Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vibrant Gujarat Global Summit અત્યાર સુધીની સૌથી મોટી ઈવેન્ટ બનશે : આયોજક

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit) નું 10 થી 12 જાન્યુઆરી દરમિયાન આયોજન થવા જઇ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી એટલે કે સોમવાર (8 જાન્યુઆરી) થી ત્રણ દિવસીય (10 જાન્યુઆરી સુધી) ગુજરાતના પ્રવાસે...
vibrant gujarat global summit અત્યાર સુધીની સૌથી મોટી ઈવેન્ટ બનશે   આયોજક

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit) નું 10 થી 12 જાન્યુઆરી દરમિયાન આયોજન થવા જઇ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી એટલે કે સોમવાર (8 જાન્યુઆરી) થી ત્રણ દિવસીય (10 જાન્યુઆરી સુધી) ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. વળી આ દરમિયાન PM મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે.

Advertisement

133 દેશોના CEO હાજરી આપે તેવી સંભાવના

રોઇટર્સના અહેવાલ મુજબ, 10-12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit) માં 133 દેશોના CEO, બિઝનેસ લીડર્સ, મંત્રીઓ અને રાજદ્વારીઓ સહિત લગભગ 100,000 લોકો હાજરી આપે તેવી સંભાવના છે. આયોજકોનું કહેવું છે કે આ અત્યાર સુધીની સૌથી મોટી ઈવેન્ટ બનવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે દર 2 વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષની ઇવેન્ટ તેની 10મી આવૃત્તિ બનવા જઈ રહી છે. જણાવી દઇએ કે, PM મોદી 2014માં સત્તામાં આવ્યા ત્યારથી વિદેશી રોકાણકારોએ ભારત પર સતત મોટા દાવ લગાવ્યા છે. એપલ (Apple), સેમસંગ (Samsung), એરબસ (Airbus) જેવી કંપનીઓએ ભારતમાં તેમની કામગીરીનો વિસ્તાર કર્યો છે. જોકે, કેટલાક દિગ્ગજો કહી રહ્યા છે કે ડિજિટલ પેમેન્ટ (Digital Payment), મેન્યુફેક્ચરિંગ (Manufacturing) અને ઈ-કોમર્સ (E-Commerce) જેવા ક્ષેત્રોમાં ભારતીય ઉદ્યોગપતિઓને બચાવવાની નીતિઓને કારણે વિદેશી રોકાણકારો માટે તે નુકસાનકારક છે.

દેશનો સૌથી મોટો ટ્રેડ શો

10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે, ગુજરાત સરકાર 09 થી 13 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ (Helipad Ground) ખાતે 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2024'નું આયોજન કરી રહી છે. ખાસ વાત એ છે કે આ ટ્રેડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 9 જાન્યુઆરીએ બપોરે 3.00 કલાકે પ્રદર્શનો અને સ્ટોલ સાથે 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા દેશના સૌથી મોટા વૈશ્વિક વેપાર શોનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત દેશ-વિશ્વના મહાનુભાવો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. આ પહેલા PM મોદી 9 જાન્યુઆરીએ સવારે 9:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર પહોંચશે, જ્યાં તેઓ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ત્યારબાદ તે ટોચની વૈશ્વિક કંપનીઓના CEO સાથે પણ બેઠક કરશે.

Advertisement

આ આકર્ષણનું કેન્દ્ર બનશે

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં કંપનીઓ વર્લ્ડ ક્લાસ અત્યાધુનિક ટેક્નોલોજી સાથે બનેલી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરશે. ટ્રેડ શોના કેટલાક ફોકસ સેક્ટરમાં ઈ-મોબિલિટી, સ્ટાર્ટ-અપ્સ, માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ (MSME), બ્લુ ઈકોનોમી, ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ ટ્રેડ શો કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ અને પોર્ટ્સ એન્ડ મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરશે. આ સિવાય ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ, ઇલેક્ટ્રિક વાહન, ગ્રીન હાઇડ્રોજન, એરક્રાફ્ટ અને સંલગ્ન ઉદ્યોગો, રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ESDM), ફિનટેક, સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ સહિતના અન્ય ઉદ્યોગો પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે.

PM મોદીનો ગુજરાત કાર્યક્રમ

PM મોદીના મુખ્ય કાર્યક્રમોમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit) ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન સામેલ છે. PMO દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, PM મોદી 8 થી 10 જાન્યુઆરી 2024 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. PM મોદી આજે રાત્રે 8.30 કલાકે અમદાવાદ આવશે. જે પછી તેઓ એરપોર્ટથી સીધા રાજભવન પહોંચશે. જ્યા તેઓ રાત્રિ આરામ કરશે.

Advertisement

તેઓ 9 જાન્યુઆરીએ સવારે 9:30 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિર પહોંચશે, જ્યાં તેઓ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ત્યારબાદ વડાપ્રધાન ટોચની વૈશ્વિક કંપનીઓના CEO સાથે મુલાકાત કરશે અને ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં બિઝનેસ લીડર્સ સાથે ચર્ચા કરશે. તેઓ બપોરે 3 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે.

બીજા દિવસે, 10 જાન્યુઆરીએ, સવારે 9:45 કલાકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગાંધીનગરના મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરશે. આ પછી તે ટોચની વૈશ્વિક કંપનીઓના CEO સાથે બેઠક કરશે. વડાપ્રધાન ત્યારબાદ ગિફ્ટ સિટી જવા રવાના થશે, જ્યાં સાંજે લગભગ 5:15 વાગ્યે તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં બિઝનેસ લીડર્સ સાથે ચર્ચા કરશે.

2019 અને 2023 વચ્ચે અંદાજે $34 બિલિયનનું રોકાણ કરવામાં આવ્યું 

જણાવી દઈએ કે ગુજરાતમાં 2019 થી 2023 વચ્ચે લગભગ 34 બિલિયન ડોલરનું વિદેશી રોકાણ આકર્ષિત થયું છે. વિદેશી મૂડીરોકાણની દૃષ્ટિએ ગુજરાત આ સમયગાળા દરમિયાન ભારતમાં ત્રીજા સ્થાને રહ્યું છે. પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર છે જેની પાસે ભારતની આર્થિક રાજધાની મુંબઈ છે. બીજા ક્રમે કર્ણાટક છે જેની રાજધાની બેંગલુરુ દેશની સિલિકોન વેલી તરીકે ઓળખાય છે.

અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર શણગારવામાં આવ્યું

અમદાવાદ એરપોર્ટ જવાના રસ્તાઓ ઉપર રંગરોગાન, બેનર, પોસ્ટર, સહિતની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વાયબ્રન્ટની તૈયારીને લઈને અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીના તમામ રસ્તાઓ પર બેરીકેટસ લગાવી દેવાયા છે. વાયબ્રન્ટ ગુજરાત સમીટને લઈને એરપોર્ટ ઓર્થોરિટીમાં બેઠકમાં દોર શરૂ થઈ ગયો છે. અન્ય ફ્લાઇટની વ્યવસ્થા ખોરવાય નહીં તેવા પ્રકારની વ્યવસ્થા એરપોર્ટ પર કરવામાં આવશે.

આ પણ વાંચો - Vibrant Gujarat : PM MODI અને મહેમાનોને પીરસાશે વિશેષ વ્યંજન, વાંચો યાદી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.