળામાં આવી ભીડભંજન હનુમાન દાદાના અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
કોઠા પાપડીના મેળામાં તમામ કોમના લોકો પોતાના બાળકોને આ દરગાહમાં ટેકવી રહ્યા છે અને દરગાહમાં ઝારો નાખવાથી બાળકો તંદુરસ્ત રહે છે જેના કારણે તમામ ધર્મના લોકો આ દરગાહમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે અને માગશર મહિનાના ગુરૂવાર દરમિયાન કોઠા પાપડીના મેળામાં સમગ્ર ગુજરાતભરમાંથી ભક્તો કોઠા પાપડીના મેળાનો લાભ લેવા ઉમટી પડનાર છે. ભરૂચના ભીડભંજન વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર તેની સામે જ આવેલ હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં કોમી એકતા રૂપી કોઠા પાપડીના મેળાનો અનેરો મહિમા રહેલો છે કોઠા પાપડીના મેળામાં તમામ કોમના લોકોએ ભીડભંજન હનુમાન દાદાના દર્શન અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહમાં દર્શન કરી કોઠા પાપડીના મેળાની મજા માણી રહ્યા હોવાનું તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.
આ પણ વાંચો - ભરૂચ : AAP માં ભંગાણ, જિલ્લા પ્રમુખથી નારાજ થઈ વધુ 60 કાર્યકરો અને હોદ્દેદારોના રાજીનામાં…
આ પણ વાંચો - ગુજરાત યુનિવર્સિટીની બેદરકારી, આંતર કોલેજ એથ્લેટીક્સ સ્થળે જ ગંદકીના ઢગ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ