Vadodara : દિવાળી નિમિત્તે કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપૂર, 2500 વર્ષથી પણ વધુ જૂનો છે ઇતિહાસ!
- Vadodara જિલ્લાનાં ડભોઈ તાલુકામાં આવેલું છે કુબેર ભંડારી મંદિર
- દિવાળી- અમાસ પર્વે ભગવાનનાં દર્શન કરવાનું અનેરું મહત્ત્વ
- પ્રખ્યાત મંદિરનો ઈતિહાસ 2500 વર્ષથી પણ વધુ જૂનો હોવાની માન્યતા
વડોદરા જિલ્લાનાં (Vadodara) ડભોઇ તાલુકાના તીર્થ સ્થાન ગણાતા અને કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી મંદિરે (Kuber Bhandari Temple) ભગવાનનાં દર્શનાર્થે આજે ભક્તોજનોનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું હતું. દિવાળીની (Diwali 2024) અમાસ પર્વે આજે બપોરનાં 4 વાગ્યાથી અમાસ શરૂ થાય છે અને તે આવતીકાલે બપોરે 4 વાગે પૂર્ણ થશે. તેથી આ પવિત્ર દિવસે રાજયભરમાંથી હજારોની સંખ્યામાં આવેલાં શ્રદ્ધાળુઓએ કુબેર ભંડારીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો - Gandhinagar : PMAY લાભાર્થી 1208 પરિવારો સાથે CM ભૂપેન્દ્ર પટેલે દિવાળીની ઉજવણી કરી
પ્રખ્યાત મંદિરનો ઈતિહાસ 2500 વર્ષથી પણ વધુ જૂનો!
વડોદરા જિલ્લાનાં (Vadodara) ડભોઈ તાલુકા ખાતે આવેલું કુબેર ભંડારી મંદિર દેશનાં પ્રસિદ્ધ કુબેર મંદિરો પૈકી એક છે. એવું માનવામાં આવે છે કે આ પ્રખ્યાત મંદિરનો ઈતિહાસ 2500 વર્ષથી પણ વધુ જૂનો છે અને તે અનેરૂં મહત્ત્વ ધરાવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે (Diwali 2024) ભગવાન કુબેરજીનાં દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દૂર-દૂરથી લોકો ભગવાન કુબેર ભંડારીનાં દર્શન કરવા માટે આવ્યા હતા. મંદિરની બહાર ભક્તોની લાંબી લાઇન જોવા મળી હતી. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોને દર્શન કરવામાં કોઈ અગવડતા ના થાય તેનું સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - Diwali 2024 : ગુજરાત, અમદાવાદ, PM મોદીના વિઝન, CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અંગે મહાચર્ચા!
દિવાળીની અમાસનું વિશેષ મહત્ત્વ
એવું માનવામાં આવે છે કે, જે પણ ધનતેરસ અને દિવાળી પર્વે (Diwali 2024) અહીં દર્શન કરવા આવે છે તેને ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી. તેથી જ અહીં ધનતેરસ અને દિવાળીનાં દિવસે ભક્તોની સૌથી વધુ ભીડ જોવા મળે છે. દિવાળીનાં દિવસે મંદિરને દીવાઓથી અને વિવિધ રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવે છે અને મંદિરમાં ગણેશજી અને લક્ષ્મીજીનું વિશેષ પૂજન કરવામાં આવે છે. જે પૂજનમાં ઉપસ્થિત રહીને અને તેનાં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.
અહેવાલ : પીન્ટુ પટેલ, ડભોઇ-વડોદરા
આ પણ વાંચો - Surat : જરૂરિયાતમંદ બાળકો સાથે ગૃહરાજ્યમંત્રીએ Diwali ની ઉજવણી કરી, કહી આ વાત!