Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Odisha Rail Accident : અકસ્માત બાદ ગુમ લોકો વિશે વાત કરતા ભાવુક થયાં રેલમંત્રી, કહ્યું, અમારી જવાબદારી..

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવુક થઈ ગયા હતા. રેલ્વે મંત્રી અસરગ્રસ્ત ટ્રેકના પૂર્વવત અંગે મીડિયાને માહિતી આપી હતી. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતી. રેલ્વે મંત્રીએ ભારે અવાજ સાથે કહ્યું કે, બાલાસોર રેલ દુર્ઘટના...
odisha rail accident   અકસ્માત બાદ ગુમ લોકો વિશે વાત કરતા ભાવુક થયાં રેલમંત્રી  કહ્યું  અમારી જવાબદારી

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવુક થઈ ગયા હતા. રેલ્વે મંત્રી અસરગ્રસ્ત ટ્રેકના પૂર્વવત અંગે મીડિયાને માહિતી આપી હતી. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતી. રેલ્વે મંત્રીએ ભારે અવાજ સાથે કહ્યું કે, બાલાસોર રેલ દુર્ઘટના સ્થળ પર રેલ ટ્રેકને પૂર્વવત કરવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે બંને બાજુથી (UP-DOWN) રેલ ટ્રાફિક માટે રસ્તો સાફ કરવામાં આવ્યો છે. એક તરફનું કામ એક દિવસમાં પૂર્ણ થયું હતું, હવે બીજી સાઈટનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે.

Advertisement

રેલમંત્રી થયાં ભાવુક

આ પછી તેણે ટ્રેન દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોનો ઉલ્લેખ કર્યો. રેલ્વે મંત્રીએ કહ્યું, ટ્રેક પર રસ્તો સાફ થઈ ગયો છે, પરંતુ અમારી જવાબદારી હજુ પુરી નથી થઈ. રેલ્વે મંત્રીએ ભાવુક સ્વરે કહ્યું, 'અમારો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુમ થયેલા લોકોના પરિવારના સભ્યો તેમના સંબંધીઓને વહેલી તકે મળી શકે. તેઓ શક્ય તેટલી વહેલી તકે શોધી શકાય. અમારી જવાબદારી હજી પૂરી થઈ નથી."

Advertisement

  • ઉલ્લેખનીય છે કે, બાલાસોરમાં જ્યાં ટ્રેન દુર્ઘટના થઈ હતી ત્યાં યુદ્ધના ધોરણે કામ ચોવીસ કલાક ચાલુ હતું. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે સતત હાજર હતા. સેંકડો રેલ્વે કર્મચારીઓ, બચાવ કર્મચારીઓ, ટેકનિશિયનથી માંડીને એન્જિનિયરો દિવસ-રાત કામ કરતા રહ્યા.

ટ્રેક પર પ્રથમ ટ્રેનનું સંચાલન શરૂ

Advertisement

અકસ્માત બાદ ઘટનાસ્થળે પરિસ્થિતિ ઝડપથી પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી હતી. રવિવારે આખો દિવસ ટ્રેકના રિસ્ટોરેશનનું કામ ચાલુ રહ્યું હતું. અકસ્માતના 51 કલાક પછી જ આ ટ્રેક પર પ્રથમ ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. જેને ટ્રેક યોગ્ય રીતે ફીટ કરવામાં આવ્યો છે કે કેમ તે જોવા માટે દોડાવવામાં આવી હતી અને ત્યાર બાદ રવિવારે મોડી રાત્રે અપ અને ડાઉન બંને લાઇનના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. હવે આ લાઇન અને અસરગ્રસ્ત ટ્રેક પરની ટ્રેનો ફરી એકવાર આગળ વધવા માટે તૈયાર છે.

આ પણ વાંચો : 51 કલાક પછી શરૂ કરાયો બાલાસોર ટ્રેક, રેલ્વે મંત્રીએ હાથ જોડ્યા, VIDEO

જણાવી દઈએ કે ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે સાંજે લગભગ 7 વાગે કોરોમંડલ એક્સપ્રેસ એક માલગાડી સાથે અથડાઈ હતી, જેના કારણે કોરોમંડલ એક્સપ્રેસના મોટાભાગના કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા તે જ સમયે પસાર થતી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસના કેટલાક અગાઉના ડબ્બા પલ્ટી ગયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 288 લોકોના મોત થયા છે અને 1,100થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો : ODISHA TRAIN ACCIDENT : રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન, અકસ્માતની તપાસ CBI કરશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.