Taiwan : ભયાનક ભૂકંપ વચ્ચે આ ત્રણ નર્સોએ શું કર્યું કે.....!
Taiwan : તાઇવાન (Taiwan) માં બુધવારે આવેલા 7.4ની તીવ્રતાના ભયાનક ભૂકંપે ભારે તબાહી સર્જી છે. Taiwan ની રાજધાની તાઇપેઇમાં અનેક મકાનો ધરાશાયી થયા છે. આ બધાની વચ્ચે એક વીડિયો એવો વાયરલ થયો છે જેની વિશ્વભરમાં પ્રશંસા થઇ રહી છે. એક તરફ ભૂકંપથી બચવા માટે લોકો સલામત સ્થળે દોડી ગયા હતા ત્યારે બીજી તરફ રાજધાની તાઇપેઇમાં આવેલી એક હોસ્પિટલની ત્રણ નર્સ ભૂકંપથી બચવા ભાગવાના બદલે હોસ્પિટલમાં રખાયેલા નવજાત બાળકોને બચાવવા માટે ઝઝૂમી રહી હોવાનું આ વાયરલ વીડિયોમાં જોવા મળે છે. નર્સોએ કરેલા માનવતાભર્યા આ કાર્યને આખી દુનિયા સલામ કરી રહી છે.
બાળકોને બચાવવા માટે તમામ તાકાત લગાવી દીધી
તાઈવાનમાં બુધવારે 7.4ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના જોરદાર આંચકા બાદ ભયનો માહોલ સર્જાયો હતો અને દરેક વ્યક્તિ પોતાની જાતને બચાવવા સલામત સ્થળ તરફ દોડી ગયા હતા. આ બધાની વચ્ચે તાઈવાનની રાજધાની તાઈપેઈની એક હોસ્પિટલના સ્ટાફે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે બહાર જવાને બદલે બાળકોને બચાવવા માટે તમામ તાકાત લગાવી દીધી. જ્યારે આંચકો લાગ્યો, ત્યારે નર્સો તરત જ તે રૂમમાં દોડી ગઈ જ્યાં નવજાત શિશુઓને દાખલ કરવામાં આવ્યા હતા અને કોઈક રીતે તેમના પારણાને લપસતા અટકાવ્યા. હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં આ વીડિયો કેદ થયો છે, જેને જોઈને દુનિયા આ નર્સોને સલામ કરી રહી છે.
તેમણે 12 શિશુઓને તેમના પારણા પકડીને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો
ફોક્સ તાઇવાન નામની યુટ્યુબ ચેનલે આ નર્સો વિશે લખ્યું છે કે જ્યારે બુધવારે સવારે દેશમાં જોરદાર ભૂકંપ આવ્યો, ત્યારે તાઈપેઈની હોસ્પિટલના મેટરનિટી વોર્ડના ત્રણ સ્ટાફ સભ્યોએ અન્યોની જેમ સુરક્ષિત આશ્રય લીધો ન હતો. તેના બદલે તેમણે 12 શિશુઓને તેમના પારણા પકડીને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી બાળકોને પકડી રાખ્યા હતા.
#Taiwan Taiwanese nurses bravely protected babies 💖 pic.twitter.com/fP04UxLITO
— Ape𝕏 (@Apex644864791) April 3, 2024
શક્તિશાળી ભૂકંપ બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે
બીજી તરફ તાઈવાનમાં બુધવારે આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બચાવકર્મીઓ ગુમ થયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે. છેલ્લા પચીસ વર્ષમાં તાઈવાનમાં આવેલો આ સૌથી મોટો ભૂકંપ હતો. જેના કારણે અનેક ઈમારતોને નુકસાન થયું હતું અને અનેક જગ્યાએ પથ્થરો પડવાથી અકસ્માતો સર્જાયા હતા. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં નવ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ભૂકંપના કારણે થયેલા અકસ્માતોમાં ઘાયલ થયેલા એક હજારથી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો----- Taiwan : જોરદાર ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.2 માપવામાં આવી, સુનામીની ચેતવણી…
આ પણ વાંચો----- Earthquake : ભૂકંપના જોરદાર આંચકાને કારણે જાપાનની ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા…