Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટીમ ઈન્ડિયાના આગામી Head Coach કોણ ? BCCI સેક્રેટરીએ કર્યો ખુલાસો

ICC T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) ને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. જેને લઇને ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) પૂરી રીતે તૈયાર છે. આ મેગા ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમ (Indian Team) ની જાહેરાત કરવામાં...
01:28 PM May 10, 2024 IST | Hardik Shah
Head Coach of Team India

ICC T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) ને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. જેને લઇને ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) પૂરી રીતે તૈયાર છે. આ મેગા ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમ (Indian Team) ની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે (Secretary Jay Shah) ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે માહિતી આપી છે કે, ટીમ ઈન્ડિયા (Team India) ને જૂન પછી નવો હેડ કોચ (New Head Coach) મળી શકે છે. તેમણે કહ્યું કે, BCCI નવા મુખ્ય કોચ (New Head Coach) ની શોધમાં છે અને ટૂંક સમયમાં તેની નિમણૂક માટે અરજી જાહેર કરાશે. હાલમાં ટીમ ઈન્ડિયા (Team India) ના મુખ્ય કોચ પૂર્વ દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડ (Rahul Dravid) છે.

ટીમ ઈન્ડિયાના હેડ કોચ અંગે જય શાહે શું કહ્યું?

T20 World Cup 2024 માટે ભારતીય ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે.તાજેતરમાં ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ છે. જોકે, દ્રવિડ પછી ભારતના આગામી મુખ્ય કોચ કોણ હશે તે અંગે ચર્ચા થઈ રહી હતી. આ પછી એવી જાહેરાત કરવામાં આવી હતી કે, રાહુલ દ્રવિડ ICC T20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમનો મુખ્ય કોચ રહેશે. હવે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે દ્રવિડ પછી ભારતીય ટીમનો આગામી મુખ્ય કોચ કોણ હશે. BCCI સેક્રેટરી જય શાહે આ અંગે મોટી માહિતી આપી છે.જણાવી દઇએ કે, ODI વર્લ્ડ કપ 2023 પછી રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. પણ ટીમના શાનદાર પ્રદર્શનને કારણે તેમનો કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવ્યો હતો. પરંતુ હવે એવું લાગે છે કે, દ્રવિડને એક્સટેન્શન મળવાનું નથી અને બોર્ડ ટૂંક સમયમાં નવા કોચ માટે જાહેરાત બહાર પાડશે.

મુખ્ય કોચના પદ માટે દ્રવિડને ફરી કરવી પડશે અરજી

BCCI સચિવ જય શાહે ICC T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમના આગામી મુખ્ય કોચને લઈને મોટું અપડેટ આપ્યું. તેમણે આ અંગે 4 મોટી માહિતી આપી છે. BCCI સેક્રેટરીએ કહ્યું કે, ભારતીય ટીમના આગામી મુખ્ય કોચ માટે ટૂંક સમયમાં જાહેરાત જારી કરવામાં આવશે. જો રાહુલ દ્રવિડ ભવિષ્યમાં ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે રહેવા માંગે છે તો તે તેમના માટે ફરીથી અરજી પણ કરી શકે છે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે, જે પણ ભારતીય ટીમનો મુખ્ય કોચ હશે તેનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે. આ સિવાય BCCI સેક્રેટરીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે વિદેશી ખેલાડીઓ પણ ભારતીય ટીમના મુખ્ય કોચ બની શકે છે.

અલગ-અલગ ફોર્મેટના હેડ કોચ અંગે માત્ર CAC જ નિર્ણય લેશે : જય શાહ

BCCI સેક્રેટરી જય શાહે વધુમાં જણાવ્યું હતું કે, અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ હેડ કોચ અંગે માત્ર CAC જ નિર્ણય લેશે. ભારત પાસે વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઋષભ પંત જેવા ઘણા બધા ફોર્મેટના ખેલાડીઓ છે, તેથી ભારતમાં આવી સ્થિતિ નથી. T20 વર્લ્ડ કપ આવતા મહિને જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાવાનો છે. આવી સ્થિતિમાં BCCIનો આ નિર્ણય ચોંકાવનારો છે. જોકે નવા કોચની નિમણૂક વર્લ્ડ કપ પછી જ થશે. નવેમ્બર 2021માં દ્રવિડને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - IPL 2024 Playoffs Scenario : પ્લેઓફની રેસમાં MI બહાર, GT કિસ્મતના ભરોસે

આ પણ વાંચો - T20 WC 2024 : શું ભારતીય ટીમમાં હવે થઈ શકે છે કોઈ ફેરફાર? શું કહે છે ICC નો નિયમ

Tags :
BCCIBCCI SecretaryBCCI Secretary explainedBCCI Secretary Jay ShahBCCI Secretary Jay Shah explainedHead coachHead Coach of Team IndiaICC T20 World CupIndian Cricket TeamJay ShahT20 wc 2024T20 World CupT20-World-Cup-2024Team India
Next Article