Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જખૌ ડ્રગ કેસમાં નિરંજન શાહ 12 દિવસના રિમાન્ડ પર

અહેવાલ--કૌશિક છાયા, કચ્છ અબડાસા તાલુકાના જખૌ નજીક વર્ષ 2021માં ઝડપાયેલા 150 કરોડના હેરોઈન કેસ (Heroin case)માં ડ્રગ્સ મંગાવનાર નિરંજન શાહ (Niranjan Shah)નો પટનાની બેઉર સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે એટીએસએ કબજો મેળવ્યો છે. નલીયાની કોર્ટમાં રજૂ કરતા 12 દિવસના રિમાન્ડ...
જખૌ ડ્રગ કેસમાં નિરંજન શાહ 12 દિવસના રિમાન્ડ પર
અહેવાલ--કૌશિક છાયા, કચ્છ
અબડાસા તાલુકાના જખૌ નજીક વર્ષ 2021માં ઝડપાયેલા 150 કરોડના હેરોઈન કેસ (Heroin case)માં ડ્રગ્સ મંગાવનાર નિરંજન શાહ (Niranjan Shah)નો પટનાની બેઉર સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે એટીએસએ કબજો મેળવ્યો છે.
નલીયાની કોર્ટમાં રજૂ કરતા 12 દિવસના રિમાન્ડ મંજૂર 
ઉલ્લેખનીય એ છે કે મુંબઈનો નિરંજન શાહ બીગબુલ સ્વ. હર્ષદ મહેતાનો એક સમયે બોસ કહેવામાં આવતો હતો. તેની સામે હવાલા બોગસ પાસપોર્ટ હેરાફેરી કરવા સહિત સંખ્યાબંધ કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત યુએસએ અને ટોરેન્ટોમાં પણ અગાઉ તેની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. હાલમાં નિરંજન શાહ વિરુદ્ધ સીબીઆઇ, ઇન્કમટેક્સ ડીઆરઆઈના ગુના નોંધાયેલા છે
26 મહિનાથી બેઉર સેન્ટ્રલ જેલમાં હતો
 સીબીઆઇએ વર્ષ 2002 માં નોંધેલા બોગસ પાસપોર્ટ ના કેસમાં તેની ધરપકડ બાદ 26 મહિનાથી બેઉર સેન્ટ્રલ જેલમાં છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. હવે 12 દિવસના રિમાન્ડ દરમિયાન એજન્સીઓની ઉંડી પૂછપરછ કરશે. સમગ્ર કેસમાં ઉલટ તપાસ હાથ ધરાઈ છે. ડ્રગ્સ કેસમાં અનેક નામચીન ઈસમો પકડાઈ ચુક્યા છે ત્યારે આ કેસમાં વધુ નવી કડીઓ ખુલશે.
Advertisement
Tags :
Advertisement

.