Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ashwini Vaishnaw : વાજપેયીના નાયબ સચિવ, IAS ની નોકરી છોડી ગુજરાતમાં કામ કરી PM મોદીનું ધ્યાન ખેંચ્યું, વાંચો રેલવે મંત્રી વિશે

મોદી સરકાર 3.0 કેબિનેટના (Modi government 3.0) શપથગ્રહણના એક દિવસ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ નવા મંત્રીમંડળને વિભાગોની વહેંચણી કરી દીધી છે. ત્યારે અશ્વિની વૈષ્ણવને (Ashwini Vaishnaw) ફરી એકવાર રેલવે મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય, અશ્વિની વૈષ્ણવને માહિતી અને પ્રસારણ...
ashwini vaishnaw   વાજપેયીના નાયબ સચિવ  ias ની નોકરી છોડી ગુજરાતમાં કામ કરી pm મોદીનું ધ્યાન ખેંચ્યું  વાંચો રેલવે મંત્રી વિશે

મોદી સરકાર 3.0 કેબિનેટના (Modi government 3.0) શપથગ્રહણના એક દિવસ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ નવા મંત્રીમંડળને વિભાગોની વહેંચણી કરી દીધી છે. ત્યારે અશ્વિની વૈષ્ણવને (Ashwini Vaishnaw) ફરી એકવાર રેલવે મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય, અશ્વિની વૈષ્ણવને માહિતી અને પ્રસારણ મંત્રાલય અને IT મંત્રાલયની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

Advertisement

જણાવી દઈએ કે, અશ્વિની વૈષ્ણવ વર્ષ 2021માં મોદી સરકાર 2.0 માં (Modi government 2.0) પહેલીવાર મંત્રી બન્યા હતા. તેમની પાસે વર્ષ 2024 સુધી ટેલિકોમ અને આઈટી મંત્રાલયનો હવાલો પણ હતો. તેમને માત્ર વડાપ્રધાન જ નહીં પરંતુ તેમના કેબિનેટ સાથીદારો તરફથી પણ અનેક પ્રસંગોએ પ્રશંસા મળી હતી. અશ્વિની વૈષ્ણવ ઓડિશા કેડરના IAS અધિકારી રહી ચૂક્યા છે.

Advertisement

અશ્વિની વૈષ્ણવ મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન રેલવે સેક્ટરમાં સુધારા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં જાહેર-ખાનગી ભાગીદારી મોડલ સ્થાપિત કરવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે. ઓડિશાના રાજ્યસભાના સભ્ય વૈષ્ણવ (53) ને વર્ષ 2002 માં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના (Atal Bihari Vajpayee) કાર્યાલયમાં નાયબ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે ભારતીય જનતા પાર્ટીનું (BJP) બીજુ જનતા દળ (BJD) સાથે ગઠબંધન થયું હતું. ત્યાર બાદ જુલાઈ 2021 માં નરેન્દ્ર મોદી કેબિનેટ 2.0 માં તેમનો સમાવેશ ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતો.

ગુજરાતમાં કામ કરી PM મોદીનું ધ્યાન આકર્ષિત કર્યું

અશ્વિની વૈષ્ણવને (Ashwini Vaishnaw) અટલ બિહારી વાજપેયીના ખાનગી સચિવ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા જ્યારે ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) 2004 માં ચૂંટણી હારી ગયું હતું. સરકારી નોકરી છોડીને તેઓ ખાનગી ક્ષેત્રમાં જોડાયા અને ગુજરાતમાં કામ કર્યું હતું. દરમિયાન, તેમણે પીએમ મોદીનું ધ્યાન આકર્ષિત કર્યું, જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા.

Advertisement

અશ્વિની વૈષ્ણવનો પ્રારંભિક જીવન પરિચય

અશ્વિની વૈષ્ણવનો જન્મ 18 જુલાઈ 1970ના રોજ રાજસ્થાનના જોધપુર જિલ્લામાં થયો હતો. તેમનો પરિવાર મૂળ રાજસ્થાનના (Rajasthan) પાલી જિલ્લાના જીવનંદ કલા ગામનો છે, પરંતુ બાદમાં તેમનો પરિવાર જોધપુરમાં સ્થાયી થયો હતો. વૈષ્ણવના લગ્ન 15 ફેબ્રુઆરી 1995ના રોજ સુનીતા નામની યુવતી સાથે થયા હતા. તેમને રાહુલ વૈષ્ણવ અને તાન્યા વૈષ્ણવ નામના પુત્ર અને પુત્રી છે.

અશ્વિની વૈષ્ણવનો અભ્યાસ

વૈષ્ણવનું શાળાકીય શિક્ષણ તેમના વતનથી દૂર દિલ્હીમાં (Delhi) થયું હતું. બાદમાં તેઓ વધુ અભ્યાસ માટે રાજસ્થાનના જોધપુર ગયા હતા. વર્ષ 1992 માં, તેમણે એમબીએમ એન્જિનિયરિંગ કૉલેજ, જોધપુરમાંથી (Jodhpur) B.Tech ડિગ્રી મેળવી, જ્યાં તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ પછી, તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો અને ભારતની સૌથી મોટી તકનીકી સંસ્થા IIT માં જોડાયા, તેમણે સાલ 1994 માં IIT કાનપુરમાંથી (IIT Kanpur) M.Tech ડિગ્રી મેળવી. દરમિયાન, તેમણે ભારતીય વહીવટી સેવાના ઓડિશા (Odisha) કેડરના અધિકારી (Indian Politician and Former IAS Officer) તરીકે ચાર્જ સંભાળ્યો હતો. આ પછી સાલ 2008માં વૈષ્ણવ પોતાની સરકારી નોકરી છોડીને અમેરિકા ગયા અને ત્યાંથી MBA નો અભ્યાસ કર્યો હતો. સરકારી નોકરી છોડીને તેઓ ખાનગી ક્ષેત્રમાં જોડાયા અને ત્યાર બાદ ગુજરાતમાં નોકરી કરી હતી. દરમિયાન તેમણે પીએમ મોદીનું ધ્યાન આકર્ષિત કર્યું હતું, જેઓ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા.

આ પણ વાંચો - S. Jaishankar : ફરી એકવાર વિદેશ મંત્રાલયની જવાબદારી, ચાર્જ સંભાળતા પહેલા કહી આ વાત

આ પણ વાંચો - Mansukh Mandaviya એ શ્રમ અને રોજગાર તથા રમત ગમત યુવા કલ્યાણ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો…

આ પણ વાંચો - Gandhinagar : BJP ના નવા ધારાસભ્યોએ લીધા જનસેવાનાં ‘શપથ’, CM, ગૃહ રાજ્યમંત્રી રહ્યા હાજર

Tags :
Advertisement

.