Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat ની શાંતિ ડહોળનારા હુલ્લડખોરોનો જુઓ વધુ એક વાઇરલ Video

સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાનો વધુ એક વીડિયો વાઇરલ અસામાજિત તત્વો વાઇરલ વીડિયોમાં કેદ થયા સમગ્ર વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ હતો વીડિયોમાં લુખ્ખા તત્વોની હરકત સ્પષ્ટ દેખાઇ સુરતનાં (Surat) સૈયદપુરામાં ગઈકાલે રાતે ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની (Stones Pelting) ઘટના...
surat ની શાંતિ ડહોળનારા હુલ્લડખોરોનો જુઓ વધુ એક વાઇરલ video
  1. સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાનો વધુ એક વીડિયો વાઇરલ
  2. અસામાજિત તત્વો વાઇરલ વીડિયોમાં કેદ થયા
  3. સમગ્ર વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ હતો
  4. વીડિયોમાં લુખ્ખા તત્વોની હરકત સ્પષ્ટ દેખાઇ

સુરતનાં (Surat) સૈયદપુરામાં ગઈકાલે રાતે ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની (Stones Pelting) ઘટના બાદ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ચરમપંથીઓને ઘરે ઘરે જઈને શોધી એક-એકની ધરપકડ કરવામાં આવી રહી છે. આ મામલે અત્યાર સુધી 27 જેટલા ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ વચ્ચે ગણેશ પંડાલ (Ganesh Pandal) પર પથ્થરમારો કરનારા ઇસમોનો એક વીડિયો સામે આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Surat : ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- ગમે એવા તાળા લગાવશે, બચી નહીં શકે..! આરોપીઓનાં હાલ બેહાલ, જુઓ Video

Advertisement

શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા ઇસમો વીડિયોમાં કેદ

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતનાં (Surat) સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા ઇસમોનો એક વીડિયો (Viral Video) સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક અસામાજિક તત્વો પંડાલ પર પથ્થરમારો કરી રહ્યા છે. આ ઇસમોમાં કેટલાક એ મોઢા પર રૂમાલ પણ બાંધ્યો છે. આ વીડિયો સામે આવતા સુરત પોલીસે (Surat Police) કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસે અત્યાર સુધી 27 જેટલા ઇસમોની ધરપકડ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પણ જણાવ્યું હતું કે, સુરતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનારા અને ગણેશ પંડાલ પર પથ્થમારો કરનારા ઇસમોને છોડવામાં નહીં આવે. તેમને પકડી કડક સજા કરવામાં આવશે.

આ પણ વાંચો - Surat : મોડી રાતે સૈયદપુરામાં અજારકતાનો માહોલ, પોલીસ-નેતાઓ ઘટના સ્થળે, જાણો પળેપળનો ઘટનાક્રમ

Advertisement

વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

સુરતનાં સૈયદપુરાં (Sayedpura) વિસ્તારમાં ગણેશ પંડાલ પર થયેલ પથ્થરમારોની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ વિસ્તારને હાલ પોલીસે બાનમાં લીધો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોતે (Anupamsingh Gelot) જણાવ્યું કે, વાહન સળગાવવા મામલે પણ ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઘટનામાં જે પણ સંડોવાયેલા છે તેઓનાં પુરાવા એકત્ર કરાઈ રહ્યા છે. પોલીસ કમિશનરે કહ્યું કે, એવી કાર્યવાહી કરીશું કે ખબર પડે કાયદો હાથમાં લઈએ તો શું થાય?

આ પણ વાંચો - Surat: ગણેશ પંડાલ પર પથ્થરમારાના ગંભીર પડઘા, સગીર વયના 14 આરોપીઓની અટકાયત

Tags :
Advertisement

.