VADODARA : રૂપિયાની ઉઘરાણીમાં વેપારીને નિર્વસ્ત્ર કરી લાકડી-પટ્ટાથી માર મરાયો
VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) માં વાસણા રોડ પર રહેતા અને કેમિકલનો ધંધો કરતા મૂળ મુંબઇને વેપારી જોડે રૂપિયાની ઉઘરાણી મામલે માથાભારે શખ્સો દ્વારા બર્બરતા આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વેપારીને નિર્વસ્ત્ર કરીને તેને લાકડી અને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેનો નિર્વસ્ત્ર હાલતમાં વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. (TRADER FACE MISBEHAVE) અને જો રૂપિયા નહીં આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. સમગ્ર મામલે વેપારીએ ગોત્રી પોલીસ મથક (GOTRI POLICE STATION - VADODARA) માં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાત્રે લેપટોપ પર કામ કરતા હતા
વાસણા રોડ પર આવેલા ફ્લેટ્સમાં રહેતા મનીષ મહેતાએ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, તેઓ અગાઉ મુંબઇમાં રહેતા હતા. અને પેટ્રોકેમિકલ ટ્રેડિંગનો ધંધો કરતા હતા. 22, એપ્રિલે રાત્રે 10 - 30 કલાકે તેઓ લેપટોપ પર કામ કરતા હતા. તે દરમિયાન તેમના ઘરનો ડોરબેલ વાગ્યો હતો. દરવાજો ખોલતા સામે તેમનો ગ્રાહક રાજેશ ખંડેલવાલ અને ચાર શખ્સો ઉભા હતા. બાદમાં ધંધાના બાકી રૂપિયા અંગે ધમકાવીને મારામારી કરી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવામાં આવી
બાદમાં રાજેશે સૌરભ ભાટિયાને ફોન કરીને કહ્યું કે, ઇસકો પકડ લીયા હૈ, છોડેંગે નહીં. ત્યાર બાદ વિપુલ જૈનને ફોન કરીને આ અંગેની જાણકારી આપી હતી. જેમાં વિપુલે કહ્યું કે, ઉસકો પકડકે રખ, મેં આતા હું. બાદમાં ફરી ફરિયાદીને માર મારવામાં આવ્યો હતો. દરમિયાન ફરિયાદીને રૂમમાં પુરી રાખ્યા બાદ બેલ્ટથી માર મારવામાં આવ્યો હતો. અને રાજેશ, ઇરફાન, વિપુલ અને તેની સાથે આવેલા અન્યએ તેમનું પેન્ટ ઉતારીને નિર્વસ્ત્ર કરી દીધા હતા. બાદમાં વીડિયો ઉતારવામાં આવ્યો હતો. અને તેના સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.
ઓફિસમાં કામ કરતી યુવતિનો વોટ્સએપ મેસેજ કર્યો
સુત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં રાત્રે 11 થી સવારે 4 વાગ્યા સુધી હુમલાખોરોએ વેપારીને ગોંધી રાખીને માર માર્યો હતો. બાદમાં 7 હુમલાખોરો નીકળી ગયા હતા. ફરિયાદીએ સવારે લેપટોપ ચાલુ કરીને ઓફિસમાં કામ કરતી યુવતિનો વોટ્સએપ મેસેજ કર્યો હતો. અને પોલીસને જાણ કરવા કહ્યું હતું. યુવતિએ તે પ્રમાણે કરતા પોલીસ પહોંચી હતી. ઉપરોક્ત મામલે રાજેશ ખંડેલવાલ, ઇરફાન, વિપુલ જૈન તથા અન્ય પાંચ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચૌરસિયાની જામીન અરજી નામંજુર