Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup 2023 Prize Money : ઓસ્ટ્રેલિયાને મળ્યા 33 કરોડ રૂપિયા, ભારતે આટલા પૈસાથી માનવો પડ્યો સંતોષ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીત્યો છે. તે આઠ વર્ષ બાદ ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયા આ પહેલા 1987, 1999, 2003, 2007 અને 2015માં ટાઈટલ...
world cup 2023 prize money   ઓસ્ટ્રેલિયાને મળ્યા 33 કરોડ રૂપિયા  ભારતે આટલા પૈસાથી માનવો પડ્યો સંતોષ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીત્યો છે. તે આઠ વર્ષ બાદ ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયા આ પહેલા 1987, 1999, 2003, 2007 અને 2015માં ટાઈટલ જીત્યું હતું. આ મેચ જીતવા બદલ ઓસ્ટ્રેલિયન ટીમ પર પૈસાનો વરસાદ થયો છે. કાંગારૂ ટીમને 33.31 કરોડ રૂપિયા મળ્યા છે. તે જ સમયે, ભારતને 16.65 કરોડ રૂપિયાથી સંતોષ માનવો પડ્યો.

Advertisement

ICCએ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. તેણે ટુર્નામેન્ટ માટે રૂ. 83.29 કરોડ (US$10 મિલિયન)નું બજેટ નક્કી કર્યું હતું. તેમાંથી વિજેતા ટીમને 33.31 કરોડ રૂપિયા (ચાર મિલિયન યુએસ ડોલર) મળશે. તે જ સમયે, જે ટીમ ફાઇનલમાં હારશે તેને 16.65 કરોડ રૂપિયા (બે મિલિયન યુએસ ડોલર) મળશે.

Advertisement

સેમી ફાઈનલ અને ગ્રુપ રાઉન્ડમાં હારેલી ટીમોને પણ પૈસા મળ્યા હતા.
સેમિફાઇનલમાં હારેલી ટીમોને રૂ. 6.66 કરોડ (US$800,000) મળ્યા હતા. દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડને સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ગ્રૂપ રાઉન્ડમાં બહાર થઈ ગયેલી છ ટીમો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડને પણ પૈસા મળ્યા છે. આ છ ટીમોને રૂ. 83.29 લાખ (US$100,000) મળ્યા હતા.

મેચમાં શું થયું?

Advertisement

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં ચાર વિકેટે 241 રન બનાવીને મેચ જીતી લીધી હતી. કાંગારૂ ટીમ માટે ટ્રેવિસ હેડે 141 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. લાબુશેને અણનમ 58 રન બનાવ્યા હતા. મિચેલ માર્શ 15 રન બનાવીને, ડેવિડ વોર્નર સાત રન બનાવીને, સ્ટીવ સ્મિથ ચાર રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલે અણનમ બે રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ સાથે જ ભારતનું ત્રીજી વખત ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. તેણે ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીતી હતી, પરંતુ ટીમ 11મી મેચમાં પાછળ રહી ગઈ હતી. ભારતને બીજી વખત ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી વખત રિકી પોન્ટિંગની કપ્તાની હેઠળની ટીમ 2003માં હાર્યું હતું.

આ પણ વાંચો - વર્લ્ડ કપ ફાઇનલની કારમી હાર બાદ PM મોદીએ કર્યું ટ્વીટ

આ પણ વાંચો - IND vs AUS Final : વિરાટ કોહલીએ વર્લ્ડકપમાં 4 વર્ષ બાદ ફરી બનાવ્યો આ ખાસ રેકોર્ડ

આ પણ વાંચો – ICC World Cup 2023 : વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા PM મોદીએ ટીમ ઈન્ડિયા વિશે ટ્વિટ કર્યું, કહી આ હૃદય સ્પર્શી વાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.