VADODARA : MSU ની લો ફેકલ્ટીમાં છબરડો, 20 મિનિટ બાદ ભૂલ સમજાઇ
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ની લો ફેકલ્ટીની પરીક્ષામાં ગંભીર છબરડો સામે આવ્યો છે. બીએ એલએલબીના ત્રીજા વર્ષમાં પેપર આપી દીધા બાદ વિદ્યાર્થીઓ દ્વારા તેને લખવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. તે બાદ 20 મિનિટ વિતી ગઇ હતી. ત્યારે તંત્રના ધ્યાને આવ્યું કે, ખોટું પેપર આપી દેવામાં આવ્યું છે. બાદમાં વિદ્યાર્થીઓને નવું પેપર અને નવી સપ્લીમેન્ટ્રી આપવામાં આવી હતી. આ છબરડાં અને સત્તાધીશો દ્વારા કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. યુનિ. સુત્રો તરફથી આ માહિતી સપાટી પર આવવા પામી છે. (MSU LAW FACULTY EXAM PAPER A SERIOUS BLOW COME ON SURFACE - VADODARA)
પ્રોફેશનલ એથીક્સનું પેપર હતું
મહારાજા સયાજીરાવ યુનિ.ની લો ફેકલ્ટીમાં હાલ પરીક્ષા ચાલી રહી છે. દરમિયાન 15, એપ્રિલના રોજ લેવાયેલા પેપરમાં ગંભીર છબરડો સામે આવ્યો છે. તે દિવસે ટીવાય એલએલબીની પરીક્ષામાં પ્રોફેશનલ એથીક્સનું પેપર હતું. તેની જગ્યાએ બીએ એલએલબીનું પેપર આપવામાં આવ્યું હતું. પરીક્ષા શરૂ થયા બાદ વિદ્યાર્થીઓએ પેપર લખવાનું શરૂ કરી દીધા બાદ યુનિ. સત્તાધીશોને છબરડાંની ખબર પડી હતી. વિદ્યાર્થીઓ મુંજાતા તેમણે આ અંગે સત્તાધીશોને જાણ કરી હતી.
3 - 50 કલાકે વિદ્યાર્થીઓને નવું પેપર આપવામાં આવ્યું
આખરે પોતાની ભૂલ સમજાતા પેપર પરત લઇ લેવામાં આવ્યા હતા. અને તેની જગ્યાએ નવા પેપર આપવામાં આવ્યા હતા. પરીક્ષાનો સમય 3 - 30 થી 6 - 30 સુધીનો હતો. તે દિવસે 3 - 50 કલાકે વિદ્યાર્થીઓને નવું પેપર આપવામાં આવ્યું હતું. આ એક્ઝામમાં આશરે 100 થી વધુ વિદ્યાર્થીઓ બેઠા હતા. વિદ્યાર્થીઓને પહેલું જે પેપર આપવામાં આવ્યું હતું, તે તેમના સિલેબસ બહારનું હતું, તેને 20 મિનિટ બાદ બદલીને જે વિષયનું હતું, તે પેપર અને નવી સપ્લીમેન્ટ્રી આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : બોગસ ફાયર NOC કૌભાંડ ખુલ્યું, બિલ્ડીંગ સંચાલકને નોટીસ