ન્યૂઝીલેન્ડની યજમાનીમાં 4 માર્ચથી શરૂ થઈ રહેલા મહિલા ODI વર્લ્ડ કપ પહેલા, ભારતીય ચાહકોને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના દક્ષિણ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચમાં ઈજાગ્રસ્ત થઇ હતી. દક્ષિણ આફ્રિકા સામે રંગિયોરામાં રમાઈ રહેલી આ વોર્મ-અપ મેચ દરમિયાન શબનમ ઈસ્માઈલનો એક બાઉન્સર મંધાનાના માથા પર વાગ્યો, જેના કારણે તેણીને મેદાન છોડવું પડ્યું હતું.ભારàª
ન્યૂઝીલેન્ડની યજમાનીમાં 4 માર્ચથી શરૂ થઈ રહેલા મહિલા ODI વર્લ્ડ કપ પહેલા, ભારતીય ચાહકોને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના દક્ષિણ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચમાં ઈજાગ્રસ્ત થઇ હતી. દક્ષિણ આફ્રિકા સામે રંગિયોરામાં રમાઈ રહેલી આ વોર્મ-અપ મેચ દરમિયાન શબનમ ઈસ્માઈલનો એક બાઉન્સર મંધાનાના માથા પર વાગ્યો, જેના કારણે તેણીને મેદાન છોડવું પડ્યું હતું.
ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાની સ્થિતિને સોમવારે 'સ્થિર' જાહેર કરવામાં આવી હતી પરંતુ તેના ડાભા કાનમાં 'હળવી સામાન્ય ઈજા'ને કારણે તેને ડોક્ટર્સના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી હતી. ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચ દરમિયાન શબનમ ઈસ્માઈલના બાઉન્સરથી માથા પર વાગવાથી મંધાનાને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું. ભારતે આ મેચ બે રને જીતી લીધી હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના રિપોર્ટ અનુસાર, ઘટના બાદ ટીમના ડૉક્ટર દ્વારા 25 વર્ષીય મંધાનાની તપાસ કરવામાં આવી હતી અને શરૂઆતમાં તેને રમવાનું ચાલુ રાખવા માટે ફિટ જાહેર કરવામાં આવી હતી. જોકે, દોઢ ઓવર પછી બીજીવાર તપાસ બાદ રિટાયર્ડ હર્ટ જાહેર કરાઇ હતી. તે સમયે તબીબી કર્મચારીઓના જણાવ્યા અનુસાર, ડાભા હાથના બેટ્સમેનમાં માથાની ઈજાના કોઈ લક્ષણો દેખાતા ન હોતા, એમ અહેવાલમાં જણાવાયું હતું. જો કે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે મંધાનાની સ્થિતિ અંગે અપડેટ આપી છે.
શાહે એક રિલીઝમાં જણાવ્યું હતું કે, “દક્ષિણ આફ્રિકા સામે રંગિયોરા ખાતેની પ્રેક્ટિસ મેચમાં બેટિંગ કરતી વખતે સ્મૃતિ મંધાનાને ડાભા કાનમાં બોલ વાગ્યો હતો. મેચના ડૉક્ટરે તુરંત જ તેની તપાસ કરી અને તેને મોડેથી માથામાં ઈજાની શક્યતા જણાઈ." તેમણે ઉમેર્યું, "વધુ તપાસ પછી, સ્મૃતિને ડાભા કાનની પેશીઓમાં નાની ઈજા હોવાનું નિદાન થયું હતું જેના કારણે તે બેટિંગ કરતી વખતે અસ્વસ્થ હતી. અને તેના કારણે તેણીને રિટાયર્ડ હર્ટ જવું પડ્યું. શાહે કહ્યું, "તેને સાવચેતીના પગલા તરીકે બાકીની મેચ માટે આરામ આપવામાં આવ્યો હતો અને હાલમાં તે નિરીક્ષણ હેઠળ છે. અત્યારે આ ઓપનર ઠીક છે અને તેની હાલત સ્થિર છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી ODIમાં તેની 20મી અડધી સદી ફટકારી હતી.