Vav Seat : લોકશાહીના રાજા નક્કી કરી રહ્યા છે તેમનો પ્રતિનિધી
- બનાસકાંઠા વાવ પેટા ચૂંટણીનું આજે મતદાન
- વાવ ભાભર અને સુઈગામ ત્રણ તાલુકામા થશે મતદાન
- સવારે 7 થી સાંજના 6 સુધી મતદારો મતાધિકારનો કરી શકશે ઉપયોગ
- ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત ૧૦ ઉમેદવાર મેદાનમાં
- 3 લાખ 10 હજાર 775 મતદારો કરશે મતદાન
- વાવ બેઠકમાં કુલ 321 મતદાન મથકો પર થશે મતદાન
- 97 સંવેદનશીલ મતદાન મથક
- 1250 જેટલા ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે
- 1500 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત
- 08 PI, 04 DYSP, 30 PSI સુરક્ષા વ્યવસ્થા સંભાળશે
- 23 નવેમ્બર વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ
Voting In Vav Assembly Seat : બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક (Voting In Vav Assembly Seat) માટે પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર સહિત 10 ઉમેદવાર વચ્ચેનો આ ચૂંટણી જંગ ભારે રસપ્રદ બની રહ્યો છે. વાવમાં વટની લડાઇમાં કોણ ફાવી જશે તે આજે મતદારો નક્કી કરી રહ્યા છે. 23 નવેમ્બર વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આવશે.
ભાભર અને સુઈગામ ત્રણ તાલુકાના મતદારો મતદાન કરશે
આજે મતદારો નક્કી કરશે કે કોણ મેદાન મારી જશે
ભાજપમાંથી સ્વરુપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાદ માવજી પટેલ વચ્ચે રસપ્રદ મુકાબલો છે. આજે મતદારો નક્કી કરશે કે કોણ મેદાન મારી જશે.
આ પણ વાંચો---વાવ વિધાનસભા ચૂંટણીમાં 321 મતદાન મથકો પર યોજાશે મતદાન
192 મતદાન મથક કેન્દ્રો પર મતદાન
ગુજરાતની ૦7-વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 7 થી સાંજના 6 કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.
23 નવેમ્બર, 2024ના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત
મતદાન મથકો ખાતે કુલ 1412 જેટલા અધિકારી અને કર્મચારીઓ ફરજ બજાવશે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં ૧,૬૧,૨૯૬ પુરૂષ, ૧,૪૯,૪૭૮ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૭૭૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 23 નવેમ્બર, 2024ના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
વાવ બેઠકમાં 97 સંવેદનશીલ મતદાન મથક જાહેર કરાયા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં 1250 જેટલા ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે. મતદાન પ્રક્રિયામાં 1500 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાયો છે જેમાં 8 PI, 4 DYSP અને 30 PSI સુરક્ષા વ્યવસ્થા સંભાળશે.
આ પણ વાંચો---Banaskantha Vav By Election: પ્રચાર પડઘમ શાંત, છેલ્લી ઘડીએ કોણ જોશમાં..?