VADODARA : અજાણ્યા શખ્સોએ પાકિસ્તાનના ઝંડા ચોંટાડતા ઉત્તેજના વ્યાપી
VADODARA : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા (PAHALGAM TERROR ATTACK) બાદ ભારત અને પાકિસ્તાન ((INDIA AND PAKISTAN TENSION RELATION) વચ્ચે તણાવભરી સ્થિતી સર્જાઇ છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કૃત્યોને ઠેર ઠેર વખોડવામાં આવી રહ્યો છે. ત્યારે આજે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રોડ પર અજાણ્યા શખ્સો દ્વારા પાકિસ્તાનના ઝંડા ચોંટાડવામાં આવ્યા હતા. વિરોધના ભાગરૂપે આ કામ કરવામાં આવ્યું હોવાનું સામાજીક કાર્યકર દ્વારા મીડિયાને જણાવાયું છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને ઝંડા દુર કર્યા હતા.
વિરોધ કરવાનો તમામને હક છે
સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ મીડિયાને જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 26 લોકોના મોત નીપજ્યા હતા, અને અન્યએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરવી પડી હતી. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વાઘેશ્વરી સોસાયટી પાસે રોડ પર પાકિસ્તાનના ધ્વજના સ્ટીકલ લગાડીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વિરોધ કરવાનો તમામને હક છે.
પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી દુર કરવું જોઇએ
વધુમાં જણાવ્યું કે, વડોદરા શાંત અને સંસ્કારી નગરી છે. ત્યારે શહેરમાં અશાંતિ ના ફેલાય તે માટે જનતાએ જાગૃત રહેવાનું છે. પીએમ મોદીને માંગણી કે, પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી દુર કરવું જોઇએ. વડોદરામાં ઝંડા ચોંટાડવા બાબતની જાણ થતા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ધ્વજને ઉખાડી લેવામાં આવ્યા હતા. વડોદરામાં શાંતિ જળવાય તે જોવાની જવાબદારી તમામની છે.
આ પણ વાંચો --- VADODARA : જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા મળી, તપાસમાં દુભાષિયાની મદદ લેવાઇ