Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટ્રોફી માટે અધૂરુ સપનુ પુરુ કરવા બેંગ્લોરે મજબૂત ટીમ બનાવી, જુઓ સંપૂર્ણ સ્ક્વોડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ (Royal Challengers Bangalore)શરુઆતથી જ ચેમ્પિયન બનવાના સપના સાથે IPL ની સિઝનમાં ઉતરે છે. પરંતુ આરસીબીનુ આ સપનુ દર વખતે અધુરુ જ રહી જાય છે. દર વખતે ચમચમાતી ટ્રોફીથી ટીમના હાથ દૂર રહી જાય છે. હવે વિરાટ કોહલીની આગેવાનીમાં લાંબો સમય સુધી આ સપનુ ટીમે જોયુ પણ હવે આ સિઝનમાં ફરીથી આ સપનુ સાકાર કરવા માટે પુરો દમ લગાવી દેશે. ગત સિઝનમાં બેંગ્લોરની ટીમ પ્લેઓફની સફર ખેડી ચુકી હતી, પરàª
ટ્રોફી માટે અધૂરુ સપનુ પુરુ કરવા બેંગ્લોરે મજબૂત ટીમ બનાવી  જુઓ સંપૂર્ણ સ્ક્વોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ (Royal Challengers Bangalore)શરુઆતથી જ ચેમ્પિયન બનવાના સપના સાથે IPL ની સિઝનમાં ઉતરે છે. પરંતુ આરસીબીનુ આ સપનુ દર વખતે અધુરુ જ રહી જાય છે. દર વખતે ચમચમાતી ટ્રોફીથી ટીમના હાથ દૂર રહી જાય છે. હવે વિરાટ કોહલીની આગેવાનીમાં લાંબો સમય સુધી આ સપનુ ટીમે જોયુ પણ હવે આ સિઝનમાં ફરીથી આ સપનુ સાકાર કરવા માટે પુરો દમ લગાવી દેશે. ગત સિઝનમાં બેંગ્લોરની ટીમ પ્લેઓફની સફર ખેડી ચુકી હતી, પરંતુ ફાઈનલ સુધી પહોચી શકાયુ નહોતુ. આ વખતે કસર પુરી કરવા ટીમને દમદાર ખેલાડીઓથી સજાવવા પ્રયાસ કર્યો છે. ઓક્શનમાં પણ યોજના મુજબ ખેલાડીઓને પોતાની સાથે કર્યા છે.
ગત સિઝનની વાત કરવામાં આવેતો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્લે ઓફમાં પહોંચવામાં સફળ રહી હતી. અહીં તે ચોથા સ્થાન પર જ રહી ગઈ હતી. બેંગ્લોરની ટીમે સિઝન 2022માં 14 મેચોમાંથી 8માં વિજય મેળવ્યો હતો. જ્યારે 6 મેચોમાં હાર મળી હતી.
RCB: ઓક્શનમાં ખરીદેલ ખેલાડી
રીસ ટોપ્લે, પ્રાઈસ-1.9 કરોડ રુપિયા
હિમાંશુ શર્મા, પ્રાઈસ-20 લાખ રુપિયા

RCB: રિટેન કરેલ ખેલાડી
ફાફ ડુ પ્લેસીસ, વિરાટ કોહલી, સુયશ પ્રભુદેસાઈ, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, મહિપાલ લોમરોડ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ, સિદ્ધાર્થ કૌલ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલન, ગ્લેન મેક્સવેલ, વાનેન્દુ હસરંગા, આકાશ દીપ.

RCB: રિલીઝ કરેલ ખેલાડી
જેસન બેહરેનડોર્ફ, શેરફેન રધરફોર્ડ, અનિશ્વર ગૌતમ, ચમા મિલિંદ, લવનીથ સિસોદિયા.

RCB: ફુલ સ્ક્વોડ
ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, સુયશ પ્રભુદેસાઈ, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, મહિપાલ લોમરોડ, ગ્લેન મેક્સવેલ, વાનિન્દુ હસરંગા, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ, સિદ્ધાર્થ કૌલ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલન, રીસ ટોપલી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.