Uttarakhand માં માનવતા મરી પડી, ભાઈના મૃતદેહને બહેને....
- ભાઈના મૃતદેહને ટેક્સીની છત બાંધીને હોસ્પિલટ પહોંચાડ્યો
- અભિષેકનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ સોંપવામાં આવ્યો
- તેમની પાસે 10,000-12,000 રૂપિયાનું ભાડું માંગવામાં આવ્યું
Uttarakhand News : Uttarakhand માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જોકે આ અંગે સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારના સરકાર નિવેદનો પાઠવવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત સરકારની સુવિધાઓ અને નેતાઓના ચૂંટણી સમયએ કરવામાં આવતા વાયદો ઉપર પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. કારણ કે....Uttarakhand માં એક સામાન્ય માણસને દેશમાં મળતી પ્રાથમિક જરૂરિયાતથી વચંતિ રહેવું પડ્યું છે.
ભાઈના મૃતદેહને ટેક્સીની છત બાંધીને હોસ્પિલટ પહોંચાડ્યો
એક અહેવાલ અનુસાર,Uttarakhand માં આવેલા બેરીનાગના એક ગામમાં શિવાની નામની યુવતી તેના ભાઈ અભિષેક સાથે રહેતી હતી. તો અચનાક આજે તેના અભિષેકને માથામાં દુખાવો થવા લાગ્યો હતો, તેના કારણે તે એક રેલવે ટ્રેક પર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતો. ત્યારે શિવાનીનએ તેના ભાઈ માટે તુરંત સારવાર મળી રહે, તે માટે ખાનગી એમ્બ્યુલન્સને બોલાવી હતી. પરંતુ શિવાનીની આર્થિક સ્થિતિ અસ્થિર હોવાને કારણે તે ખાનગી એમ્બ્યુલન્સનું ભાડું ચૂકવી શકે તેમ નહતી.
આ પણ વાંચો: Delhi-NCR માં મેઘરાજા મેહરબાન, આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે
અભિષેકનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ સોંપવામાં આવ્યો
मेरा उत्तराखंड ऐसा तो नहीं है?
इतनी संवेदनहीनता कब घर कर गई हमारे?
क्या ये सच में देवभूमि है?
क्यों एक बहन भाई की लाश को टैक्सी की छत पर ले जाने को मजबूर हो गई?
बेरीनाग, पिथौरागढ़ के अभिषेक की हल्द्वानी में मौत हो गई।
उनकी लाचार बहन को शव घर ले जाने के लिए एम्बुलेंस नहीं… pic.twitter.com/RwkUofL5xD
— Ramesh Bhatt (@Rameshbhimtal) December 8, 2024
જે બાદ એક ખાનગી વાહનમાં શિવાનીએ પોતના ભાઈ અભિષેકને હોસ્પિટલ લઈને આવી હતી. પરંતુ તબીબે અભિષેકને મૃત જાહેર કર્યો હતો. તબીબોએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિનું મોત હોસ્પિટલ પહોંચ્યા પહેલા થઈ ગયું હતું. જોકે આ ઘટનાની પોલીસે નોંધ લીધી હતી. તે ઉપરાંત અભિષેકનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ શિવાનીને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. ખાનગી એમ્બ્યુલન્સ સેવા પરવડી શકે તેમ ન હોવાથી, એક મહિલાએ તેના ભાઈના મૃતદેહને ટેક્સીની છત સાથે બાંધ્યો અને તેને 195 કિમી દૂર પિથોરાગઢ જિલ્લાના એક ગામમાં લઈ ગયો.
તેમની પાસે 10,000-12,000 રૂપિયાનું ભાડું માંગવામાં આવ્યું
ઘટનાની નોંધ લેતા Uttarakhand ના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મામલાની તપાસના આદેશ આપ્યા છે અને અધિકારીઓને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બેરીનાગના એક ગામમાં રહેતી શિવાની (22) તેના નાના ભાઈ અભિષેક (20) સાથે રહેતી હતી. શિવાનીએ જણાવ્યું છે કે, એમ્બ્યુલન્સ માટે તેમની પાસે 10,000-12,000 રૂપિયાનું ભાડું માંગવામાં આવ્યું હતું. ત્યારે તેણે ગામમાંથી એક ખાનગી ટેક્સી કરીને હલ્દવાનીમાં આવેલી એક હોસ્પિટલમાં પોતાના ભાઈને લઈને પહોંચી હતી.
આ પણ વાંચો: Tiger Reserves માં યુપીના ધારાસભ્યના કાફલાએ કાયદાના લીરા ઉડાડ્યા