VADODARA : હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચૌરસિયાની જામીન અરજી નામંજુર
VADODARA : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રફ્તારને કહેર વર્તાવની ત્રણ વાહનોને અડફેટે લેનાર હિટ એન્ડ રન (HIT AND RUN CASE - VADODARA) માં મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયાની જામીન અરજી નામંજુર કરવામાં આવી છે (RAKSHIT CHAURASIYA - VADODARA). રક્ષિત ચૌરસિયા દ્વારા અત્રેની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ફાઇલ કરવામાં આવી હતી. જેની સુનવણી દરમિયાન સરકારી વકીલ અનિલ દેસાઇ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. અંતે કોર્ટે આરોપીના રેગ્યુલર જામીન ફગાવી દીધા છે. રક્ષિતકાંડમાં એક મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 8 ઇજાગ્રસ્ત થયા હતા.
રક્ષિત ચૌરસિયા ગાંજાના નશામાં ધૂત હતો
વડોદરામાં હોલિકા દહનની રાત્ર કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે ચકચારી ઘટના ઘટી હતી. નશામાં ધૂત રક્ષિત ચૌરસિયા અને તેનો મિત્ર કારમાં નિકળ્યા હતા. દરમિયાન ચાલકે કાબુ ગુમાવતા ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. જ્યારે અન્ય 8 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના સમયે રક્ષિત ચૌરસિયા ગાંજાના નશામાં ધૂત હોવાનો ખુલાસો તેના બ્લડ રિપોર્ટમાં સામે આવ્યો હતો.
હાલ રક્ષિત ચૌરસિયા જેલમાં છે
હિટ એન્ડ રનની ઘટના સમયે રક્ષિતે કાર 140 કિમી-કલાકની ગતિએ હંકારી હતી. આ ગુનામાં રક્ષિતના સહિત ત્રણના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી તમામે ગાંજાનો નશો કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે હાલ રક્ષિત ચૌરસિયા જેલમાં છે. તાજેતરમાં રક્ષિત ચૌરસિયા દ્વારા અત્રેની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી. જે મામલે સુનવણી દરમિયાન સરકારી વકીલ અનિલ દેસાઇ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. અંતે કોર્ટે આરોપી રક્ષિત ચૌરસિયાના રેગ્યુલર જામીન ફગાવી દીધા છે.
આ પણ વાંચો --- VADODARA : જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું