સાવકી માતા સાથે મળી પુત્રએ પોતાના જ પિતાની કરી હત્યા
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ચર્ચાતી વાત મુજબ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવકી માતા સાથે મળીને તરુણે પોતાના જ પિતાની જ હત્યાનો પ્લાન ઘડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે મૃતકના ભાઇ રાકેશ અધિયારુએ પોતાના મૃતકની સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી આશાબેન નાનજીભાઈ ચૌહાણ નામની વ્યક્તિ વિરુદ્ધ IPC ની કલમ 302 હેઠળ ગુનો
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ચર્ચાતી વાત મુજબ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવકી માતા સાથે મળીને તરુણે પોતાના જ પિતાની જ હત્યાનો પ્લાન ઘડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે મૃતકના ભાઇ રાકેશ અધિયારુએ પોતાના મૃતકની સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી આશાબેન નાનજીભાઈ ચૌહાણ નામની વ્યક્તિ વિરુદ્ધ IPC ની કલમ 302 હેઠળ ગુનો નોંધાવ્યો છે. ત્યારે પોલીસ તપાસમાં મૃતકના દીકરાનો કોઈ રોલ સામે આવે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
શું હતો સમગ્ર બનાવ?
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મારુતિનગરમાં રાકેશભાઈ અધિયારુંને ત્રણ અજાણ્યા શખ્સોએ ઘુસી સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ભક્તિનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા PM રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.
પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મૃતક રાકેશના અગાઉ લગ્ન થયા હતા. જે લગ્નજીવન દરમિયાન તેને સંતાનમાં બે પુત્રની પ્રાપ્તિ પણ થઈ હતી. વર્ષ 2006માં ખાખરા બનાવવાના કારખાનામાં રાકેશનો પરિચય આશા ચૌહાણ સાથે થયો હતો. ત્યારબાદ બંને એકબીજા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. બંનેની સાથે રાકેશનો એક પુત્ર પણ રહેતો હતો. મૃતક રાકેશ દારૂનો નશો કરવાની ટેવ ધરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. મૃતક રાકેશ અવાર-નવાર દારૂ પીને ઘરમાં માથાકૂટ કરતો હતો. તેમજ સ્ત્રી મિત્ર આશા તેમજ પુત્રને સાથે પણ હાથાપાઈ કરતો હતો. શુક્રવારે રાકેશ મેસાણી હાલતમાં ઘરે આવ્યો હતો અને ત્યારબાદ આશા અને પોતાના પુત્ર સાથે બોલાચાલી કરી હતી. રોજ બરોજની માથાકુટથી કંટાળીને આશા અને પુત્રએ રાકેશની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. ઘરનું બારણું અંદરથી બંધ કરી રાકેશ જ્યારે નિંદ્રામાં હતો ત્યારે તેના પુત્રએ તેના પર કેરોસીન નાખવાનો પ્રયાસ કરતા જ રાકેશ નિંદરમાંથી જાગી ગયો હતો. ત્યારબાદ તેણે પોતાના પુત્રના હાથમાં બચકુ પણ ભરી લીધું હતું. પિતાએ પુત્રના હાથમાં બચકુ ભરી લેતા પુત્ર રોષે ભરાયો હતો અને નજીકમાં પડેલો દોસ્તો ઉઠાવી પોતાના જ પિતાના માથામાં મારી દઈ તેને અર્ધજાગૃત જેવો કરી દીધો હતો. ત્યારબાદ પુત્ર અને આશાએ મળીને રાકેશ પર કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી.
થોડી ક્ષણોમાં રાકેશ ભડથું થઇ ગયો હતો. હત્યાનો આરોપ પોતાના પર ન આવે તે માટે રાકેશના પુત્ર તેમજ રાકેશની સ્ત્રી મિત્ર આશાએ એક અલગ સ્ટોરી ઊભી કરી દીધી હતી. કાવતરા મુજબ મૃતકના પુત્રએ મૃતકની સ્ત્રી મિત્ર આશાને દોરડાથી બાંધી દીધી હતી. ત્યારબાદ ઘરની બહાર નીકળીને પોતાના પિતાને ઘરમાં ઘૂસી ત્રણ અજાણ્યા શખ્સો સળગાવી ગયાની બુમો પાડી હતી. તરુણની ચીસો સાંભળી પાડોશીના લોકો એકઠા થઇ ગયા હતા અને સૌ કોઈને આશા અને પુત્ર દ્વારા બનાવવામાં આવેલી સ્ટોરી સાચી લાગી હતી. જોકે, આશા અને રાકેશના પુત્રના પાપનો ભાંડો ગણતરીની મિનિટોમાં પોલીસ તપાસમાં ફૂટી ગયો હતો. મળતી માહિતી મુજબ રાકેશ બે પુત્ર અને એક પુત્રી સાથે મારુતિ નગરમાં રહેતો હતો. તાજેતરમાં જ પુત્રએ ધોરણ 12 ની પરીક્ષા પણ આપી છે. જોકે, બોર્ડનું પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા તરુણ પિતાના હત્યા કેસમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 16 વર્ષથી રાકેશ અને તેની સ્ત્રી મિત્ર એકબીજાની સાથે રહેતા હતા. રાકેશને અન્ય મહિલાઓ સાથે પણ સંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અન્ય મહિલાઓ સાથેના સંબંધ હોવાના કારણે પણ રાકેશ અને તેની સ્ત્રી મિત્ર વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતા હતા.
Advertisement