Petrol Diesel Price: સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ થયં સસ્તું, લોકસભા પહેલા લોકોને સામાન્ય રાહત
Petrol Diesel Price on 19 April 2024 : આજે યુપીમાં પેટ્રોલના ભાવ 10 પૈસા ઘટીને 94.37 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 12 પૈસા ઘટીને 87.41 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. 19 એપ્રીલે લોકસભા ચૂંટણી (Lok Sabha Eletion 2024) ના પહેલા ફેઝલ હેઠળ મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. સરકારી તેલ કંપનીઓએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના નવા રેટ (Petrol Diesel Today Price) અપડેટ કરી દીધા છે.
આ પણ વાંચો : Tesla ફાઉન્ડર Elon Musk એ અચાનક ભારત મુલાકાત રદ્દ કરી, રાજકીય પંડિતોએ આપ્યું ચોંકાવનારુ કારણ
રાષ્ટ્રીય તેલ કંપનીઓએ અને રાજ્ય સરકારે સામાન્ય રાહત આપી
જેના અનુસાર આજે રાષ્ટ્રીય સ્તર પર તેલની કિંમતમાં કોઇ પરિવર્તન નથી થયું. જ્યારે દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું પણ થયું છે. જ્યારે અનેક રાજ્ય એવા છે જ્યાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે. તેલ ભરાવતા સમયે પેટ્રોલ પંપ જતા પહેલા તે જાણવું જરૂરી છે કે, આજે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલ કયા ભાવે મળી રહ્યું છે.
આ પણ વાંચો : Odisha: ઓડિશામાં બની મોટી દુર્ઘટના, મહાનદીમાં 50 લોકો ભરેલી બોટ પલટતા 7 ના મોત
- દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા અને ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા અને ડીઝલની કિંમત 92.54 રૂપિયા પ્રતિ લીટર છે.
આ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું છે (Petrol Diesel Rate)
જો રાજ્ય સ્તરની વાત કરીએ તો આજે યુપીમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે. અહીં પેટ્રોલની કિંમત (યુપીમાં આજે પેટ્રોલની કિંમત) 10 પૈસા ઘટીને રૂ. 94.37 પ્રતિ લિટર અને ડીઝલ (યુપીમાં ડીઝલની કિંમત) 12 પૈસા ઘટીને રૂ. 87.41 પ્રતિ લિટર થઈ ગઈ છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ, ઝારખંડ, કેરળ, મધ્યપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, રાજસ્થાનમાં પણ પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે.
જ્યારે, બિહાર, આસામ, ગોવા. હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, પુડુચેરી, પંજાબ, તમિલનાડુ. તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે.