Weather Report : આગામી 7 દિવસ ભારે વરસાદ પડશે ? જાણો હવામાન વિભાગની આગાહી વિશે
- આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત
- હાલ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદ નહીં પડે
- અમદાવાદનું મહત્તમ તાપમાન 32.7 નોંધાયું
Weather Report : રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની (Meteorological Department) મહત્ત્વની આગાહી સામે આવી છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ, સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન રહેતા ભારે વરસાદ પડવાની સંભાવનાઓ ઓછી છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં (Ahmedabad) મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 1.4 ડિગ્રીનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો - Rajkot : કરોડો રૂપિયાની ઠગાઈ મામલે ફરાર 4 સ્વામીઓ પર કસાયો સકંજો, ફટકારાઈ આ નોટિસ!
હાલ કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નથી : હવામાન વિભાગ
આ વર્ષે રાજ્યમાં મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે. હાલ પણ કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ખેલૈયામાં ભય છે કે આ વર્ષે વરસાદ નવરાત્રિની (Navratri 2024) મજા બગાડશે. જો કે, રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની મહત્ત્વની આગાહી સામે આવી છે. વિભાગે કહ્યું કે, આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત (Weather Report) છે. હાલ કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નથી. જો કે, હાલ ચાર સિસ્ટમ સક્રિય છે પરંતુ તે ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતા નહિવત છે.
Gujarat Rain: હવામાન શાસ્ત્રી Ambalal Patel ની વધુ એક આગાહી | Gujarat First#AmbalalPatelForecast #RainPrediction #BengalBaySystem #RainTillSeptember16 #RainyMonthSeptember #HeavyRainWarning #EastGujaratRain #PanchmahalRainAlert #CentralGujaratRains #NorthGujaratRainAlert… pic.twitter.com/IWqaxfla7X
— Gujarat First (@GujaratFirst) September 12, 2024
આ પણ વાંચો - Surat : વાલીઓ ચેતજો! જાહેર માર્ગ પર ટ્રાફિકમાં સગીર વિદ્યાર્થીએ હંકારી રિક્ષા, જુઓ વાઇરલ Video
અમદાવાદમાં તાપસમાન 32.7 ડિગ્રી નોંધાયું
વિભાગ આગાહી (Meteorological Department) કરી કે, રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે છે. બીજી તરફ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં (Ahmedabad) મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.4 ડિગ્રી વધુ નોંધાયું છે. તાપમાનમાં વધારો થતાં બફારાનું પ્રમાણ પણ વધ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી નોંધાયું છે. તેમ હવામાન વિભાગનાં ડાયરેક્ટર એ. કે. દાસે (A. K. Das) માહિતી આપી હતી.
આ પણ વાંચો - Surat : વાલીઓ ચેતજો! જાહેર માર્ગ પર ટ્રાફિકમાં સગીર વિદ્યાર્થીએ હંકારી રિક્ષા, જુઓ વાઇરલ Video