Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Violence : ટોળાએ બાંગ્લાદેશી અભિનેતા અને તેના પિતાની કરી હત્યા

બાંગ્લાદેશમાં હિંસા સતત વધી રહી છે ટોળાએ અભિનેતા શાંતો ખાન અને તેના પિતાની હત્યા કરી તેમણે મુજીબુર રહેમાન પર ફિલ્મ બનાવી હતી Violence : બાંગ્લાદેશમાં સતત હિંસા (Violence ) વધી રહી છે. ખાસ કરીને લઘુમતિ હિન્દુઓ પર હુમલા થઇ...
violence   ટોળાએ બાંગ્લાદેશી અભિનેતા અને તેના પિતાની કરી હત્યા
  • બાંગ્લાદેશમાં હિંસા સતત વધી રહી છે
  • ટોળાએ અભિનેતા શાંતો ખાન અને તેના પિતાની હત્યા કરી
  • તેમણે મુજીબુર રહેમાન પર ફિલ્મ બનાવી હતી

Violence : બાંગ્લાદેશમાં સતત હિંસા (Violence ) વધી રહી છે. ખાસ કરીને લઘુમતિ હિન્દુઓ પર હુમલા થઇ રહ્યા છે ત્યારે એક ચોંકાવનારા સમાચાર મુજબ બાંગ્લા અભિનેતા શાંતો ખાન અને તેના પિતા પર ટોળાએ હિંસક હુમલો કરીને બંનેની હત્યા કરી હતી. અભિનેતા શાંતો ખાનના પિતા સલીમ ખાન ચાંદપુર સદર ઉપજિલ્લાની લક્ષ્મીપુર મોડેલ યુનિયન પરિષદના પ્રમુખ હતા. તેઓ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક પણ હતા. સોમવારે બંનેને ઢોર માર મારી હત્યા કરી દેવાઇ છે. બંગાળી સિનેમાએ સોશિયલ મીડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે.

Advertisement

હિંસક ટોળાની વચ્ચે આવી ગયા

રિપોર્ટ અનુસાર, શાંતો ખાન અને તેના પિતા સલીમ સોમવારે બપોરે પોતાના ઘરેથી બહાર નીકળતી વખતે ફરક્કાબાદ માર્કેટમાં હિંસક ટોળાની વચ્ચે ઘેરાઇ ગયા હતા અને ત્યાર બાદ ટોળાએ બંને પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો---કોણ છે આ ત્રણ Students..? જેમણે બાંગ્લાદેશમાંથી હસીનાને ભગાડ્યા...

Advertisement

સલીમ ખાન મુજીબુર રહેમાન પર બનેલી ફિલ્મના નિર્માતા હતા

જો કે તે સમયે અભિનેતાએ પોતાના હથિયારથી ફાયરિંગ કરીને પોતાની જાતને બચાવી લીધી હતી, પરંતુ બાદમાં હુમલાખોરોએ સલીમ ખાન અને શાંતો ખાન પર હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી. સલીમ ખાન મુજીબુર રહેમાન પર બનેલી ફિલ્મના નિર્માતા હતા.

બંને પિતા-પુત્રો સામે ગુનો નોંધાયો હતો

સલીમ ખાન અને તેમના પુત્ર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. સલીમને ચાંદપુર દરિયાઈ સરહદ પર પદ્મા-મેઘના નદીમાં ગેરકાયદેસર રેતી ખનન માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ માટે તે જેલ પણ ગયા હતા. હાલમાં તેમની સામે ભ્રષ્ટાચાર વિરોધી આયોગમાં પણ કેસ ચાલી રહ્યો હતો. ભ્રષ્ટાચાર વિરોધી આયોગે તેમના પુત્ર શાંતો ખાન સામે પણ રૂ. 3.25 કરોડની ગેરકાયદે સંપત્તિ મેળવવામાં સંડોવણી બદલ કેસ નોંધ્યો હતો. શાંતો પર સમયસર સંપત્તિ જાહેર ન કરવાનો અને ગેરકાયદેસર સંપત્તિઓ હસ્તગત કરવાનો પણ આરોપ હતો.

Advertisement

એક્ટર્સે સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરી છે

આ ઘટના બાદ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોમાં ભયનો માહોલ છે. ઘણી બાંગ્લાદેશી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ટોલીવૂડ અભિનેતા જીતે X પર જોયેલી હિંસાના દ્રશ્યોને ચકનાચૂર ગણાવ્યા હતા. જીતે કહ્યું કે બાંગ્લાદેશના લોકો માટે મારી પ્રાર્થના છે કે તેઓ મુશ્કેલ સમયમાંથી બહાર આવે, જે ઘટનાઓ આપણી સામે આવી છે તે હૃદયને હચમચાવી દેનારી છે. અન્ય બંગાળી સુપરસ્ટાર દેવે બાંગ્લાદેશી નિર્માતા સલીમ ખાન અને અભિનેતા પુત્ર શાંતોની લિંચિંગનો ઉલ્લેખ કર્યો હતો

આ પણ વાંચો----Bangladesh માં હજારો હિન્દુઓ સરદહની તરફ રવાના, ભયનો માહોલ

આ પણ વાંચો---બ્રિટન જતાં ભારતીય નાગરિકોને એડવાઈઝરી, ખાસ ક્ષેત્રોમાં સતર્ક રહેવા ભારતીયોને સૂચના

આ પણ વાંચો----Jaishankar : " રાજદૂતો અને હિન્દુઓની સુરક્ષા કરે બાંગ્લાદેશની એજન્સીઓ...!"

Tags :
Advertisement

.