Vande Bharat Sleeper Coach માં વિમાન જેવી સુવિધા, જુઓ પ્રથમ ઝલક
વંદે ભારત સ્લીપર કોચની પ્રથમ ઝલક આવી સામે
વંદે ભારત સ્લીપર કોચમાં કુલ 823 બર્થ હશે
ટ્રેન સરેરાશ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે
Vande Bharat Sleeper Coach Video : આજરોજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુમાં BEML (Bharat Earth Movers Limited) સુવિધા સાથે સર્વશ્રષ્ઠ Vande Bharat Sleeper Coach ના પ્રોટોટાઇપનું અનાવરણ કર્યું હતું. Vande Bharat Sleeper Coach ને પાટા પર દોડાવ્યા પહેલા 10 દિવસ સુધી વિવિધ પડકારરૂપી પરિક્ષણમાંથી પસાર કરવામાં આવી હતી. તો અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વંદે ભારત ચેર કાર પછી અમે Vande Bharat Sleeper Coach પર કામ કરી રહ્યા હતાં. તેનું બાંધકામ હવે પૂર્ણ થઈ ગયું છે. આ ટ્રેન આજે BEML સુવિધાથી ટ્રાયલ અને ટેસ્ટિંગ માટે રવાના થશે.
વંદે ભારત સ્લીપર કોચની પ્રથમ ઝલક આવી સામે
રેલ્વે મંત્રીએ Vande Bharat Sleeper Coach નું નિરીક્ષણ કર્યું અને તેની ડિઝાઇન અને નિર્માણ કરનાર રેલ્વે કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. Vande Bharat Sleeper Coach અને હાલના કોચ વચ્ચેના મુખ્ય તફાવતો વિશે માહિતી શેર કરી હતી. તેમાં પણ ખાસ કરીને ઝડપ, સલામતી અને મુસાફરોની સુવિધાઓના સંદર્ભમાં માહિતી પ્રદાન કરી હતી. Vande Bharat Sleeper Coach ને આગામી 3 મહિનાની અંદર નાગરિકો માટે પાટા પર દોડાવવામાં આવશે. એક વખત પ્રોટોટાઈપની ટ્રાયલ પૂર્ણ થઈ જશે તો Vande Bharat Sleeper Coach નું મોટા પાયે ઉત્પાદન શરૂ થશે. ઉત્પાદન શરૂ થયાના શરૂઆતના દોઢ વર્ષ પછી દર મહિને બેથી ત્રણ ટ્રેન દોડાવવાની યોજના છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના 75 વર્ષ થયા પૂર્ણ, ન્યાયાલયને મળ્યું નવતર ચિહ્ન અને ધ્વજ
Best in the world बनना है!
🚄Vande Bharat Sleeper!
📍BEML in Bengaluru, Karnataka. pic.twitter.com/76bf1i9t2S— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 1, 2024
વંદે ભારત સ્લીપર કોચમાં કુલ 823 બર્થ હશે
Vande Bharat Sleeper Coach એ 800 થી 1,200 કિલોમીટરની મુસાફરી માટે તૈયાર કરવામાં આવી છે. દરેક Vande Bharat Sleeper Coach માં 16 કોચ હશે. જેમાં 11 એસી થ્રી-ટાયર (611 બર્થ), ચાર એસી ટુ-ટાયર (188 બર્થ) અને એક એસી ફર્સ્ટ ક્લાસ કોચ (24 બર્થ) હશે. એક ટ્રેનમાં કુલ 823 બર્થ હશે. આ ટ્રેનસેટ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. જેમાં આધુનિક સુરક્ષા સુવિધાઓ હશે. સેફ્ટી ફીચર્સ ઉપરાંત Vande Bharat Sleeper Coach વર્લ્ડ ક્લાસ ફીચર્સથી સજ્જ છે. તેમાં યુએસબી ચાર્જિંગ પોઈન્ટ, જાહેર જાહેરાત અને વિઝ્યુઅલ ઈન્ફોર્મેશન સિસ્ટમ, મોડ્યુલર પેન્ટ્રી અને વિકલાંગ મુસાફરો માટે વિશેષ બર્થ અને શૌચાલય સાથે રીડિંગ લાઇટને સંકલિત કરવામાં આવી છે.
First visual of the #VandeBharatSleeper is here!
Union Minister @AshwiniVaishnaw unveiled the prototype version of #VandeBharat sleeper coach today.#VandeBharatTrain
Credit: @DDNewslive@RailMinIndia @Murugan_MoS @PIB_India pic.twitter.com/TbTew5TJLN
— Ministry of Information and Broadcasting (@MIB_India) September 1, 2024
ટ્રેન સરેરાશ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે
વંદે ભારતના સ્લીપર વર્ઝનની સરેરાશ ઝડપ રાજધાની એક્સપ્રેસ કરતા વધુ હશે. Vande Bharat Sleeper Coach એકવાર શરૂ થયા પછી, ટ્રેન સરેરાશ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે તેવી શક્યતા છે. જ્યારે ટ્રાયલ સ્પીડ 180 કિમી પ્રતિ કલાક હશે. Vande Bharat Sleeper Coach માં GFRP પેનલ્સ, સેન્સર-આધારિત આંતરિક, આધુનિક દરવાજા, એર્ગોનોમિકલી ડિઝાઈન કરેલ શૌચાલય, કોમ્યુનિકેશન રૂમ અને સામાન માટે મોટો લગેજ રૂમ હશે.
આ પણ વાંચો: આ રાજ્યએ 46 થી 65 હજાર વેતન સાથે મેટ્રોન ટ્રેન માટે ભરતી કરી જાહેર