Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં ભુમાફીયાઓ ઉપર મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ ટીમના દરોડા

ભરૂચ પૂર્વ પટ્ટી વિસ્તારના ઝનોર ગ્રામ પંચાયત દ્વારા નર્મદા નદીમાં મોટા પાયે રેતી ખનન થતું હોય અને મોટા પાયે વાહનોની અવરજવરના કારણે ખેડૂતોની ખેતી તેમજ નિર્દોષ વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને અકસ્માતનો ભોગ બનાવી રહ્યા હોવાના આક્ષેપ સાથે જનો ગ્રામ પંચાયતે મહત્વનો ઠરાવ કરતા જ ભરૂચની મામલતદાર અને ખાણ ખનીજની ટીમ અને પોલીસ વિભાગે સવારથીજ પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધામા નાખી ભુમાફીયાઓàª
ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં ભુમાફીયાઓ ઉપર મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ ટીમના દરોડા
ભરૂચ પૂર્વ પટ્ટી વિસ્તારના ઝનોર ગ્રામ પંચાયત દ્વારા નર્મદા નદીમાં મોટા પાયે રેતી ખનન થતું હોય અને મોટા પાયે વાહનોની અવરજવરના કારણે ખેડૂતોની ખેતી તેમજ નિર્દોષ વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને અકસ્માતનો ભોગ બનાવી રહ્યા હોવાના આક્ષેપ સાથે જનો ગ્રામ પંચાયતે મહત્વનો ઠરાવ કરતા જ ભરૂચની મામલતદાર અને ખાણ ખનીજની ટીમ અને પોલીસ વિભાગે સવારથીજ પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધામા નાખી ભુમાફીયાઓની કરોડોની મશીનરી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.  
ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક જ આવેલ તવરા ગામથી ઝનોર નાંદ સુધી નર્મદા નદીમાં મોટા પાયે રેતી ખનન અને માટી ખનન થઈ રહ્યું હોવાની અનેકવાર ફરિયાદો ઉઠી રહી હતી અને કેટલાય ખેડૂતે ભૂ માફિયાઓને વાર્ષિક આવક મેળવવાની લાયમાં પોતાની ખેતીની જમીન પણ રસ્તો બનાવવા આપી દીધી હોવાની ફરિયાદો વચ્ચે ખેડૂતોની ખેતીને મોટું નુકસાન થતું હોવાનું સામે આવ્યું હતું. આડેધડ દોડતા રેતીના વાહનો રેતીની ડમરીથી કપાસ સહિતના પાકને મોટું નુકસાન થતું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા. સાથે જ આ વિસ્તારમાં મોટી માત્રામાં ખાનગી અને પ્રાથમિક તથા સરકારી શાળાઓ પણ આવેલી છે સાથે ખેડૂતો પણ ખેત મજૂરી કરીને પોતાના ખેતરમાંથી નીકળે ત્યારે ભૂમાફીયાઓના વાહનોની અડફેટે અકસ્માતનો ભોગ બનતા હોય છે ખેડૂતો અને શૈક્ષણિક શાળાના શિક્ષકોની રજૂઆત સાથે ગ્રામજનોની વારંવારની રજૂઆત બાદ આખર જનોર ગ્રામ પંચાયતે પણ જુના તમામ ઠરાવો રદ કરી ભુમાફીયાઓ સામે લાલ આંખ કરી જિલ્લા કલેકટરને તથા લાગતા વળગતા અધિકારીઓને તાત્કાલિક ફરિયાદ આપી હતી. અને અધિકારીની ટીમોએ પણ શનિવારની સવારથી જ ભરૂચ પૂર્વપટ્ટી વિસ્તારના ગામોમાં રેતી ભુમાફીયાઓ ઉપર સપાટો બોલાવ્યો હતો
વહેલી સવારથી જ પૂર્વ પટ્ટી વિસ્તારમાં ભુમાફીયાઓ ઉપર અધિકારીઓની ટીમ મામલતદાર ખાણ ખનીજ અને પોલીસ વિભાગે દરોડા પાડ્યા હતા જેના પગલે સૌપ્રથમ ઝનોર ગ્રામ પંચાયતની હદમાં આવેલ ધર્મ શાળા નજીક જે ખેડૂતે પોતાની જમીન ભૂમિઓના વાહનો પસાર કરવા માટે ભાડેથી આપી હતી તે લીઝ ઉપર જ સપાટો બોલાવ્યો હતો અને ત્યાંથી મોટા પાયે રેતી ખનન કરાઈ હોવાનું વિસ્ફોટ થયો હતો સાથે જ આ લીઝ ઉપરથી ગેરકાયદેસર વીજ કનેક્શનનો પણ મળી આવ્યા હતા તમામ ટીમના અધિકારીઓ સ્થળ ઉપર જ પંચનામા કરી બોટમાં સવારી કરીને સમગ્ર પટમાં તપાસ શરૂ કરી હતી અને મોટા પાયે નદીને ઊંડી કરી દીધી હોવાના કારણે જો કોઈ અજાણ્યો નર્મદા પરિક્રમા વાસી કે અન્ય કોઈ વ્યક્તિ આ સ્થળે જાય અને પગ લપસી જાય તો સીધો નર્મદામાં ડૂબી જવાના કારણે મોતને ભેટી શકે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે
ઝનોર અને અંગારેશ્વર ગામની હદ નજીક પણ અધિકારીઓની ટીમે તપાસ કરતાં ચોકાવનારા વિસ્ફોટ સામે મળ્યા હતા જોવા જેમાં કાંટો બેસાડવાની કામગીરીથી માંડી ખેડૂતની જમીનને ખોદી નાખી નર્મદા નદી સુધી જવાનો રસ્તો પણ તૈયાર થઈ રહ્યો હોવાના દ્રશ્યો જોઈએ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને આ સ્થળે તો નર્મદા નદીના ઘાટ ઉપર જ મોટા પાયે રેતી ખનન થતું હોવાના ચોકાવનારા દ્રશ્યો જોઈએ અધિકારીઓ પણ ફફડી ઊઠ્યા હતા અને સમગ્ર પાર્ટમાં તપાસ કરતા દરિયાઈ બાજ અંદાજે 30થી વધુ મળી આવી હતી અને નદીના પાર્ટમાંથી રેતી ઉલેચવાની મશીનરીઓ પણ મોટા પ્રમાણમાં મળી આવી હતી સ્થળ ઉપર જ તમામ ટીમના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી હતી અંદાજે કરોડો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે
દરિયામાં ઉતારવામાં આવતી બાજ (બોટ) ૩૦થી વધુ નદીમાંથી મળી આવી
પૂર્વ પટ્ટી વિસ્તારમાં ભુમાફીયાઓ એટલી હદે બેફામ બન્યા છે કે હવે દરિયામાં ઉતારવામાં આવતી બાજ (બોટ) હવે નદીમાં ઉતારવામાં આવી રહી છે અને મોટા પાયે મશીનરી જોઈને અધિકારીઓએ પણ સ્થળ ઉપરથી અંદાજે દરિયાઈ બાજ નર્મદા નદીમાંથી 30થી વધુ જાપ્ત કરી છે સાથે વિવિધ સામગ્રીઓ પણ જપ્ત કરવાની ફરજ પડી છે અને મોટા પાયે રેતી ખનન થતું હોવાના વિસ્ફોટમાં કેટલાક રાજકારણીઓ સંડોવાયેલા હોવાનું પણ સામે આવી રહ્યું છે

પૂર્વ પટ્ટી વિસ્તારમાં બે મહિના પહેલા જ રેડ પાડ્યા બાદ પણ મોટા પ્રમાણમાં કરોડોની મશીનરી જપ્ત કરાતા અધિકારીઓની કામગીરી સામે શંકા..?
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં મોટા પાયે રેતી ખનન માટીખણન થઈ રહ્યું હોય અને નર્મદા નદીમાં પણ રેતી ઉલચવામાં આવી રહ્યો અને સરકારી જમીનોમાંથી પણ રેતી ખનન થઈ રહ્યું હોવાના આક્ષેપમાં બે મહિના પહેલા રેડ કર્યા બાદ ફરી રેડ કરતા મોટા પ્રમાણમાં કરોડોનો મુદ્દામાલ મળી આવ્યો છે જેના કારણે તપાસ અધિકારીઓ સામે પણ શંકા કુશંકાઓ ઊભી થઈ રહી છે શું અધિકારીઓ પણ ભૂમાફિયાઓને છાવરી રહ્યા છે તેઓ અનેક આક્ષેપો થઈ રહ્યા છે
ધર્મશાળા નજીક ઝનોર ગામના ગ્રામજનોએ ખેડૂતે આપેલી જગ્યા ઉપર થી ભૂમાફિયાઓના વાહનો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો
જનો ગ્રામ પંચાયત દ્વારા ધર્મશાળા નજીક મોટા પાયે રેતી ખનન ચાલતું હોય અને આડેધડ દોડતા વાહનો નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ બનાવી રહ્યા હોવાના આક્ષેપમાં સાથે જ ખેડૂતોના ખેતરમાંથી પસાર થતાં ભુમાફીયાઓના વાહનોની ધૂરની ડમરીથી કપાસ સહિતના પાકને મોટું નુકસાન થતું હોવાના આક્ષેપ સાથે સવારથી ઝનોર ગામના ગ્રામ પંચાયતના લોકોએ ધર્મશાળા નજીકની લીઝ બંધ કરાવી બંબો મૂકી દીધા હતા અને આ વિસ્તારમાં મોટા પાઇપ કપાસની ખેતી થતી હોય છે અને તેમાંય ધૂળની ડમરીથી ખેડૂતને પાયમલ થવાનો વારો આવતો હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો
પૂર્વ પટ્ટી વિસ્તારમાંથી મોટા પાયે રેતી ખનનને લઈને સમગ્ર મામલો ગાંધીનગર સચિવ સુધી પહોંચ્યો..
પૂર્વપટ્ટી વિસ્તારમાં નર્મદા નદીમાં મોટાપાયે રેતી ઉલચવામાં આવી રહી છે અધિકારીઓ પણ દેખાવા પૂરતી જ કામગીરી કરતા હોય તેવું તાજેતરમાં પકડાયેલા કૌભાંડ પરથી સાબિત થઈ રહ્યું છે જેના કારણે ભરૂચના જાગૃત નાગરિક નીતિન માની દ્વારા ગાંધીનગર સચિવ સુધી સમગ્ર મામલો લેખિતમાં પહોંચાડવામાં આવ્યો છે રાજકીય ઈશારે દેખાવા પૂરતી જ કામગીરી થતી હોય તેવા આક્ષેપ પણ કરાયા છે ત્યારે રેતી ખનનના કારણે નિર્દોષ રાહદારીઓ વાહન ચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા હોય જેને લઇ ઝનોર ગામ પંચાયત પણ એક્શનમાં આવી છે
ભૂમાફિયાઓએ સ્થળ ઉપર જ મજૂરોને રાખવા માટે ડેરા તંબોમાં સંખ્યાબંધ ઘર વપરાશના સિલીંડરો પણ ઉપલબ્ધ કરી આપ્યા..?
પૂર્વ પટ્ટી વિસ્તારમાં ભુમ આપ્યા હોય મજૂરોને પોતાની સાઇડ ઉપર જ રાખવા માટે ડેડા તંબુની અંદર મોટાપાય ડીઝલનો જથ્થો તેમજ ઘર વપરાશના સિલિન્ડરની પણ સુવિધા કરી આપી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે સંખ્યાબંધ ગેસ સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલ જોવા મળતા મોટી દુર્ઘટનાનો ભય પણ ઉભો થાય તેવા એંધાણો છે ત્યારે વીજ કનેક્શન પણ ગેરકાયદેસર ખેંચવામાં આવ્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.