Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

150 કરોડના હેરોઈન કેસમાં આરોપી નિરંજન શાહના રિમાન્ડ પૂરા થતા ભૂજની પાલારા જેલમાં મોકલાયો

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ વર્ષ 2021માં જખૌ નજીક ઝડપાયેલા 150 કરોડના હેરોઈન કેસમાં ડ્રગ મંગાવનાર મુંબઈના નિરંજન શાહના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને ફરી નલિયા કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે કરાયો છે ઉલ્લેખનીય છે કે નિરંજન શાહ બીગબુલ સ્વ.હર્ષદ મહેતાનો...
150 કરોડના હેરોઈન કેસમાં આરોપી નિરંજન શાહના રિમાન્ડ પૂરા થતા ભૂજની પાલારા જેલમાં મોકલાયો
Advertisement

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ

Advertisement

વર્ષ 2021માં જખૌ નજીક ઝડપાયેલા 150 કરોડના હેરોઈન કેસમાં ડ્રગ મંગાવનાર મુંબઈના નિરંજન શાહના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને ફરી નલિયા કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે કરાયો છે

Advertisement

ઉલ્લેખનીય છે કે નિરંજન શાહ બીગબુલ સ્વ.હર્ષદ મહેતાનો એક સમયે બોસ કહેવામાં આવતો હતો. નિરંજન સામે હવાલા, બોગસ પાસપોર્ટ અને ડ્રગ્સ હેરાફેરી કરવા સહિતના અનેક કેસ નોંધાયેલા છે.  યુએસએ તથા ટોરેંટોમાં પણ અગાઉ તેની ડ્રગ કેસમાં ધરપકડ થઈ ચૂકી હતી.

Advertisement

બાર દિવસ પૂર્વે તેને પટનાની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ ના આધારે નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં બાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. આજે નલિયા કોર્ટે તેને ભુજની પાલારા જેલ હવાલે ધકેલી દીધો હતો. 12 દિવસના રિમાન્ડ દરમિયાન એટીએસને મહત્વની કડીઓ મળવા પામી છે . જોકે એજન્સીઓ ગંભીર ગુનાને લઈને કંઈપણ કહેવાનું ટાળી રહી છે

Tags :
Advertisement

Trending News

.

×