વાવ વિધાનસભા ચૂંટણીમાં 321 મતદાન મથકો પર યોજાશે મતદાન
Vav Assembly Election : વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે 13 નવેમ્બર, 2024 ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ 10 ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
- વિધાનસભામાં મતવિસ્તાર 192 મતદાન મથકો આવેલા
- કુલ 3,10,775 મતદારો પોતાનો મત આપશે
- 23 નવેમ્બરે મતગણતરી બાદ પરિણામની જાહેરાત
ગુજરાતની 07-વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 9 થી સાંજના 6 કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન મથકો ખાતે કુલ 1412 જેટલા અધિકારીશ્રી/કર્મચારીઓ ફરજ બજાવશે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરૂષ, 1,491,478 સ્ત્રી અને 1 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 23 નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો: કમળપૂજાની અંધશ્રદ્ધામાં આધેડે પોતાનું ગળું શિવલિંગ સામે કાપીને...