VADODARA : શહેર-જિલ્લામાં લોંગ ટર્મ વિઝા સાથે 72 પાકિસ્તાનીઓનો વસવાટ
VADODARA : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા બર્બરતાપૂર્ણ હુમલો (PAHALGAM TERROR ATTACK) કરવામાં આવ્યો છે. જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે, અને અનેક ઘાયલ થયા છે. જે બાદ ભારતે પાકિસ્તાન પર પ્રતિબંધો લાદી દીધા છે. જે પૈકી એક ભારતના શોર્ટ ટર્મ વિઝા ધરાવતા નાગરિકોએ દેશ છોડવો પડશે. જે અનુસાર, વડોદરાની એક મહિલાએ 27, એપ્રિલ સુધીમાં પરત જવું પડશે. આ વચ્ચે વિગતો સામે આવી છે કે, વડોદરા શહેર - જિલ્લામાં 72 જેટલા પાકિસ્તાની લોકો લોંગ ટર્મ વિઝા (PAKISTANI WITH LONG TERM INDIAN VISA) સાથે રહે છે. તે પૈકીના મોટા ભાગના હિંદુ છે, અને સરકારના નિર્ણયની તેમના પર કોઇ અસર નહીં પડે.
તેમને ભારત છોડવાનો પ્રતિબંધ લાગુ નહીં પડે
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની જઘન્ય ઘટના બાદ ભારતે પાકિસ્તાન પર આકરા પ્રતિબંધો લાદી દીધા છે. જે પૈકી એક ભારતના શોર્ટ ટર્મ વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોને 27 એપ્રિલ સુધીમાં દેશ છોડવા જણાવ્યું છે. આ અનુસાર, વડોદરામાં એક મહિલા શોર્ટ ટર્મ વિઝા પર આવ્યા છે. તેમણે આગામી બે દિવસમાં દેશ છોડવો પડશે. બીજી તરફ અહેવાલ થકી સામે આવ્યું કે, ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોને લોંગ ટર્મ વિઝા પણ આપવામાં આવે છે. આ પ્રકારના વિઝા ધરાવતા 72 લોકો વડોદરા શહેર જિલ્લામાં વસવાટ કરે છે. જો કે, તેમને ભારત છોડવાનો પ્રતિબંધ લાગુ નહીં પડનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
લોંગ ટર્મ વિઝાની મુદત પાંચ વર્ષ
સુત્રોએ ઉમેર્યું કે, પાકિસ્તાનમાં વિવિધ પ્રકારે હિંસાનો ભોગ બનનાર લોકો ભારતમાં લોંગ ટર્મ વિઝા માટે અરજી કરતા હોય છે. જેમાં મોટા ભાગના હિંદુ, શીખ, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મના લોકો હોય છે. ઝીણવટભરી તપાસના અંગે ભારત સરકાર તેમને લોંગ ટર્મ વિઝા આપતી હોય છે. વડોદરામાં હાલમાં લોંગ ટર્મ વિઝા સાથે રહેતા પાકિસ્તાની નાગરિકોની સંખ્યા 72 જેટલી છે. હાલની સ્થિતીને ધ્યાને રાખીને પોલીસ દ્વારા તેમના પર નજર રાખવામાં આવી રહી છે. લોંગ ટર્મ વિઝાની મુદત પાંચ વર્ષની હોવાનું સુત્રોએ આખરમાં ઉમેર્યું છે.
આ પણ વાંચો --- Pakistan ની નાપાક હરકત, LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ