VADODARA : લિફ્ટ બંધ થતા અરજદાર વૃદ્ધાને વ્હિલચેરમાં ઉંચકીને લઇ જવાયા
VADODARA : વડોદરામાં સમા વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરી (VADODARA MAMLATDAR OFFICE - SAMA) માં આવતા વૃદ્ધ અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કચેરીમાં વિતેલા એક સપ્તાહથી લિફ્ટ બંધ છે. (LIEF NOT WORKING - VADODARA) જેના કારણે વૃદ્ધ અરજદારોએ દાદરા ચઢીને જવા મજબુર બન્યા છે. તાજેતરમાં એક મહિલા ચાલી શકે તેમ ના હોવાના કારણે તેમને વ્હિલચેરમાં ઉંચકીને બીજા માળે લઇ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેના કારણએ મહિલા અને તેમને લઇ જવામાં મદદ કરનારાઓને તકલીફનો સામનો કરવો પડ્યો છેે. આ અંગે કચેરીના નાયબ મામલતદારે મીડિયાને જણાવ્યું કે, લિફ્ટનું સેન્સર બગડ્યું છે. તે મંગાવવામાં આવ્યું છે. બાદમાં લિફ્ટ શરૂ થઇ જશે.
મેડિકલ સર્ટીફીકેટ માંગવામાં આવ્યું
વડોદરાના રેસકોર્ષ વિસ્તારમાં રહેતા સમીર શેઠી તેમના 82 વર્ષિય માતાને લઇને પ્રોપર્ટીનો દસ્તાવેજ કરવા માટે સમા મામલતદાર કચેરીએ આવ્યા હતા. આ કચેરીના બીજા માળે સબ રજિસ્ટ્રાર કચેરી આવેલી છે. દસ્તાવેજ કરવાનો હોવાથી અરજદારની માતાની હાજરી અનિવાર્ય હતી. દરમિયાન વ્હિલચેરમાં વૃદ્ધા લિફ્ટ પાસે આવ્યા ત્યારે જાણ્યું કે તે બંધ છે. બાદમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઇને આ અંગેની જાણ કરી તેમની નીચે આવવા તેમણે જણાવ્યું હતું. આવી કપરી પરિસ્થિતીમાં અરજદારને મદદ કરવાની જગ્યાએ કચેરીમાંથી મેડિકલ સર્ટીફીકેટ માંગવામાં આવ્યું હતું.
અધિકારીઓએ લોકોની મુશ્કેલીનો વિચાર કરવો જોઇએ
એટલું જ નહીં ચાર દિવસ બાદ દસ્તાવેજ કરાવવા માટે ફરી આવવા જણાવ્યું હતું. જેથી અરજદારે હિંમત કરીને અન્યની મદદથી તેમના વ્હિરચેરમાં બેઠેલા માતાને ઉંચકીને દાદરા વડે ઉપર લઇ ગયા હતા. અને ત્યાં જઇને દસ્તાવેજની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોતાની આપવીતિ જણાવતા વૃદ્ધાએ મીડિયાને કહ્યું કે, મે તકલીફ નથી પડી નથી, પરંતુ મને જે લઇને આવ્યા તેમને પડી છે. અધિકારીઓએ લોકોની મુશ્કેલીનો વિચાર કરવો જોઇએ. અને બધા કામ પડતા મુકીને લિફ્ટ રીપેર કરાવવી જોઇએ. જ્યારે આ અંગે નાયબ મામલતદારે મીડિયાને જણાવ્યું કે, લિફ્ટનું સેન્સર બગડ્યું છે. તે મંગાવવામાં આવ્યું છે. બાદમાં લિફ્ટ શરૂ થઇ જશે.
આ પણ વાંચો --- VADODARA : ચોમાસા પહેલા પાલિકાની કચેરીએ નવા તરાપાનું આગમન