WPL 2025 Final : મુંબઈ ઇન્ડિયન્સ ફરી બની 'Champion', રોમાંચક મેચમાં ઐતિહાસિક જીત
- આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ (WPL 2025 Final)
- WPL માં મુંબઈ ઇન્ડિયન ફરી એકવાર બની ચેમ્પિયન
- રોમાંચક મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સે ઐતિહાસિક જીત મેળવી
- મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરી દિલ્હીને 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો
WPL 2025 Final : મહિલા પ્રીમિયર લીગ 2025 ની (WPL 2025) ફાઇનલ મેચ આજે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે રમાઈ, જેમાં કેપ્ટન હરમનપ્રીત કૌરની ટીમ મુંબઈ ઇન્ડિયન્સનો ઐતિહાસિક વિજય થયો છે. મુંબઈનાં બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 149 રનનો ટાર્ગેટ દિલ્હીને આપ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 8 રનથી ફાઇનલમાં વિજય મેળવ્યો છે.
Moments to Cherish forever! 💙
🎥 Mumbai Indians players enjoy special moments as their names are carved onto the coveted trophy! 🏆#TATAWPL | #DCvMI | #Final | @mipaltan pic.twitter.com/bjBTXEYmiI
— Women's Premier League (WPL) (@wplt20) March 15, 2025
પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત ખરાબ રહીં
પ્રથમ બેટિંગ કરતા, મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે માત્ર 14 રનનાં સ્કોર પર જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, નેટ સાયવર-બ્રન્ટ સાથે મળીને કેપ્ટન હરમનપ્રીત કૌરે ઇનિંગ્સની કમાન સંભાળી હતી અને ત્રીજી વિકેટ માટે 89 રનની શાનદાર ભાગેદારી કરી હતી. બ્રન્ટે 28 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી. જ્યારે, હરમનપ્રીત કૌરે (Harmanpreet Kaur) અડધી સદી ફટકારી હતી. તેણે 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 44 બોલમાં 66 રનની તોફાની ઇનિંગ રમી હતી. જો કે, આ બંને સિવાય મુંબઈની કોઈ પણ ખેલાડી ખાસ સ્કોર કરી શકી નહીં.
આ પણ વાંચો - સચિનનો આ અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય! જુઓ Video
મેરિઝાન કેપની ઘાતક બોલિંગ
દિલ્હી કેપિટન્સની બોલિંગની વાત કરીએ તો મેરિઝાન કેપે (Marizhan Kapp) શાનદાર બોલિંગ કરી હતી. તેણીએ 4 ઓવરમાં માત્ર 11 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે, જેસ જોનાસેન અને નલ્લાપુરેડ્ડી ચરાનીએ પણ 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય એનાબેલ સધરલેન્ડે 1 વિકેટ ઝડપી હતી. જ્યારે અનુભવી શિખા પાંડે અને મિન્નુ માણિને કોઈ વિકેટ મળી નહોતી. પ્લેઇંગ ઇલેવનની (WPL 2025) વાત કરીએ તો, દિલ્હી કેપિટલ્સે પ્લેઇંગ 11 માં માત્ર એક ફેરફાર કર્યો હતો, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ કોઈ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતરી હતી. જણાવી દઈએ કે, WPL ની પહેલી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વિજેતા બની હતી. જ્યારે, દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સતત ત્રીજી સિઝનમાં ફાઇનલમાં પહોંચી પરંતુ, ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.
નેટ સાઇવર-બ્રન્ટે 3, અમેલિયા કેરે 2 વિકેટ ઝડપી
મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગની વાત કરીએ તો નેટ સાઇવર-બ્રન્ટે (Nat Sciver-Brunt) 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ ઝડપી છે. જ્યારે અમેલિયા કેરે 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી છે. આ સિવાય શબનીમ ઈસ્માઈલ, હેલી મેથ્યુઝ અને સાયકા ઇશાકે 1-1-1 વિકેટ લીધી હતી. જણાવી દઈએ કે, દિલ્હી માટે સૌથી વધુ રન મેરિઝાન કેપે બનાવ્યા. તેણીએ 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 26 બોલમાં 40 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. જ્યારે નિકી પ્રસાદે 23 બોલમાં 25 રન, જેમીમા રોડ્રિગ્સે 21 બોલમાં 30 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ પણ ખેલાડી મોટો સ્કોર કરી શકી નહીં. કેપ્ટન મેગ લેનિંગ (Meg Lanning) માત્ર 13 રન બનાવીને આઉટ થઈ હતી.
આ પણ વાંચો - Gandhinagar Holi:ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ધુળેટીના રંગે રંગાયા
પ્લેઈંગ ઈલેવન :
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન :
યાસ્તિકા ભાટિયા (WC), હેલી મેથ્યુઝ, નેટ સાઇવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), સજીવન સજના, અમેલિયા કેર, અમનજોત કૌર, જી. કમાલિની, સંસ્કૃતિ ગુપ્તા, શબનીમ ઈસ્માઈલ, સાયકા ઇશાક.
દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન :
મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, એનાબેલ સધરલેન્ડ, મેરિઝાન કેપ, જેસ જોનાસેન, સારાહ બ્રાઇસ (WC), નિકી પ્રસાદ, મિન્નુ મણિ, શિખા પાંડે, નલ્લાપુરેડ્ડી ચરાની.
આ પણ વાંચો - IPL માં Orange અને Purple Cap નો રાજા કોણ? જુઓ 2008 થી 2024 ની યાદી