Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan : એકબીજા પર છોડ્યા મોર્ટાર શેલ અને આધુનિક હથિયારોથી ફાયરિંગ

Pakistan : પાકિસ્તાન (Pakistan ) માં શિયા અને સુન્ની સમુદાયો વચ્ચેની હિંસામાં 36 લોકો માર્યા ગયા છે, જ્યારે 162થી વધુ ઘાયલ થયા છે. આ લડાઈ જમીનના એક ટુકડાને લઈને થઈ હતી. આ મામલો ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના અપર કુર્રમ જિલ્લાના બોશેરા...
pakistan   એકબીજા પર છોડ્યા મોર્ટાર શેલ અને આધુનિક હથિયારોથી ફાયરિંગ
Advertisement

Pakistan : પાકિસ્તાન (Pakistan ) માં શિયા અને સુન્ની સમુદાયો વચ્ચેની હિંસામાં 36 લોકો માર્યા ગયા છે, જ્યારે 162થી વધુ ઘાયલ થયા છે. આ લડાઈ જમીનના એક ટુકડાને લઈને થઈ હતી. આ મામલો ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના અપર કુર્રમ જિલ્લાના બોશેરા ગામનો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે કબિલા વચ્ચે પાંચ દિવસ પહેલા ઝઘડો શરુ થયો હતો. જો કે, બે જૂથો વચ્ચેની લડાઈ હજી સમાપ્ત થઈ નથી અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હિંસા ચાલુ છે.

આ લડાઈમાં 36 માર્યા ગયા

કુર્રમના ડેપ્યુટી કમિશનર જાવેદુલ્લા મહેસૂદે જણાવ્યું હતું કે 2 કબિલા વચ્ચેની આ લડાઈમાં 36 માર્યા ગયા હતા અને 162 અન્ય ઘાયલ થયા હતા. ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી હિંસા ચાલી રહી છે. ખૈબર પખ્તુનખ્વા અફઘાનિસ્તાનને અડીને આવેલું છે. આ બંને જાતિઓ અનુક્રમે શિયા અને સુન્ની સંપ્રદાયની છે. સત્તાવાળાઓએ બંને કબિલાના નેતાઓ, લશ્કરી નેતૃત્વ, પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શિયા અને સુન્ની જૂથો વચ્ચે સમજૂતી કરાવી છે. જે જિલ્લાઓમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તેમાં બોશેરા, મલીખેલ અને દાંડારનો સમાવેશ થાય છે.

Advertisement

મોર્ટાર અને રોકેટ એકબીજા પર છોડવામાં આવ્યા

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બંને કબિલાના લોકોએ અત્યાધુનિક હથિયારોથી એકબીજા પર ફાયરિંગ કર્યું હતું અને શેલ પણ છોડ્યા હતા. પારાચિનાર અને સદ્દા સાથે અન્ય વિસ્તારોએ એકબીજા સામે મોર્ટાર શેલ અને રોકેટ લોન્ચરનો ઉપયોગ કર્યો હતો. તમને જણાવી દઈએ કે કુર્રમ જનજાતિનો વિશાળ વિસ્તાર છે.

Advertisement

અન્ય ક્ષેત્રોમાં સમાધાન માટે પ્રયાસો

અધિકારીએ કહ્યું કે અન્ય ક્ષેત્રોમાં સમાધાન માટે પ્રયાસો ચાલુ છે. પાંચ દિવસ પહેલા જમીનના ટુકડાને લઈને શિયા અને સુન્ની વચ્ચે હિંસા શરૂ થઈ હતી. જો કે તે ટૂંક સમયમાં પેવાર, ટાંગી, બાલિશખેલ, ખાર કાલે, મકબાલ, કુંજ અલીઝાઈ, પારા ચમકાની અને કરમાન વિસ્તારોમાં ફેલાઈ ગઈ.

મૃત્યુઆંક વધવાની આશંકા

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગત રાતથી ચાર વખત બંને જાતિઓ વચ્ચે લડાઈ થઈ છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. હિંસાને જોતા તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. દિવસ દરમિયાન વાહનવ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો-----Israel દેશ ફરી માતમ ફરી વળ્યું, Hezbollah ના રોકેટ હુમલામાં 12 બાળકોના મોત

Tags :
Advertisement

Trending News

.

×