Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

25 વર્ષના પતિનું હાર્ટ અટેકથી મોત, 22 વર્ષની પત્નીએ સમાચાર સાંભળી ખાઇ લીધો ફાંસો, એકસાથે ઉઠી અર્થી

લીલીયામાં કડીયા કુંભાર જ્ઞાતિના ધવલ રાઠોડ નામના 25 વર્ષીય યુવકનું ગઇ સાંજે હાર્ટએટેકથી મોત થયુ હતુ આ યુવાન બપોરે વાડીએ ગયો હતો અને સાંજે ઘરે પરત આવતા છાતીમા મુંઝારો થવા લાગ્યો હતો તેને તાબડતોબ સ્થાનિક હોસ્પિટલે લઇ જવાયો હતો પરંતુ...
25 વર્ષના પતિનું હાર્ટ અટેકથી મોત  22 વર્ષની પત્નીએ સમાચાર સાંભળી ખાઇ લીધો ફાંસો  એકસાથે ઉઠી અર્થી

લીલીયામાં કડીયા કુંભાર જ્ઞાતિના ધવલ રાઠોડ નામના 25 વર્ષીય યુવકનું ગઇ સાંજે હાર્ટએટેકથી મોત થયુ હતુ આ યુવાન બપોરે વાડીએ ગયો હતો અને સાંજે ઘરે પરત આવતા છાતીમા મુંઝારો થવા લાગ્યો હતો તેને તાબડતોબ સ્થાનિક હોસ્પિટલે લઇ જવાયો હતો પરંતુ તે પહેલા તેનુ મોત થયુ હતુ.

Advertisement

મૃતક યુવાને છ માસ પહેલા જ તેના જ વિસ્તારમા આગલી શેરીમા રહેતી પ્રિન્સી (ઉ.વ.22) નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા રાત્રે પરિજનોએ યુવકનુ મોત થયુ હોવાનુ ઘરના મહિલા સભ્યોને જણાવ્યું ન હતુ અને સારવારમા હોવાનુ કહ્યું હતુ. જો કે સવારે 7 વાગ્યે ધવલનુ મોત થયુ હોવાનુ બધાને જાણ કરાતા જ તેની પત્નીએ પોતાના રૂમમાં જઇ અંદરથી દરવાજો બંધ કરી પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિણામે તેનુ પણ ઘટના સ્થળે જ મોત થયુ હતુ બંનેનુ લીલીયા હોસ્પિટલમા પોસ્ટમોર્ટમ કરાયુ હતુ અને એકસાથે જ અંતિમયાત્રા નીકળી હતી ગામ અચાનક કમોતથી શોકની લાગણી જોવા મળી હતી. ધવલ રાઠોડ 4 બહેનોનો એકમાત્ર ભાઇ હતો જ્યારે મૃતક ધવલ પિતાના ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો એટલુ જ નહીં ચાર બહેનો વચ્ચે એકમાત્ર ભાઇ હતો. જેને પગલે પરિવારમા કાળો કલ્પાંત છવાયો હતો.

અગાઉ ધવલની બંને કિડની ખરાબ થઇ ગઇ હતી. જેને પગલે તેની માતાએ કિડની ડોનેટ કરતા આ યુવકને નવજીવન મળ્યું હતું પણ કુદરતની કારમી થપાટથી રાઠોડ પરિવારના કંધોતરના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. પરિવાર માટે એક તરફ ધવલનું મૃત્યુ અને બીજી તરફ તેની પત્ની પ્રિંસીનો આપઘાત બેવડી વજ્રઘાત બની ગયો હતો. પોલીસે પ્રિંસીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. બંનેની અર્થી સાથે જ કાઢવામાં આવી હતી. તે સમયે પરિવારનો આક્રંદ પણ વાતાવરણમાં કંપારી છોડાવી દેનારો હતો. એટલું જ નહીં જ્યારે તેમના મૃતદેહો સાથે અંતિમયાત્રા પર કાઢવામાં આવ્યા હતા ત્યારે ગામમાં પણ એક અજીબ પ્રકારની ગમગીનીનું વાતાવરણ જોવા મળ્યું હતું.

Advertisement

Tags :
Advertisement

.