Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરાયું 101 બસોનું લોકાર્પણ

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે હર્ષભાઈ સંઘવીના હસ્તે 101 બસોનું લોકાર્પણ ગુજરાત STના વિવિધ ઝોનમાં આપશે 101 જેટલી બસો વડોદરા સાંસદ, મેયર, જિલ્લાના ધારાસભ્યો હાજર લોકસભાની ચૂંટણીનું રણશિંગુ હવે ફૂંકાઈ ગયું છે. લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના જ દિવસો...
vadodara   ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરાયું 101 બસોનું લોકાર્પણ
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે
  • હર્ષભાઈ સંઘવીના હસ્તે 101 બસોનું લોકાર્પણ
  • ગુજરાત STના વિવિધ ઝોનમાં આપશે 101 જેટલી બસો
  • વડોદરા સાંસદ, મેયર, જિલ્લાના ધારાસભ્યો હાજર

લોકસભાની ચૂંટણીનું રણશિંગુ હવે ફૂંકાઈ ગયું છે. લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આજરોજ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અહી બસોનું લોકાર્પણ કરાવવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રીના આ કાર્યક્રમમાં કુલ 101 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બસોમાં મિનિ બસ, સામાન્ય બસ, સ્લીપર કોચ વાળી બસોનો સમાવેશ થાય છે. આ નવી બસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ, મેયર અને જિલ્લાના ધારાસભ્યો હાજર રહ્યા હતા.

Advertisement

નવી 101 બસોનું કરાયું લોકાર્પણ, સરકારી વાહન વ્યહવારનો ઉપયોગ કરતાં યાત્રાળૂઓમાં પણ વધારો 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની ST અંગે ઘણી વાતો કરી હતી. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, વડોદરા ખાતેથી નવી 101 અત્યાધુનિક બસો આજથી જ ગુજરાતના વાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કુલ 13 મહિનામાં 1720 નવી બસો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની માર્ગદર્શનમાં લોક સેવામાં મૂકવામાં આવી છે. 1720 બસો થકી કનેક્શન વધારવામાં આવ્યા,પહેલા જે રોજિંદા 25 લાખ જેટલા યાત્રાળૂઓ લોકલ સરકારી વાહન વ્યહવારનો ઉપયોગ કરતાં હતા તે આંકડો હવે 27 લાખ સુધી પહોંચ્યો છે.ગુજરાત સરકારે સંકલ્પ લીધો છે કે વધુમાં વધુ નાગરિકો સરકારી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે.

Advertisement

આગળ તેમણે જણાવ્યું હતું કે, વધુમાં વધુ તો બસો મૂકવામાં આવે જ છે. પરંતુ એટલું જ નહીં તે બસો અને બસ સ્ટેન્ડની સુવિધાઓમાં કેવી રીતે વધારો કરી શકાય તેવા પ્રયાસ હાથ ધરાયા છે.બસ અને બસ સ્ટેન્ડને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે ગુજરાતની પ્રજાએ ઘણો સહકાર આપ્યો છે.વધુમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ગામડાઓને જોડતી સરકારી બસો છે, તેને વધુ આધુનિક અને તેની સુવિધાઓમાં વધારો કરવા તરફ સરકાર અગ્રેસર છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવનાર અઠવાડિયામાં 500 નવી બસો ગુજરાતની પ્રજા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ વ્યવસ્થા થકી રાજ્યના નાગરિકોને ઘણો લાભ મળશે.

Advertisement

આ પણ વાંચો : ગૂજરાતના આ યુવાનને સલામ, ઓછી ઉંચાઇના અવરોધને પાર કરી બન્યા ડોક્ટર

Tags :
Advertisement

.