Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બિહારમાં ધારદાર હથિયારથી VIP ચીફ મુકેશ સાહનીના પિતા પર હુમલો, ઘરમાં મળી લાશ

Bihar : બિહારમાં VIP ચીફ મુકેશ સાહનીના પિતા જીતન સાહની (VIP Chief Mukesh Sahni's father Jitan Sahni) ની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા (Murder) કરવામાં આવી છે. જીતન સાહનીની લાશ તેમના ઘરની અંદરથી મળી આવી હતી. જણાવી દઈએ કે,...
09:00 AM Jul 16, 2024 IST | Hardik Shah
VIP Chief Mukesh Sahni's father killed

Bihar : બિહારમાં VIP ચીફ મુકેશ સાહનીના પિતા જીતન સાહની (VIP Chief Mukesh Sahni's father Jitan Sahni) ની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા (Murder) કરવામાં આવી છે. જીતન સાહનીની લાશ તેમના ઘરની અંદરથી મળી આવી હતી. જણાવી દઈએ કે, મુકેશ સાહની બિહારની મુખ્ય VIP પાર્ટીના અધ્યક્ષ છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તેઓ INDIA ગઠબંધન સાથે હતા. RJD નેતા તેજસ્વી યાદવનો પ્લેનમાં માછલી ખાતા એક વીડિયો પણ બહાર આવ્યો હતો, જે બાદ ઘણો વિવાદ થયો હતો.

મુકેશ સાહનીના પિતાની ઘાતકી હત્યા

આજે સવારે બિહાર સરકારના પૂર્વ મંત્રી મુકેશ સાહનીના પિતા જીતન સાહનીની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પોલીસ સૂત્રોનું કહેવું છે કે અંગત અદાવતના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે. મળી રહેલી માહિતી અનુસાર, સમગ્ર મામલો દરભંગા જિલ્લાના ઘનશ્યામપુર વિસ્તારનો છે. આ ઘટના ગત રાત્રે અહીં બની હતી. મુકેશ સાહની બિહારમાં નાવિકોના મોટા નેતા હોવાનું કહેવાય છે. તેઓ વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા એટલે કે VIP પણ છે. જીતન સાહનીની લાશ ઘરમાં જ વિકૃત હાલતમાં મળી આવી હતી. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મુકેશ સાહની RJD સાથે હતા અને મહાગઠબંધનનો ભાગ હતા.

બિહારમાં ફરી કાયદા વ્યવસ્થાની પોલ ખુલી

પછાત સમુદાયથી આવતા મુકેશ સાહનીના પિતાની હત્યા બિહારમાં એક મોટો મુદ્દો બની શકે છે. આ ઘટનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે જીતન સાહનીની લાશ ઘરમાં જ વિકૃત હાલતમાં મળી આવી હતી. આ હત્યાકાંડ પર RJD પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે આ આશ્ચર્યજનક છે. એવું લાગે છે કે બિહારમાં હવે કોઈ સુરક્ષિત નથી. અહીં હત્યાઓનો સિલસિલો ચાલુ છે. મુકેશ સાહનીના પિતાની આ રીતે હત્યા થઈ શકે છે તો સુરક્ષિત કોણ? પ્રાપ્ત માહિતી અનુસાર, મુકેશ સાહની હાલ મુંબઈમાં હતા. સમાચાર મળતાં જ તે દરભંગા પરત ફરી રહ્યા છે.

બિહારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠ્યા સવાલો

જણાવવામાં આવી રહ્યું છે કે ગામમાં મુકેશ સાહનીનું બીજું જૂનું ઘર છે. જ્યાં તેમના પિતાની હત્યા કરવામાં આવી હતી તે મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. ઘરની અંદર ઘણી વસ્તુઓ ન હતી. આવા સંજોગોમાં લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે શું ખરેખર આવા ઘરમાં ચોરી માટે આટલી જઘન્ય હત્યા કરવામાં આવી શકે? જીતન સાહનીના પરિચિત લોકોનું કહેવું છે કે તેમને રાજકારણ કે કોઈ વ્યવસાય સાથે કોઈ લેવાદેવા નથી. તે ગામમાં રહેતા હતા અને સાદું જીવન જીવતા હતા. તેમની હત્યા કોણે અને શા માટે કરી તે કોઈ સમજી શક્યું નથી. આ ઘટના બાદ બિહારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપરાંત SFLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો - ‘જ્યારે અમારા ઘર બળી રહ્યા હતા ત્યારે તમે ક્યા હતા’, મંત્રીને જોઇ ગુસ્સે ભરાયું ટોળુ

આ પણ વાંચો - Controversial Statement : ભાજપ નેતાએ વિદ્યાર્થીઓને ભણવાનું છોડી પંચરની દુકાન ખોલવાનું કહ્યું!

Tags :
BiharBihar Crime NewsBihar law and orderBihar VIP partyCrimeDarbhangaDarbhanga incidentGujarat FirstHardik ShahJeetan SahaniJitan SahaniJitan Sahni murderMukesh SahaniMukesh Sahani Father MurderedMukesh Sahani father shot deadmukesh sahnimukesh sahni father killedMukesh Sahni father's murdermukesh sahni newsMukesh Sahni's father deadMurderPersonal enmity murderPolitical leader's father killedVIPVIP chief Mukesh SahniVIP Party
Next Article