Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ACBને કેમ પોણા ચાર કરોડના તોડકાંડની તપાસ નથી સોંપાતી ?

પોણા ચાર કરોડ રૂપિયાના સોપારી તોડકાંડ (Sopari Todkand) માં ખાખી સહિતની સિન્ડીકેટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 10 ઓક્ટોબરના રોજ મુંદ્રા પોલીસ સ્ટેશન (Mundra Police Station) ખાતે FIR નોંધાતાની સાથે જ લગભગ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા. 6 આરોપીઓ પૈકીનો...
acbને કેમ પોણા ચાર કરોડના તોડકાંડની તપાસ નથી સોંપાતી

પોણા ચાર કરોડ રૂપિયાના સોપારી તોડકાંડ (Sopari Todkand) માં ખાખી સહિતની સિન્ડીકેટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 10 ઓક્ટોબરના રોજ મુંદ્રા પોલીસ સ્ટેશન (Mundra Police Station) ખાતે FIR નોંધાતાની સાથે જ લગભગ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા. 6 આરોપીઓ પૈકીનો એક પંકિલ મોહતા (Pankil Mohatta) ગત 16 ઓક્ટોબરના પોલીસ સમક્ષ હાજર થતાં તેની ધરપકડ કરી રિમાન્ડ પર લેવાયો છે. આ પ્રકરણની તપાસ પહેલાં મુંદ્રા પોલીસ પાસે બાદમાં ડીસા SDPO ઓ પાસે અને હાલ બનાસકાંઠા જિલ્લાના થરાદ SDPO એસ. એમ. વારોતરીયા કરી રહ્યા છે.  ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (Prevention of Corruption Act) ની કલમો હેઠળ નોંધાયેલી ફરિયાદ આક્ષેપિત અધિકારીના કાર્યક્ષેત્રમાં જ પહેલેથી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ જોતા બોર્ડર રેન્જ IG જશવંત મોથલીયા (J R Mothaliya IPS) કુલડીમાં ગોળ ભાંગવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.આક્ષેપિત IPS ના તાબામાં જ તપાસ : ડીસા વિભાગીય પોલીસ અધિકારી (Deesa SDPO) કુશલ ઓઝા (Dr Kushal Oza) ની રૂબરૂમાં મુંદ્રા પોલીસે નોંધેલી ફરિયાદમાં અનેક બાબતો શંકા ઉપજાવે છે. સૌ પ્રથમ તો આ FIR ની માહિતી જાહેર ના થાય તેવા બદઈરાદાથી છુપાવવાનો પ્રયાસ કર્યો છે. ફરિયાદમાં દર્શાવેલા આરોપીઓ તોડકાંડ સમયે કિરીટસિંહ ઝાલા, ભરત ગઢવી, રણવીરસિંહ ઝાલા અને રાજેન્દ્રસિંહ ઝાલા વાસ્તવમાં રેન્જ IG ના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Cyber Crime Police Station Border Range) માં ફરજ બજાવતા હતા. આમ છતાં FIR માં સ્પષ્ટ ઉલ્લેખ કરવાના બદલે ક્રાઈમ બ્રાંચના માણસો તરીકે તેમને ઓળખાવવામાં આવ્યા છે. ફરિયાદી અનિલ પંડિત સહિતના તમામ લોકો આરોપી પોલીસ કર્મચારીઓ ક્યાં અને કોની સાથે નોકરી કરતા હતા તેનાથી અવગત હતાં. આમ છતાં સિનિયર IPS ની આબરૂ બચાવવા ફરિયાદમાં શબ્દોનો ખેલ રચ્યો છે. અમે આપને જણાવી દઈ કે, IG મોથલીયાના તાબામાં કચ્છ પૂર્વ (Kutch East) કચ્છ પશ્ચિમ (Kutch West) બનાસકાંઠા (Banaskantha) અને પાટણ (Patan) જિલ્લા પોલીસ આવે છે.પતાવટમાં રકમને લઈને વિવાદ થયો : 3.75 કરોડના તોડકાંડ (Police Extortion) બાદ સમાધાન માટે સપ્તાહો સુધી સિનિયર IPS અધિકારીના ઈશારે પ્રયત્નો થયાં. કેસની ધમકી આપી પોણા ચાર કરોડ વસૂલનારા પોલીસ કર્મચારીઓ, વચેટીયા અને ફરિયાદી પક્ષ વચ્ચે પતાવટમાં રકમને લઈને વિવાદ થયો. કરોડોના તોડકાંડનો મોટો હિસ્સો "સાહેબ" પાસે પણ ગયો હતો અને આ રકમ કોણ ચૂકવે તેને લઈને પણ કેટલાંક દિવસો સુધી મામલો ગરમાયેલો રહ્યો હતો. આ ચર્ચાસ્પદ મામલો ગાંધીનગર પહોંચતા IG જે. આર. મોથલીયાને ગત જુલાઈ મહિનામાં DGP વિકાસ સહાય (Vikas Sahay IPS) નું તેડું આવ્યું હતું. આ મામલા પૈકીના એકાદ-બે પ્રકરણની તપાસ સીઆઈડી ક્રાઈમ (CID Crime) ને સોંપવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમની કામગીરીથી તો સૌ કોઈ જાણકાર છે જ. Border Range IG જે. આર. મોથલીયા શરૂઆતથી જ તોડકાંડની તપાસ પોતાના તાબામાં રહે તે માટે પ્રયત્નશીલ રહ્યાં અને આખરે તંત્ર અને સરકાર (Government of Gujarat) ની કૃપાથી સફળ પણ થયાં છે.SDPO વારોતરીયા તપાસ ખાનગી હોવાનું કહે છે : મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે અનિલ પંડિતે નોંધાવેલી ફરિયાદમાં પંકિલ મોહતા પાસે 13 લાખ લેવાના બાકી નીકળે છે તેમ જણાવ્યું છે. FIR માં ફરિયાદીને પરત મળેલી રકમનો આંકડો જોઈએ તો તે, ગોળ ગોળ દર્શાવવામાં આવ્યો છે. ફરિયાદમાં દર્શાવાયેલી બાબતો જગજાહેર ના થાય તે માટે પોલીસ અધિકારીઓએ FIR ને છુપાવી રાખી છે. ફરિયાદમાં RTGS થી 65 લાખ અને 2.32 કરોડ આંગડીયા પેઢીમાં હવાલાથી મળ્યા હોવાનો ફરિયાદી અનિલ પંડિતે (Anil Pandit) ઉલ્લેખ કર્યો છે તો બાકીની રકમ ક્યાં અને કોની પાસે છે ? આ પ્રકરણની તપાસ કરતા SDPO એસ. એમ. વારોતરીયાને આ બાબતે Gujarat First દ્ધારા પૂછવામાં આવતા તપાસ ખાનગી છે તેમ કહી તેમણે જવાબ આપવાનો ટાળ્યો હતો.

Advertisement

વાંચો આવતીકાલે ભાગ-3 ખાખીની તોડબાજી બાદ ખાદીધારીની એન્ટ્રીથી કેસમાં આવ્યો વળાંક

આ પણ વાંચો---KUTCH : 3.75 કરોડના સોપારી તોડકાંડમાં FIR કરાવવામાં IPS અધિકારીની ભૂમિકા ?

Advertisement

Tags :
Advertisement

.