Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

"મને કંઇ પણ થશે તો રાજેશ ચુડાસમા"... જાણો કોણે કહ્યું

MP Rajesh Chudasama : જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા (MP Rajesh Chudasama)થી હવે પક્ષના નેતાને જ ડર લાગી રહ્યો છે. રાજેશ ચુડાસમાએ આપેલી ગર્ભીત ધમકી બાદ વેરાવળ ભાજપના નેતા રાકેશ દેવાણીએ પોતાની પર હુમલો થઇ શકે છે તેવો દાવો કરતી અરજી...
01:29 PM Jun 24, 2024 IST | Vipul Pandya
MP Rajesh Chudasama

MP Rajesh Chudasama : જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા (MP Rajesh Chudasama)થી હવે પક્ષના નેતાને જ ડર લાગી રહ્યો છે. રાજેશ ચુડાસમાએ આપેલી ગર્ભીત ધમકી બાદ વેરાવળ ભાજપના નેતા રાકેશ દેવાણીએ પોતાની પર હુમલો થઇ શકે છે તેવો દાવો કરતી અરજી જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી છે જેનાથી જૂનાગઢનું રાજકારણ ફરી એક વાર ગરમાયું છે.

તેમની ગર્ભીત ધમકી બાદ મને ડર લાગે છે

વેરાવળના ભાજપ નેતા રાકેશ દેવાણીએ સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરીને કહ્યું છે કે આ વીડિયો બનાવાની ફરજ એટલે પડી કે અમારા વિસ્તારના સેવાભાવી ડો. અતુલ ચગ સાહેબે આત્મહત્યા કરી હતી. તેમણે સ્યુસાઇડ નોટમાં રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ લખ્યું હતું. તે વખતે મે પોલીસને કહ્યું હતું કે જે જવાબદાર હોય તેમને છોડવા ના જોઇએ. 3 મહિના પછી ફરિયાદ નોંધાઇ હતી પણ આ કેસમાં રાજેશ ચુડાસમાની કોઇ ધરપકડ થઇ નથી. ચૂંટણી સમયે તથાકથિત સમાધાનની વાતો આવી હતી. આ કેસમાં કોર્ટે ક્લીન ચીટ આપી નથી. રાજેશ ચુડાસમા માંડ માંડ જીત્યા છે. હમણાં પ્રાચીમાં જે આભાર સમારોહમાં સાંસદે ધમકી આપી હતી કે જે મને નડ્યા તેમને મુકવાનો નથી. મે તેમનો ખુલ્લેઆમ વિરોધ કરેલો હતો કે તેમને મત રુપી દાન ના આપતા. તેમની ગર્ભીત ધમકી બાદ મને ડર લાગે છે. મે પોલીસ અધિકારીઓ અને મુખ્યમંત્રી ઉદ્દેશીને અરજી ઇનવર્ડ કરી છે. મારા જાનમાલને ખતરો છે. રાજેશ ચુડાસમા સામે ભયનો માહોલ ઉભો થયો છે.

તેમને કંઈ પણ થશે તો સાંસદ ચુડાસમા જવાબદાર

જિલ્લા ભાજપના કારોબારી સભ્ય રાકેશ દેવાણીએ કહ્યું કે તેમને કંઈ પણ થશે તો સાંસદ ચુડાસમા જવાબદાર છે. સાંસદ મળતિયા મારફતે હમલો કરાવી શકે છે તેવો ભય તેમણે વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો---- VADODARA : BJP કોર્પોરેટરના ભાઇને ધમકી, “રૂ. 1 કરોડ તૈયાર રખના, નહી તો….”

આ પણ વાંચો----સાંસદની ધમકી..”જે 5 વર્ષ નડ્યા તેમને મુકવાનો નથી…”

Tags :
Dr Atul Chag Suicide CaseGujarat BJPGujarat FirstJunagadhMPMP Rajesh ChudasamaPolice complaintSocial MediaThreatVeraval BJP
Next Article