Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

T20 વર્લ્ડકપમાં 23મીએ ભારત-પાકિસ્તાન મુકાબલો. જાણો કોણ કેટલું મજબૂત ?

ભારતીય (Indian )બેટીંગની લાઇનની વાત કરીએ તો રોહિત શર્મા (Rohit Sharma)અને કે.એલ. રાહુલની ઓપનિંગ પેર ખુબજ મજબૂત મનાય છે..આ ઉપરાંત વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક વગેરે જેવા મજબૂત બેટ્સમેન છે. બોલિંગની વાત કરીએ તો ભારત પાસે ભૂવનેશ્વર કુમાર અને મહોમ્મદ સામી જેવા સારા પેસ બોલર્સ અને યુઝવેન્દ્ર ચહેર, અશ્વીન, અને અક્ષર પટેલ જેવા સારા સ્પીનર્સ છે.ક્રિકેટ એક્સ્પર્ટ જીજ્ઞા
t20 વર્લ્ડકપમાં 23મીએ ભારત પાકિસ્તાન મુકાબલો  જાણો કોણ કેટલું મજબૂત
ભારતીય (Indian )બેટીંગની લાઇનની વાત કરીએ તો રોહિત શર્મા (Rohit Sharma)અને કે.એલ. રાહુલની ઓપનિંગ પેર ખુબજ મજબૂત મનાય છે..આ ઉપરાંત વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક વગેરે જેવા મજબૂત બેટ્સમેન છે. બોલિંગની વાત કરીએ તો ભારત પાસે ભૂવનેશ્વર કુમાર અને મહોમ્મદ સામી જેવા સારા પેસ બોલર્સ અને યુઝવેન્દ્ર ચહેર, અશ્વીન, અને અક્ષર પટેલ જેવા સારા સ્પીનર્સ છે.
ક્રિકેટ એક્સ્પર્ટ જીજ્ઞા ગજ્જર શું  કહ્યું 
T20 વર્લ્ડ કપ 2022માં આગામી 23 તારીખે મેલબોર્નના મેદાન પર ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે. મેલબોર્નનું ગ્રાઉન્ડ પેસ બોર્લસને વધુ સપોર્ટ કરે છે.. પીચ થોડી બેટ્સમેન ઓરિએન્ટેડ મનાય છે..પીચ પ્રમાણે પ્રથમ બેટિંગ કરનાર ટીમ 180 થી વધુનો સ્કોર કરીને ચેઝ કરવા આપશે તો મુકાબલો મજબૂત બની રહેશે. ભારતીય બેટીંગની લાઇનની વાત કરીએ તો રોહિત શર્મા અને કે.એલ. રાહુલની ઓપનિંગ પેર ખુબજ મજબૂત મનાય છે..આ ઉપરાંત વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક વગેરે જેવા મજબૂત બેટ્સમેન છે. બોલિંગની વાત કરીએ તો ભારત પાસે ભૂવનેશ્વર કુમાર અને મહોમ્મદ સામી જેવા સારા પેસ બોલર્સ અને યુઝવેન્દ્ર ચહેર, અશ્વીન, અને અક્ષર પટેલ જેવા સારા સ્પીનર્સ છે. ટીમ કોમ્બિનેશન ખુબજ સારુ છે.. 
ભારતીય  ટીમ ખુબજ  મજબૂત સ્થિતિમાં 
કોઇપણ ટીમને બીટ કરવા માટે ભારતીય ટીમ સક્ષમ જણાય છે... બેટિંગ અને બોલિંગ બન્નેમાં બેલેન્સ્ડ ટીમ છે. પાકિસ્તાન સાઇડની વાત કરીએ તો બાબર અને રીઝવાનનું કોમ્બિનેશન સ્ટ્રોંગ સાઇડ છે. આ બન્ને સેટ ન થઇ જાય તે  ભારતીય બોર્લસે જોવું પડશે. રીજવાન અને બાબા જો સેટ ન થાય તો પાકિસ્તાનમાં મીડલ ઓર્ડરથી લઇ ટેલ એન્ડર  ખેલાડી સુધી કોઇ એટલું મજબૂત નથી.. ખુશદિલ શાહ, રઉફ અને શહેનશાહ અફ્રિદી આ ખેલાડીઓનું પર્ફોર્મન્સ પાકિસ્તાન માટે ખુબજ મહત્વપૂર્ણ સાબિત થશે..
જો ભારત ટોસ જીતીને પ્રથમ બેટીંગ લે અને 180ની આસપાસનો ટાર્ગેટ આપે, તો ચેઝ કરવું પાકિસ્તાનને ક્યાંકને ક્યાંક અઘરુ પડશે.. જો પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરે તો પાકિસ્તાનને 130 થી 140 સુધી રોકી શકાય તેવી ભારતીય બોલિંગ લાઇન સક્ષમ જણાય છે..ઓવરઓલ રીતે જોતા ઇન્ડિયન ટીમ વધારે સ્ટ્રોંગ જણાય છે. રોહિત શર્મા એક કેપ્ટન તરીકે કઇ રણનીતિ સાથે પાકિસ્તાનને હરાવવા માટે મેદાનમાં ઉતરે છે.. તે જોવું મહત્વનું બની રહેશે.
Advertisement
Tags :
Advertisement

.