Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

Petrol and Diesel Price : પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી પરેશાન લોકોને જલ્દી જ સારા સમાચાર મળી શકે તેવી સંભાવના છે. શનિવાર 22 જૂનના રોજ GST કાઉન્સિલની એક મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. સરકારની રચના બાદ આ પહેલી GST કાઉન્સિલની બેઠક...
શું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે  જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

Petrol and Diesel Price : પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી પરેશાન લોકોને જલ્દી જ સારા સમાચાર મળી શકે તેવી સંભાવના છે. શનિવાર 22 જૂનના રોજ GST કાઉન્સિલની એક મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. સરકારની રચના બાદ આ પહેલી GST કાઉન્સિલની બેઠક હતી. આ દરમિયાન ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલને લઇને જે નાણામંત્રીએ કહ્યું તેનાથી સામાન્ય જનતાને મોટો લાભ થઇ શકે છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો રહ્યો છે અને હવે તે રાજ્યો પર છે કે તેઓ સાથે મળીને તેના દર નક્કી કરે.

Advertisement

પેટ્રોલ અને ડીઝલના ભાવની GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચા

ઘણીવાર એવી ચર્ચાઓ થઇ છે કે, જો પેટ્રોલ અને ડીઝલને GST ના દાયરામાં લાવવામાં આવશે તો તેના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે. આવી જ ચર્ચા તાજેતરમાં થઇ રહી હોવાનું સામે આવ્યું છે. જણાવી દઇએ કે, મોદી સરકાર 3.0 ની રચના પછી, GST કાઉન્સિલની પ્રથમ બેઠક શનિવારે દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં સામાન્ય માણસના જીવનને લગતા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં ઘણા રાજ્યોના નાણામંત્રીઓ પણ હાજર હતા. આ દરમિયાન બોલતા નિર્મલા સીતારમણે કહ્યું કે આજે મળેલી 53મી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠકમાં ઘણા મુદ્દા હતા, પરંતુ સમયની અછતને કારણે તમામ નિર્ણયો લઈ શકાયા નથી. બજેટ સત્ર બાદ મળનારી આગામી બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવશે. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, કેન્દ્ર સરકારનો હેતુ હંમેશા પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો રહ્યો છે અને હવે તે રાજ્યો પર છે કે તેઓ સાથે મળીને દર નક્કી કરે. તેમણે વધુમાં કહ્યું કે, પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ GST કાયદામાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરીને પહેલેથી જ જોગવાઈ કરી છે. હવે બધા રાજ્યોએ ભેગા થઈને આ અંગે ચર્ચા કરીને ટેક્સ રેટ નક્કી કરવાનું છે.

કેટલું સસ્તું થઇ શકે છે પેટ્રોલ અને ડીઝલ?

GST કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક બાદ સ્પષ્ટ થઇ રહ્યું છે કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર GST લાદવાનું વિચારી રહી છે. જોકે, આ નિર્ણયને રાજ્ય સરકારોનું સમર્થન મળવાનું બાકી છે. જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે પરસ્પર સંમતિ હોય તો પેટ્રોલિયમ પેદાશો પર મહત્તમ 28 ટકા GST લાદવામાં આવી શકે છે. GST લાગુ થયા બાદ સામાન્ય લોકોને પેટ્રોલ 19.71 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 12.83 રૂપિયા પ્રતિ લીટર સસ્તું મળી શકે છે.

Advertisement

GST 1 જુલાઈ 2017 ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો

1 જુલાઈ, 2017 ના રોજ જ્યારે GST લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારે તેમાં એક ડઝનથી વધુ કેન્દ્રીય અને રાજ્ય શુલ્ક સામેલ હતા. જો કે, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પાંચ કોમોડિટીઝ - ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલ (ATF) - GST કાયદા હેઠળ પાછળથી ટેક્સ લાગશે.

આ પણ વાંચો - Share Market Update Today: ગ્લોબલ માર્કેટમાં ઘટાડો નોંધાતા, સ્થાનિક શેરબજારમાં 1 લાખ કરોડ ધોવાયા

Advertisement

આ પણ વાંચો - Price Hike : આ મોંઘવારી કોઈ તો રોકો…હવે સાબુ અને ડિટર્જન્ટ થયા મોંઘા

Tags :
Advertisement

.