Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાટીદાર સમાજે અમને આમંત્રિત કર્યા તે અમારું સૌભાગ્ય છે : અશ્વિનસિંહ સરવૈયા

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (Vishv Umiya Foundation) દ્વારા સરદાર પટેલ જન્મ જયંતિ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં પાલીતાણા સ્ટેટ (Palitana State) અને રાજપૂત વિદ્યા સભા (Rajput Vidhya Sabha) ના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા (Ashwinsinh Sarvaiya) પણ હાજર રહ્યાં હતા. તેમણે કહ્યું કે, આજે રાજવીઓનું...
પાટીદાર સમાજે અમને આમંત્રિત કર્યા તે અમારું સૌભાગ્ય છે   અશ્વિનસિંહ સરવૈયા

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (Vishv Umiya Foundation) દ્વારા સરદાર પટેલ જન્મ જયંતિ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં પાલીતાણા સ્ટેટ (Palitana State) અને રાજપૂત વિદ્યા સભા (Rajput Vidhya Sabha) ના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા (Ashwinsinh Sarvaiya) પણ હાજર રહ્યાં હતા. તેમણે કહ્યું કે, આજે રાજવીઓનું સન્માન કરાયું અને પાટીદાર સમાજે અમને આંમત્રિત કર્યા છે તે વાતનો ખૂબ આનંદ છે.

Advertisement

અશ્વિનસિંહ સરવૈયાએ કહ્યું કે, રાજપૂત વિદ્યા દ્ધારા અમદાવાદના ગોતામાં ભવ્ય રાજપૂત ભવન બનાવવામાં આવ્યું છે. રાજપૂત સમાજને એકત્રિત કરવો ખૂબ અઘરૂં કાર્ય છે. કારણ કે, "બધા સિંહ છે અને સિંહોના ટોળાના હોય પણ દરેકનું માન-સન્માન સચવાય તેવા પ્રયાસ કરી અમે બધાને એકઠાં કર્યા છે." ધર્મનું રક્ષણ કરવું હોય તો દરેક સમાજે એકત્ર થવું પડશે. અમે અત્યારે વિધવા સહાયનું કામ કરી રહ્યાં છીએ. અમે વિધવા બહેનોને તપસ્વીની બહેનો ગણીએ છીએ અને તપસ્વીની બહેનોના ખાતામાં સીધેસીધા રૂપિયા જમા થાય તેવું કાર્ય કરીએ છીએ. તેમની દિકરીઓના અભ્યાસ અને લગ્ન પાછળ પણ રાજપૂત વિદ્યા સભા ઉભી છે.

Advertisement

આગામી 3 ડિસેમ્બરે 51 દિકરીઓના લગ્ન યોજયા છે. તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ વિશ્વમાં ડંકો વગાડ્યો છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમે કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું તે વખતે તેમણે કહ્યું હતું કે, હું તમારો ભાઈ જ છું. કારણ કે, જે રાજ કરે તે રાજપૂત. સરવૈયાએ એમ પણ કહ્યું કે, ગુજરાતના રજવાડાના મહેલોનો નિભાવ ખર્ચ આકરો હોય છે. તેથી તેમને સહાય કરીને મહેલને ટુરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરાય તે જરૂરી છે.

આ પણ વાંચો : ભારતમાં પ્રથમવાર રાજવી પરિવારોનું સન્માન કાર્યક્રમ યોજાયો, રાજવીઓએ કહ્યું- જો સરદાર સાહેબ ના હોત તો આજે ભારત અંખડ ના હોત…

Advertisement

Tags :
Advertisement

.