ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

VADODARA : પાનકાર્ડમાં સુધારાને પૈસા પડાવવાની તક માનતો લાંચિયો ઝબ્બે

VADODARA : વેપારીએ આધારકાર્ડમાં જે નામ સરનામું હતું, તે પ્રમાણે પાનકાર્ડમાં કરવા અને રેસીડેન્સીયલ સ્ટેટસ સુધારવા માટે કચેરી ખાતે અરજી કરી હતી
07:01 AM Apr 29, 2025 IST | PARTH PANDYA
VADODARA : વેપારીએ આધારકાર્ડમાં જે નામ સરનામું હતું, તે પ્રમાણે પાનકાર્ડમાં કરવા અને રેસીડેન્સીયલ સ્ટેટસ સુધારવા માટે કચેરી ખાતે અરજી કરી હતી
featuredImage featuredImage

VADODARA : સરકાર દ્વારા નાગરિકો માટે જે સેવા-સુવિધા નિશુલ્ક અથવા તો નજીવા દરે આપવામાં આવે છે. તેમાં હવે અધિકારીઓ તક શોધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા (VADODARA) ની ઇન્કમટેક્સ કચેરી (IT OFFICE) ખાતે ઓફિસ સુપ્રીટેન્ડન્ટે નવો ધંધો શરૂ કરવા માંગતા વેપારીના પાનકાર્ડમાં રહેલી ભુલને સુધારવા માટે રૂ. 1 હજારની લાંચની માંગણી કરી હતી જો કે, આ વાતને કમાવવાની તક તરીકે જોતા લાંચિયાને રૂ. 500ની લાંચ સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા દબોચી લેવામાં આવ્યો છે.

કોઇને કોઇ બહાને કાગળો મંગાવી સમય વેડફવામાં આવતો હતો

એસીબી સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, એક વેપારી નવો ધંધો શરૂ કરવા માંગતા હતા. તે સંદર્ભે સરકારી કચેરીમાં દસ્તાવેજો રજૂ કરવા આધારકાર્ડમાં જે નામ સરનામું હતું, તે પ્રમાણે પાનકાર્ડમાં કરવા અને રેસીડેન્સીયલ સ્ટેટસ સુધારવા માટે કચેરી ખાતે અરજી કરી હતી. આવકવેરા વિભાગમાં કરવામાં આવેલી અરજી ઓફીસ સુપ્રીટેન્ડન્ટ નીતિશ બસીસ્ટનારાયણ ભારતી (ઉં. 41) પાસે પહોંચતા તેઓ કોઇને કોઇ બહાને કાગળો મંગાવી સમય વેડફવામાં આવતો હતો. અને વેપારીને સુધારો કરી આપતાો ન્હતો.

પીઆઇ પ્રજાપતિ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું

બાદમાં વેપારીને ફોન કરી આ સુધારો કરવા માટે રૂ. 1 હજારની લાંચની માંગણી કરી હતી. જેને પગલે વેપારી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇ મદદનીશ નિયામક પરેશ ભેંસાણીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ પ્રજાપતિ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આયકર ભવનના પાંચમા માળે કચેરી નજીકની લોબીમાં રૂ. 500ની લાંચ સ્વીકારતા નીતિશ ભારતી (ઉં. 41) રંગેહાથ ઝડપાઇ ગયા હતા. કાર્યવાહીને પગલે લાંચિયા અધિકારીઓમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે.

આ પણ વાંચો --- Gujarat Weather : ગુજરાતના આ શહેરમાં ગરમીએ તોડ્યો 120 વર્ષનો રેકોર્ડ, આજે રેડ એલર્ટ જાહેર

Tags :
ACBaskcorruptGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsinincomemoneynabbedofficeOfficerRaidTaxVadodara