Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

T20 WC 2024: ICC ના આ નવા નિયમ પ્રમાણે સીધી ટીમ ઈન્ડિયાને મળશે ફાઇનલની ટિકિટ!

T20 WC 2024 :ભારતીય ટીમ ફરી એકવાર T20 વર્લ્ડ કપની સેફાઈનલ રમતી જોવા મળશે. આ વખતે પણ ટીમ ઈન્ડિયાનો મુકાબલો ઈંગ્લેન્ડ (IND VS ENG semi final)સાથે થશે. આ એ જ ઈંગ્લેન્ડની ટીમ છે, જેણે 2022 T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ જીતીને...
t20 wc 2024  icc ના આ નવા નિયમ પ્રમાણે સીધી ટીમ ઈન્ડિયાને મળશે ફાઇનલની ટિકિટ

T20 WC 2024 :ભારતીય ટીમ ફરી એકવાર T20 વર્લ્ડ કપની સેફાઈનલ રમતી જોવા મળશે. આ વખતે પણ ટીમ ઈન્ડિયાનો મુકાબલો ઈંગ્લેન્ડ (IND VS ENG semi final)સાથે થશે. આ એ જ ઈંગ્લેન્ડની ટીમ છે, જેણે 2022 T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ જીતીને ભારતીય ટીમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. હવે ભારત પાસે એ હારનો બદલો લેવાની અને ફાઇનલમાં પહોંચીને ટાઇટલ જીતવાની તક છે. પરંતુ આ દરમિયાન આ મેચમાં વરસાદની પણ સંભાવના છે. ICC પણ આ વાત જાણે છે, એટલા માટે ICCએ સેમી ફાઈનલ અને ફાઈનલ માટે કેટલાક નવા નિયમો બનાવ્યા છે, જેનાથી એક ટીમને ફાયદો થઈ શકે છે અને બીજી ટીમને નુકસાન થઈ શકે છે.

Advertisement

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ 27 જૂને ગયાનામાં ટકરાશે

ICC T20 વર્લ્ડ કપ 2024ની (T20 WC 2024)બીજી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો 27 જૂને IST રાત્રે 8 વાગ્યે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં થશે. T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એક પણ મેચ હાર્યા વિના સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. દરમિયાન, 27 જૂને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ પર વરસાદનો ખતરો છે. આઈસીસી દ્વારા આ વખતે ભારત અને ઈંગ્લેન્ડની સેમીફાઈનલ મેચ માટે રિઝર્વ ડેની  રાખવામાં આવ્યો નથી. રિઝર્વ ડે માત્ર પ્રથમ સેમિફાઇનલનો છે, જેમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમો સામસામે આવશે. જો કે, રમત પૂર્ણ કરવા માટે તેને 250 મિનિટ એટલે કે 4 કલાક અને 10 મિનિટ સુધી વધારી શકાય છે. આનો અર્થ એ છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ભારતીય સમય મુજબ મધ્યરાત્રિથી આગળ અને શુક્રવારની સવાર સુધી ચાલી શકે છે.

બીજી સેમિફાઇનલ માટે 250 મિનિટ વધારાની ઉપલબ્ધ રહેશે

બીજી સેમીફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે નથી કારણ કે તેની અને ફાઈનલ વચ્ચે માત્ર એક દિવસનું અંતર છે. બીજી સેમિફાઇનલ 27 જૂને ગયાનામાં રમાશે જ્યારે ફાઇનલ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. જો કે, બીજી સેમિફાઇનલ પૂર્ણ કરવા માટે તે જ દિવસે વધારાની 250 મિનિટ ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં જો વરસાદ પડે તો મેચ એક જ દિવસે પુરી થઈ શકે છે. ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો મેચ તે જ દિવસે પૂર્ણ નહીં થાય, તો તે અનામત દિવસે તે જ સ્કોર સાથે રમાશે કારણ કે વરસાદને કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હતો.

Advertisement

હવામાનને કારણે ફાઈનલ પણ રદ થાય છે

વર્લ્ડકપ શેડ્યૂલ આવે તે પહેલા જ નક્કી કરવામાં આવ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચશે તો તે બીજી સેમીફાઈનલ જ રમશે. ભલે તે સુપર-8માં પ્રથમ સ્થાન મેળવે કે બીજા ક્રમે. ટીમના રેન્કિંગના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે ઈંગ્લેન્ડ ગ્રુપ-2માં બીજા સ્થાને આવી ગયું છે. આવી સ્થિતિમાં તે ભારત સાથે સ્પર્ધા કરશે. જો હવામાનને કારણે ફાઈનલ પણ રદ થાય છે, તો ફાઇનલમાં પહોંચનારી બંને ટીમો સંયુક્ત રીતે વિજેતા તરીકે પસંદ કરવામાં આવશે.

આ પણ  વાંચો  - T20 World Cup: આ તસવીરો જોઇ તમને પણ ચડી જશે જીતનો…

Advertisement

આ પણ  વાંચો  - શું AFGHANISTAN ની ટીમે મેચ જીતવા માટે કરી હતી CHEATING?

આ પણ  વાંચો  - અફઘાનિસ્તાનની આંધીમાં ખોરવાયું બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયાના સફરનો પણ આવ્યો અંત

Tags :
Advertisement

.