Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World Cup નો અનોખો ક્રેઝ, ભારત પાકિસ્તાન મેચ જોવા સેંકડો ગુજરાતી પહોંચ્યા અમેરિકા

World Cup 2024: 20-20 વર્લ્ડ કપમાં રવિવારે છે ભારત પાકિસ્તાનની મેચ ત્યારે ભારત પાકિસ્તાન મેચ નો જબરજસ્ત ક્રેઝ અમેરિકામાં જોવા મળ્યો છે. સેકડોની સંખ્યામાં ગુજ્જુઓ અમેરિકા પહોંચ્યા છે. આ વખતે સમર વેકેશનનું ડેસ્ટિનેશન અમેરિકા બન્યું છે મૂળ કારણ વર્લ્ડ કપ...
world cup નો અનોખો ક્રેઝ  ભારત પાકિસ્તાન મેચ જોવા સેંકડો ગુજરાતી પહોંચ્યા અમેરિકા
Advertisement

World Cup 2024: 20-20 વર્લ્ડ કપમાં રવિવારે છે ભારત પાકિસ્તાનની મેચ ત્યારે ભારત પાકિસ્તાન મેચ નો જબરજસ્ત ક્રેઝ અમેરિકામાં જોવા મળ્યો છે. સેકડોની સંખ્યામાં ગુજ્જુઓ અમેરિકા પહોંચ્યા છે. આ વખતે સમર વેકેશનનું ડેસ્ટિનેશન અમેરિકા બન્યું છે મૂળ કારણ વર્લ્ડ કપ ક્રેઝ છે. ફરવાની સાથે ક્રિકેટની પણ મજા માણવા ગુજરાતીઓ અમેરિકા પહોંચી ગયા છે અને તેના માટે તેમણે છ મહિના અગાઉથી વિઝાની ફોર્માલિટી પૂરી કરી લીધી હતી. અને હવે રવિવારે મોટી સંખ્યામાં અમેરિકા પહોંચેલા ગુજરાતીઓ ભારત પાકિસ્તાન મેચ ની મજા માણવાના છે અને ત્યારબાદ અમેરિકા ની ટુર પણ માણશે.

વર્લ્ડ કપને ગુજરાતીઓનું ડેસ્ટિનેશન એટલે અમેરિકા

ટુરીઝમ ડેવલોપમેન્ટ સોસાયટીના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું કે ગુજ્જુઓ આમ પણ ફરવાના ખૂબ શોખીન હોય છે એટલે આ વખતે અમેરિકામાં વર્લ્ડ કપ રમાવવાનો હોય તેમણે ડેસ્ટિનેશન અમેરિકા ચોઈસ કર્યું હતું અને તેની તમામ ફોર્માલિટી મહિનાઓ અગાઉ પૂરી કરી લીધી હતી અને હવે જ્યારે વર્લ્ડ કપમાં રવિવારે ભારત પાકિસ્તાનની મેચ છે ત્યારે મોટી સંખ્યામાં ગુજ્જુઓ ત્યાં પહોંચ્યા છે ફરવાની સાથે સાથે મેચની પણ તેઓ મજા માણશે.

Advertisement

ટુરીઝમ ડેવલોપમેન્ટ સોસાયટીના ચેરમેન મનીષ શર્મા

Advertisement

350 થી વધુ લોકો અમેરિકાના ટુર પર ગયા

તેમણે વધુમાં જણાવ્યું કે ભારત પાકિસ્તાન મેચ નો ઉત્સાહ અલગ જ હોય છે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે 350 થી વધુ લોકો અમેરિકાના ટુર પર ગયા છે ખાસ કરીને તે બધાએ મેચનું પણ ત્યાં બુકિંગ કરાવેલું છે અને આવતીકાલે ભારત પાકિસ્તાનની મેચની મજા માણશે. ગુજરાતીઓનો ક્રિકેટ પ્રેમ અમેરિકાના ગ્રાઉન્ડ પર જોવા મળશે. અમેરિકા ટુર નું બુકિંગ ચાર મહિના અગાઉ થતું હોય છે ત્યારે સાથે સાથે બુકિંગની સાથે લોકોએ ક્રિકેટ નું પણ બુકિંગ કરાવ્યું છે.

મોટી સંખ્યામાં ગુજરાતીઓ અમેરિકાના ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચશે

કેટલાક લોકો પહેલા ક્રિકેટ જોશે અને પછી ટુર મારશે અને કેટલાક એવા પણ લોકો પહેલા ટૂર માણશે અને પછી ક્રિકેટની મજા લેવાના છે મોટી સંખ્યામાં અહીંયાથી લોકો ટૂરમાં ફરવા અને મેચ જોવા ગયા છે. અમેરિકામાં રહેતા ગુજ્જુ ભાઈઓ સાથે અહીંથી ગયેલા ગુજ્જુઓ જોડાવાના છે અને મોટી સંખ્યામાં મેચ માણવા અમેરિકાના ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચશે. એટલે ગુજરાતીઓ મન ભરીને અમેરિકામાં આ વખતે ફરવાના છે અને ક્રિકેટની મજા પણ માણવાના છે અને એમાં પણ ભારત પાકિસ્તાનની મેચ નો ક્રેઝ વિશેષ જોવા મળ્યો છે અને તેના બુકિંગ પણ વિશેષ થયા છે.

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો: Gujarat: ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના ભૂપેન્દ્ર પટેલની સરકાર મક્કમતાથી અગ્રેસર

આ પણ વાંચો: Rajkot: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, આર્કિટેક નીરવ વરૂ ઓફિસ છોડી ફરાર

આ પણ વાંચો: Surat: મિત્ર પર વિશ્વાસ કરવો ભારે પડ્યો! નફાની લાલચે રૂપિયા 5 કરોડની છેતરપિંડી

Tags :
Advertisement

.

×