ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોદી 3.0 ના કેબિનેટ મંત્રીનું મીડિયા સાથે વાર્તાલાપ કરતા નાકમાંથી નીકળ્યું લોહી!

HD Kumaraswamy hospitalised: HD Kumaraswamy hospitalised: કેન્દ્રીય મંત્રી HD Kumaraswamy ને આજરોજ તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કારણ કે... આજરોજ જ્યારે તેઓ મીડિયા સમક્ષ વાર્તાલાપ કરી રહ્યા હતાં, ત્યારે સંજોગોવશાત તેમના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેના કારણે...
09:18 PM Jul 28, 2024 IST | Aviraj Bagda
Union minister HD Kumaraswamy hospitalised after nasal bleeding at press conference

HD Kumaraswamy hospitalised: HD Kumaraswamy hospitalised: કેન્દ્રીય મંત્રી HD Kumaraswamy ને આજરોજ તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કારણ કે... આજરોજ જ્યારે તેઓ મીડિયા સમક્ષ વાર્તાલાપ કરી રહ્યા હતાં, ત્યારે સંજોગોવશાત તેમના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેના કારણે તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જોકે આ ઘટનાનો વીડિયો પણ ખાનગી મીડિયા કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

જોકે આજરોજ Karnataka BJP પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્ર, HD Kumaraswamy અને રાજ્યના વિપક્ષી નેતા આર અશોકના નેતૃત્વમાં BJP-JDS નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ વિજયેન્દ્રએ જણાવ્યું હતું કે મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કૌભાંડ સહિત Karnataka માં ભ્રષ્ટાચાર પાછળના કારણો અંગે ચર્ચા કરવા નેતાઓ મળ્યા હતાં. BJP અને JDS ના તમામ વરિષ્ઠ નેતાઓએ બેઠક યોજી હતી. બંને પક્ષોએ 3 ઓગસ્ટથી પદયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે.

HD Kumaraswamy ને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા

આ 7 દિવસની યાત્રા છે, જે 3 ઓગસ્ટથી શરૂ થશે અને 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. 10 ઓગસ્ટે BJP ના રાષ્ટ્રીય નેતાઓ પણ હાજર રહેશે. આગામી શનિવારે બેંગલુરુથી મૈસુર સુધી પદયાત્રા કરવાનું નક્કી કર્યું છે. BJP ના દિગ્ગજ નેતાઓ 10 ઓગસ્ટે મૈસુરમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. મોદી 3.0 માં જનતા દળ સેક્યુલરના નેતા HD Kumaraswamy ને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ડિકે શિવકુમારે HD Kumaraswamy પર Congress પાર્ટીના પતનનું સતત કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ જોરદાર વિરોધ કર્યો હતો

નાયબ મુખ્ય પ્રધાન શિવકુમારે જણાવ્યું હતું કે HD Kumaraswamy અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા સત્તામાં હતાં. ત્યારે બેંગલુરુ જિલ્લાનું નામ હતું, પરંતુ HD Kumaraswamy એ તેમના કાર્યકાળ દરમિયાન તેને બદલી નાખ્યું હતું. તેમણે જિલ્લાના વહીવટી મુખ્ય મથકનું નામ રામનગર રહેશે. નોંધનીય છે કે તાજેતરમાં Karnataka સરકારે બેંગલુરુને અડીને આવેલા રામનગર જિલ્લાનું નામ બદલીને બેંગલુરુ દક્ષિણ જિલ્લામાં કરવા માટે વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો, જેનો ભારતીય જનતા પાર્ટીએ જોરદાર વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: દિલ્હીમાં ABVP વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ

Tags :
Bangalorebangalore newsBengaluruBengaluru NewsGujarat FirstHD KumaraswamyHD Kumaraswamy healthHD Kumaraswamy hospitalisedHD Kumaraswamy newsHospitalisednose bleedingPress ConferenceUnion minister HD Kumaraswamy
Next Article