Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં વધુ એકવાર પેપર ફૂટ્યું? વિદ્યાર્થીઓને એક દિવસ અગાઉ પેપર મળ્યું હોવાની ચર્ચા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પેપર ફૂંટવાનો સીલસીલો ચાલું છે. અત્યાર સુધી સરકાર નોકરી માટે લેવામાં આવતી પરીક્ષાના પેપર ફૂટ્યા છે પરંતુ હવે કોલેજનું પેપર ફૂટ્યું હોવાનું ચર્ચામાં આવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, વીર નર્મદ દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીનું પેપર ફૂટ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક વિવાદ સૌથી વધુ ચાલી રહ્યો છે અને તે છે પરીક્ષાના પેપર કેમ ફૂટી રહ્યા છે. તાજેત
રાજ્યમાં વધુ એકવાર પેપર ફૂટ્યું  વિદ્યાર્થીઓને એક દિવસ અગાઉ પેપર મળ્યું હોવાની ચર્ચા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પેપર ફૂંટવાનો સીલસીલો ચાલું છે. અત્યાર સુધી સરકાર નોકરી માટે લેવામાં આવતી પરીક્ષાના પેપર ફૂટ્યા છે પરંતુ હવે કોલેજનું પેપર ફૂટ્યું હોવાનું ચર્ચામાં આવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, વીર નર્મદ દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીનું પેપર ફૂટ્યું છે. 
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક વિવાદ સૌથી વધુ ચાલી રહ્યો છે અને તે છે પરીક્ષાના પેપર કેમ ફૂટી રહ્યા છે. તાજેતરમાં પણ પેપર ફૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જીહા, સુત્રોના જણાવ્યા અનુસાર, B.Com સેમેસ્ટર-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલા ફૂટ્યું હોવાનો સેનેટ સભ્યે આક્ષેપ કર્યો છે. મળતી માહિતી અનુસાર, પેપર ફૂટવાના સમાચાર સામે આવ્યા બાદ કુલપતિ દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. બપોરે 2 વાગ્યા પેપર શરૂ થયું હતું જેને હવે રદ કરી દેવામાં આવ્યું છે. સુત્રોની માનીએ તો કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓને એક દિવસ અગાઉ ઈકોનોમિક્સનું પેપર મળી ગયું હતું. મળતી માહિતી મુજબ, વાડિયા વિમેન્સ કોલેજમાં બી કોમ સેમસ્ટર- 6 નું પેપર ફૂટ્યું છે. નોંધનીય છે કે, રાજ્યની વધુ એક યુનિવર્સિટીમાં પેપર ફૂટવાની ઘટનાથી હવે વિદ્યાર્થીઓ અકળાયા છે. સતત આ પ્રકારની ઘટનાએ હવે રાજ્યમાં જે વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે તેમને પણ હતાશ કર્યા છે. 

કેટલાક વિદ્યાર્થી આગેવાનો આ પ્રકારનો આક્ષેપ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, આ તો સ્પષ્ટ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા છે. જોકે, ભાવેશ રબારીના દાવાને યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરે ફગાવી દીધો છે. યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અમારી સ્ક્વોર્ડને માહિતી મળી હતી કે, કલાક પહેલાં જ પેપર ખુલ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. પરંતુ રજૂઆતની ગંભીરતાને લઈને વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, નર્મદ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાઓ લેવાઇ રહી હતી. પરંતુ પરીક્ષા મામલે યુનિવર્સિટીના સત્તાધીશો બિન્દાસ્ત જોવા મળી રહ્યાં છે. કોઇને ને કોઇ પરીક્ષામાં ક્ષતિના કારણે યુનિવર્સિટીમાં છબરડાઓ થતા જ રહે છે. જેમાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી, પરંતુ વિદ્યાર્થીઓ ટેન્શનમાં મૂકાઈ જાય છે.
Advertisement
Tags :
Advertisement

.