Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાનકાર્ડમાં સુધારાને પૈસા પડાવવાની તક માનતો લાંચિયો ઝબ્બે

VADODARA : વેપારીએ આધારકાર્ડમાં જે નામ સરનામું હતું, તે પ્રમાણે પાનકાર્ડમાં કરવા અને રેસીડેન્સીયલ સ્ટેટસ સુધારવા માટે કચેરી ખાતે અરજી કરી હતી
vadodara   પાનકાર્ડમાં સુધારાને પૈસા પડાવવાની તક માનતો લાંચિયો ઝબ્બે
Advertisement
  • વેપારીએ પાનકાર્ડ અને રેસીડેન્સીયલ સ્ટેટસ સુધારવા માટે કચેરી ખાતે અરજી કરી
  • લાંચિયાએ પ્રથમ ગોળ ગોળ જવાબો આપીને કાગળિયા મંગાવ્યા, અંતે પૈસા માંગ્યા
  • વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરતા છટકું ગોઠવાયું

VADODARA : સરકાર દ્વારા નાગરિકો માટે જે સેવા-સુવિધા નિશુલ્ક અથવા તો નજીવા દરે આપવામાં આવે છે. તેમાં હવે અધિકારીઓ તક શોધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા (VADODARA) ની ઇન્કમટેક્સ કચેરી (IT OFFICE) ખાતે ઓફિસ સુપ્રીટેન્ડન્ટે નવો ધંધો શરૂ કરવા માંગતા વેપારીના પાનકાર્ડમાં રહેલી ભુલને સુધારવા માટે રૂ. 1 હજારની લાંચની માંગણી કરી હતી જો કે, આ વાતને કમાવવાની તક તરીકે જોતા લાંચિયાને રૂ. 500ની લાંચ સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા દબોચી લેવામાં આવ્યો છે.

કોઇને કોઇ બહાને કાગળો મંગાવી સમય વેડફવામાં આવતો હતો

એસીબી સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, એક વેપારી નવો ધંધો શરૂ કરવા માંગતા હતા. તે સંદર્ભે સરકારી કચેરીમાં દસ્તાવેજો રજૂ કરવા આધારકાર્ડમાં જે નામ સરનામું હતું, તે પ્રમાણે પાનકાર્ડમાં કરવા અને રેસીડેન્સીયલ સ્ટેટસ સુધારવા માટે કચેરી ખાતે અરજી કરી હતી. આવકવેરા વિભાગમાં કરવામાં આવેલી અરજી ઓફીસ સુપ્રીટેન્ડન્ટ નીતિશ બસીસ્ટનારાયણ ભારતી (ઉં. 41) પાસે પહોંચતા તેઓ કોઇને કોઇ બહાને કાગળો મંગાવી સમય વેડફવામાં આવતો હતો. અને વેપારીને સુધારો કરી આપતાો ન્હતો.

Advertisement

પીઆઇ પ્રજાપતિ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું

બાદમાં વેપારીને ફોન કરી આ સુધારો કરવા માટે રૂ. 1 હજારની લાંચની માંગણી કરી હતી. જેને પગલે વેપારી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇ મદદનીશ નિયામક પરેશ ભેંસાણીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ પ્રજાપતિ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આયકર ભવનના પાંચમા માળે કચેરી નજીકની લોબીમાં રૂ. 500ની લાંચ સ્વીકારતા નીતિશ ભારતી (ઉં. 41) રંગેહાથ ઝડપાઇ ગયા હતા. કાર્યવાહીને પગલે લાંચિયા અધિકારીઓમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે.

Advertisement

આ પણ વાંચો --- Gujarat Weather : ગુજરાતના આ શહેરમાં ગરમીએ તોડ્યો 120 વર્ષનો રેકોર્ડ, આજે રેડ એલર્ટ જાહેર

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Bharuch : મનરેગા કૌભાંડમાં હીરા જોટવાની કરાઈ ધરપકડ, 50થી વધુ લોકોના નિવેદન લેવાયા

featured-img
ગુજરાત

Rain in Gujarat : બનાસકાંઠામાં વરસાદે માઝા મુકી, અંબાજી મંદિરનો ચાચર ચોક પાણીમાં ગરકાવ

featured-img
Top News

Rathyatra 2025 : પૂરીમાં કુલ 12 દિવસ સુધી યોજાશે રથયાત્રા મહોત્સવ, ભગવાન જગન્નાથજીની નગરચર્યાનું ભવ્ય આયોજન

featured-img
Top News

Rathyatra 2025: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો આરંભ, CM Bhupendra Patel એ કરી પહિંદવિધિ

featured-img
Top News

Gujarati Top News : આજે 27 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 27 June 2025: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં, આ 5 રાશિઓ પર મા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ રહેશે, મોટી સફળતાની શક્યતા

×

Live Tv

Trending News

.

×