Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રીતે રદ્દ કરવાની AMCએ કરી સત્તાવાર જાહેરાત

Ahmedabad: ડૉ. મનમોહન સિંહના નિધન પર કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. જેને લઈને અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રીતે રદ્દ કરી દેવામાં આવ્યો છે.
ahmedabad  કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રીતે રદ્દ કરવાની amcએ કરી સત્તાવાર જાહેરાત
Advertisement
  1. કાર્નિવલ અંગે AMCએ કરી સત્તાવાર જાહેરાત
  2. 31 ડિસેમ્બર સુધી યોજાનારો કાર્નિવલ સંપૂર્ણ રદ્દ
  3. પૂર્વ PM મનમોહન સિંહના નિધનથી રાષ્ટ્રીય શોક

Ahmedabad: ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગઈ કાલે દુઃખદ અવસાન થયું. આવતીકાલે (શનિવાર) સવારે 11 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેમાં કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. તેમની એક દીકરી વિદેશમાં છે અને તેના આગમન બાદ જ અંતિમ વિદાયની પ્રક્રિયા થશે. ડૉ. મનમોહન સિંહના નિધન પર કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. જેને લઈને અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રીતે રદ્દ કરી દેવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: શાંત સ્વભાવ પાછળ એક કડક અને મજબૂત નેતાગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે Dr Manmohan Singh

Advertisement

ગઈ કાલે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, જેમણે ગઈ કાલે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ શાંતિપ્રિય સ્વભાવ અને નમ્ર શૈલી માટે જાણીતા હતા. વય સંબિધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે તેમને દિલ્હીના એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના વડાપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન તેમણે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા હતા. તેમના અવસાન સમયે તેઓ આશરે 15 કરોડ રૂપિયાની સંપત્તિ પાછળ છોડી ગયા છે.

આ પણ વાંચો: Cambridge-Oxford માં કર્યો અભ્યાસ, જાણો Dr. Manmohan Singh નાં પ્રેરણાદાયી જીવન અંગે

અર્થશાસ્ત્રી તરીકે ડૉ.મનમોહન સિંહે કોઈ પરિચયની જરૂર નથી

ભારતના સર્વશ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓમાં જો કોઈનું નામ પહેલી હરોળમાં લેવાય તો તે છે ડૉ.મનમોહન સિંહ. અર્થશાસ્ત્રી તરીકે ડૉ.મનમોહન સિંહની પ્રતિભાને કોઈ પરિચયની જરૂર નથી. જેઓ અર્થશાસ્ત્રને જાણે છે તે લોકો જાણે જ છે કે ડૉ. મનમોહન સિંહ દેશના અર્થતંત્ર માટે કેટલા જરૂરી હતા. ભારત દેશને આર્થિક રીતે મજબૂત બનાવવામાં ડૉ.મનમોહન સિંહનો સિંહ ફાળો રહ્યો છે. તેમને ભારત દેશ સદીઓ સુધી યાદ રાખશે.

આ પણ વાંચો: Manmohan Singh:આર્થિક ઉદારીકરણથી લઈ આધાર કાર્ડ અને RTIમાં મહત્વની ભૂમિકા ભજવી !

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad : જીવતે તો જીવ બચાવ્યાં, મૃત્યુ પછી પણ 4 લોકોને નવજીવન આપ્યું!

featured-img
ક્રાઈમ

Sabarkantha : SP કચેરીમાં અસામાજિક તત્વોને જિ. પોલીસવડાએ કહ્યું- સુધરી જજો નહિંતર..!

featured-img
ગાંધીનગર

Gandhinagar : શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મહત્ત્વનાં સમાચાર, શિક્ષણમંત્રીએ કરી પોસ્ટ

featured-img
Top News

PM Modi ના 3 વર્ષના વિદેશના પ્રવાસમાં થયો અધધધધ કરોડનો ખર્ચ

featured-img
ગુજરાત

Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ

featured-img
રાજકોટ

Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!

Trending News

.

×