Amit Shah Viral Video: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેલંગાણાની પૂર્વ મહિલા ગવર્નરનો વીડિયો થયો વાયરલ
Amit Shah Viral Video: આજ રોજ Andhra Pradesh ની અંદર રાજ્યના નવા મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ માટે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે Andhra Pradesh ના નવા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ દ્વારા મુખ્યમંત્રી પદ પર શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત આંધ્ર પદેશના નવા ડેપ્ટી મુખ્યમંત્રી તરીકે પવાન કલ્યાણએ પણ શપથ લીધા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને તેલંગાણાના ભાજપ ઉમેદવારનો વીડિયો વાયરલ
કેન્દ્રીય ગૃહમંત્રી કેટલીક સૂચનાઓ આપતા જોવા મળે છે
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો
ત્યારે આ સમારોહમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. તે ઉપરાંત આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah અને તેલંગાણાના પૂર્વ ગવર્નર અને લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર Tamilisai Soundararajan ને ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે. જો કે આ વીડિયોને લઈને ન તો Amit Shah તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે કે ન તો સુંદરરાજન તરફથી કોઈ નિવેદન આવ્યું છે.
View this post on Instagram
કેન્દ્રીય ગૃહમંત્રી કેટલીક સૂચનાઓ આપતા જોવા મળે છે
જોકે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુની દક્ષિણ ચેન્નાઈ સીટ પરથી Tamilisai Soundararajan ને ટિકિટ આપી હતી. જોકે, તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્ટેજ પર બેઠેલા ગૃહમંત્રી Amit Shah નું અભિવાદન કર્યા બાદ સુંદરરાજન આગળ વધે છે. આ પછી શાહ તેમને પાછા બોલાવે છે અને કેટલીક સૂચનાઓ આપતા જોવા મળે છે.
That looks like a strong admonishment from Amit shah ji to Tamilisai akka . But what could be the reason for this “public” warning ? Unwarranted public comments ? pic.twitter.com/AExfbjak95
— karthik gopinath (@karthikgnath) June 12, 2024
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો
તમિલનાડુ ભાજપના સોશિયલ મીડિયા સેલના ઉપાધ્યક્ષ કાર્તિક ગોપીનાથે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે. તે ઉપરાંત તાજેતરમાં Tamilisai Soundararajan અને અન્નામલાઈના સમર્થકો વચ્ચે પણ સોશિયલ મીડિયા પર ઝઘડો જોવા મળ્યો હતો. બંને નેતાઓના સમર્થકોએ તમિલનાડુમાં હાર માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા હતા.
આ પણ વાંચો: Odisha Oath Ceremony: ઓડિશામાં 25 વર્ષ બાદ પ્રથમવાર ભાજપ સરકાર, કુલ 16 મંત્રીઓએ લીધા શપથ