Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં તપાસ તેજ, આરોપીને લઈ પોલીસ કોર્ટ પહોંચી

વડોદરાનાં ભાયલીમાં થયેલા સામૂહિક દુષ્કર્મનો કેસ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જિલ્લા પોલીસ આરોપીઓને કોર્ટમાં લઈ પહોંચી વડોદરા (Vadodara) ભાયલીની ચકચારી સામુહિક દુષ્કર્મની ઘટનામાં SIT ની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આજે આરોપીઓને કોઠી કચેરી લવાયા...
vadodara   ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં તપાસ તેજ  આરોપીને લઈ પોલીસ કોર્ટ પહોંચી
  1. વડોદરાનાં ભાયલીમાં થયેલા સામૂહિક દુષ્કર્મનો કેસ
  2. આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
  3. જિલ્લા પોલીસ આરોપીઓને કોર્ટમાં લઈ પહોંચી

વડોદરા (Vadodara) ભાયલીની ચકચારી સામુહિક દુષ્કર્મની ઘટનામાં SIT ની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આજે આરોપીઓને કોઠી કચેરી લવાયા હતા અને મામલતદાર સમક્ષ ત્રણેય આરોપીઓની ઓળખપરેડની કાર્યવાહી કરાઈ હતી. આરોપીઓની ઓળખ પરેડ બાદ કોર્ટમાં રજૂ કરાશે. તાજેતરની માહિતી મુજબ, જિલ્લા પોલીસ (Vadodara dis. Police) આરોપીઓને કોર્ટમાં લઈને પહોંચી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : વધુ એક રત્ન કલાકારનો આપઘાત, પરિવારના ડાયમંડ કંપની સામે ગંભીર આક્ષેપ

મામલતદાર સમક્ષ ત્રણેય આરોપીઓની ઓળખપરેડ

વડોદરામાં (Vadodara) ભાયલીની સામુહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. આ કેસમાં આરોપીઓને કડક સજાની માગ ઊઠી છે. ત્યારે કેસની વધુ તપાસ માટે SIT ની ટીમની પણ રચના કરવામાં આવી છે. માહિતી મુજબ, આજે જિલ્લા પોલીસ ઝડપાયેલા ત્રણેય આરોપી મુન્ના અબ્બાસ બંજારા, મમતાઝ ઉર્ફે શુબેદાર અને શાહરૂખ બંજારાને કોઠી કચેરી લાવી હતી. ત્યાર બાદ મામલતદાર સમક્ષ ત્રણેય આરોપીઓની ઓળખપરેડ હાથ ધરાઈ હતી.

Advertisement

આ પણ વાંચો - Surat : વિચિત્ર અકસ્માત! BRTS ની રેલિંગ કૂદીને યુવક બાઇકચાલક સાથે અથડાયો, બંનેનાં મોત

Advertisement

રિમાન્ડ મેળવવા આરોપીઓને કોર્ટમાં કરાયા

તાજેતરની માહિતી મુજબ, જિલ્લા પોલીસ આરોપીઓને કોર્ટમાં (Vadodara Court) રજૂ કરવા પહોંચી છે. પોલીસે કેસની સઘન તપાસ અને આરોપીઓની પૂછપરછ માટે રિમાન્ડની માગ કરશે. પોલીસ વધુમાં વધુ રિમાન્ડ મંજૂર થાય તેવા પ્રયાસો પણ કરશે. આ કેસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, 4 ઓક્ટોબરનાં રોજ વડોદરાના ભાયલી કેનાલ રોડ (Bhayli Canal Road) પર આવેલી ખુલ્લી જગ્યામાં સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. દરમિયાન, ત્યાં બે બાઇક પર પાંચ લોકો આવ્યા હતા અને તેમની જોડે માથાકૂટ કરી હતી. ઘટના બાદ અન્ય બાઇક સવારે જવા દે કહીને ત્યાંથી જતો રહ્યો હતો. દરમિયાન, રાત્રે પોણા બાર વાગ્યાનાં આરસામાં ત્રણ પૈકી એક આરોપીએ સગીરાનાં મિત્રને પકડી રાખીને તેણીની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો હતો. બાદમાં સામુહિક દુષ્કર્મનું જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ અંગે કોઇને જાણ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને આરોપીઓ સગીરાનો મોબાઇલ લઈ ફરાર થયા હતા.

આ પણ વાંચો - 'Eco Sensitive Zone' સામે હલ્લાબોલ! તાલાલામાં હજારો મહિલા, ખેડૂતોની 'મહારેલી', મેંદરડામાં 'મહાસભા'

Tags :
Advertisement

.