Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Aravalli Rain : અરવલ્લી જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન

Aravalli Rain :સાબરકાંઠાના ઈડર અને હિંમતનગર પંથકમાં કેટલીક જગ્યાઓ પર વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકયો હતો સાથે સાથે ખેડબ્રહ્મા તાલુકામાં પણ કેટલાક પંથકમાં વરસાદ થયો હતો.ત્યારે બીજી તરફ અરવલ્લી (Aravalli Rain )જિલ્લાના મોડાસા અને ભિલોડા તાલુકામાં મોડી રાત્રે વરસાદનું આગમાં...
aravalli rain   અરવલ્લી જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન

Aravalli Rain :સાબરકાંઠાના ઈડર અને હિંમતનગર પંથકમાં કેટલીક જગ્યાઓ પર વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકયો હતો સાથે સાથે ખેડબ્રહ્મા તાલુકામાં પણ કેટલાક પંથકમાં વરસાદ થયો હતો.ત્યારે બીજી તરફ અરવલ્લી (Aravalli Rain )જિલ્લાના મોડાસા અને ભિલોડા તાલુકામાં મોડી રાત્રે વરસાદનું આગમાં થયું હતું સાથે ઈસરોલ,જીવણપૂર વિસ્તારમા ગાજવીજ સાથે મેઘરાજા વરસ્યા હતા વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.બીજી તરફ બાજરી પકવતા ખેડૂતોના પાકને નુકસાન થયું હતુ.વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Advertisement

Advertisement

તંત્રએ નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા

સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગરના માંકડી, હાથમતી, ગુહાઈ, વિજયનગરના હરણાવ, પ્રાંતિજના લીમલા, કરોલ અને બોખ.તલોદના જવાનપુરા ઉપરાંત હાથમતી નહેરના, નદીના અને ડૂબ વિસ્તારમાં ચોમાસામાં વરસાદ વરસવાને લઈને પાણી ભરાય ત્યારબાદ છોડવું પડે તેને લઈને જળાશયના કાર્યપાલક ઇજનેરો દ્વારા જળાશય કેનાલના આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને નદીના કીનારાના ગામોને ચોમાસા પૂર્વે જ સાવચેત કરવા માટેની જાહેર ચેતવણી આપી છે જેને લઈને દુર્ઘટના ના સર્જાય..

Advertisement

અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ આગમન

મોડીરાત્રે અરવલ્લી જિલ્લાના(Aravalli Rain ) વાતાવરણમાં પલટો આવ્યોહતો. મોડાસા અને ભિલોડા પંથકમાં મન મૂકીને વરસાદ વરસ્યો હતો. તો અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થતા લોકો હરખાયા હતા. વરસાદ પડતાં લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજળી ગૂલ થઈ હતી.

10 જુને કયા વરસાદની આગાહી કરાઈ

ગીર સોમનાથ ,અમરેલી ,ભાવનગર, મહીસાગર, પંચમહાલ ,દાહોદ ,વડોદરા ,છોટાઉદેપુર, ભરૂચ ,નર્મદા ,સુરત ,તાપી ,ડાંગ ,વલસાડ ,નવસારી ,દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે

11 જુને કયા વરસાદની આગાહી કરાઈ

ગીર સોમનાથ ,અમરેલી ,ભાવનગર, મહીસાગર ,પંચમહાલ, દાહોદ ,વડોદરા ,છોટાઉદેપુર ,ભરૂચ ,નર્મદા, સુરત ,તાપી ,ડાંગ ,નવસારી ,વલસાડ ,દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

12 જુને કયા વરસાદની આગાહી કરાઈ

ગીર સોમનાથ, અમરેલી ,ભાવનગર સાબરકાંઠા ,અરવલ્લી ,મહીસાગર ,દાહોદ ,નર્મદા ,,સુરત તાપી, નવસારી ,વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

13 જુને કયા વરસાદની આગાહી કરાઈ

સોમનાથ ,અમરેલી ,ભાવનગર ,નવસારી ,વલસાડ ,ડાંગ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ  વાંચો - VADODARA : સગીરા પર દુષ્કર્મના આરોપી સંત પર ગાળિયો કસાયો

આ પણ  વાંચો - Godhra: રાજ્યકક્ષાની આર્ચરી સ્પર્ધાનો ગોધરાથી પ્રારંભ, 248 જેટલા સ્પર્ધકોએ લીધો ભાગ

આ પણ  વાંચો - Patan સાયન્સ સેન્ટર ખાતે સફળતાપૂર્વક સમર સાયન્સ કેમ્પ થયો પૂર્ણ, વિદ્યાર્થીઓ થયા ભાવવિભોર

Tags :
Advertisement

.