Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોમવતી અમાસે કુબેર દાદાના દર્શન કરી શકશો, આટલા વાગ્યા સુધી ખુલ્લું રહેશે Kuber Bhandari Temple

Kuber Bhandari Temple: ભારતમાં સૂર્યગ્રહણ દેખાવાનું ન હોવાથી નર્મદા કિનારે આવેલ કુબેર ભંડારી મંદિર આજે રાત્રે 12 વાગ્યાથી કાલે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. આવતીકાલે 8 એપ્રિલના રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. જો કે, ભારતમાં દેખાવાનું...
સોમવતી અમાસે કુબેર દાદાના દર્શન કરી શકશો  આટલા વાગ્યા સુધી ખુલ્લું રહેશે kuber bhandari temple

Kuber Bhandari Temple: ભારતમાં સૂર્યગ્રહણ દેખાવાનું ન હોવાથી નર્મદા કિનારે આવેલ કુબેર ભંડારી મંદિર આજે રાત્રે 12 વાગ્યાથી કાલે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. આવતીકાલે 8 એપ્રિલના રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. જો કે, ભારતમાં દેખાવાનું ન હોવાથી નર્મદા કિનારે આવેલુ કુબેર ભંડારી મંદિર (Kuber Bhandari Temple) ભક્તો માટે ખુલ્લુ રહેશે. જેથી આજે રાત્રિના 12 વાગ્યાથી આવતીકાલે રાત્રે 10 વાગ્યા સુધી કુબેર ભંડારી મંદિરના દર્શન ભક્તો કરી શકશે. દર અમાસે લાખો ભક્તો કુબેર ભંડારી મંદિરના દર્શન કરે છે.

Advertisement

ભારતમાં સૂર્ય ગ્રહણ નહીં દેખાય

શ્રી કુબેરેશ્વર તથા સોમેશ્વર મહાદેવ સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘સૌને જય શ્રી કુબેર જય શ્રી મહાકાળી માં ભાવિક ભક્તોને જણાવવાનું છે કે, આવતી અમાસ તારીખ 08/04/2024ના રોજ સોમવારે સોમવતી અમાસ છે અને એ દિવસે સૂર્યગ્રહણ છે, પરંતુ આખા ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં અને સુતક અને કાલ પણ લાગશે નહીં, જેથી અમાસના દિવસે મંદિર નિયમ અનુસાર ખુલ્લુ રહેશે. સૌ ભાવિક ભક્તો દર્શન માટે પધારી શકશો, જેની નોંધ લેશો.’

Advertisement

આવનારી અમાસ એ સોમવતી અમાસ છે

તમને જણાવી દઈએ કે, મંદિર ખુલ્લુ રહેવાનો સમય રવિવારે રાત્રે 12 વાગ્યાથી સોમવારે રાત્રે 10.00 વાગ્યા સુધીનો રહેશે. ભારતમાં સુર્યગ્રહણ ન હોવાથી સુતક નહીં લાગે. જેથી કુબેર ભંડારી મંદિર (Kuber Bhandari Temple)ના મહંત દિનેશગીરી મહારાજે ભક્તોને મેસેજ આપતા જણાવ્યું હતું કે, કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં પધારતા તમામ ભક્તોને કુબેર દાદા તરફથી ખૂબ આશિર્વાદ હંમેશા મળતા રહે. આવનારી અમાસ એ સોમવતી અમાસ છે. એ વખતે સૂર્યગ્રહણ લાગવાનું છે. પરંતુ ભારતમાં સૂર્યગ્રહણ દેખાવાનું નથી, જેનું તેનું સુતક નહીં લાગે. જેથી તમે અમાસના દિવસે કુબેર દાદાના દર્શને આવી શકો છો. આ મંદિર 24 કલાક ચાલુ રહેશે. તમે દર્શન કરવા માટે પધારો..જય કુબેર’

અહેવાલઃ પીન્ટુ પટેલ, ડભોઇ (વડોદરા)

આ પણ વાંચો: KUTCH: ભુજથી જિલ્લાના તમામ મતવિસ્તારોમાં EVM મશીનની સોંપણી કરાઈ

આ પણ વાંચોPatan Archaic Rituals: પુત્ર પ્રાપ્તિની બાધા પૂરી થતા પ્રાચીન કુવારિકા મંદિરમાં મહિલાઓ ઉમટી

આ પણ વાંચોBharuch RSS Social Program: ભરૂચ સેવા સેવા સમન્વય સમિતિ દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજાઈ

Advertisement
Tags :
Advertisement

.