તાઇવાન, બેટર ચાઇના, કોરોના અને રાષ્ટ્રીય સુરક્ષા, શી જિનપિંગની CPC સત્રની ખાસ વાતો
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે (Chinese President Xi Jinping) રવિવારે કમ્યુનિસ્ટ પાર્ટીની (Communist Party) પાંચ વર્ષની પાર્ટી કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું. બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં પક્ષના પ્રતિનિધિઓ સામે ચર્ચા કરતાં શી જિનપિંગે કહ્યું કે અમે હોંગકોંગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. સાથે જ તેમણે કહ્યું કે અમે તાઈવાનને લઈને મક્કમ છીએ. સંમેલનમાં, ચીની રાષ્ટ્રપતિએ કોઈપણ એકપક્ષીયવાદ, સંરક્ષણવાદ અà
Advertisement
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે (Chinese President Xi Jinping) રવિવારે કમ્યુનિસ્ટ પાર્ટીની (Communist Party) પાંચ વર્ષની પાર્ટી કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું. બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં પક્ષના પ્રતિનિધિઓ સામે ચર્ચા કરતાં શી જિનપિંગે કહ્યું કે અમે હોંગકોંગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. સાથે જ તેમણે કહ્યું કે અમે તાઈવાનને લઈને મક્કમ છીએ. સંમેલનમાં, ચીની રાષ્ટ્રપતિએ કોઈપણ એકપક્ષીયવાદ, સંરક્ષણવાદ અને ગુંડાગીરીનો સખત વિરોધ કરવાની પણ હાકલ કરી હતી.
તેમણે કહ્યું કે અમે એક નવા પ્રકારના આંતરરાષ્ટ્રીય સંબંધોના નિર્માણને પ્રોત્સાહન આપી રહ્યા છીએ, જે વૈશ્વિક શાસન પ્રણાલીમાં સુધારા અને નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ચીનના માર્ક્સવાદનું નવું ક્ષેત્ર ખુલવાનું છે. તેમણે કહ્યું કે ચીને તાઈવાનના અલગતાવાદ સામે મોટો સંઘર્ષ કર્યો છે અને અમે પ્રાદેશિક અખંડિતતા માટે સંકલ્પબદ્ધ અને સક્ષમ છીએ.
ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું કે હોંગકોંગની સ્થિતિએ અરાજકતામાંથી સુશાસન પરિવર્તન મેેળવ્યું
એવું માનવામાં આવે છે કે 69 વર્ષીય શી જિનપિંગ માટે, બધું યોજના મુજબ ચાલી રહ્યું છે. માઓ ઝેડોંગ પછી ચીનના સૌથી શક્તિશાળી નેતા તરીકેની તેમની સ્થિતિને મજબૂત થતી દેખાય છે, શી જિનપિંગ એક અઠવાડિયા લાંબી બેઠક પછી પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે ફરીથી ચૂંટાશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીની 20મી કોંગ્રેસની શરૂઆત કરી. સંમેલનના પહેલા દિવસે તેમણે પોતાના ભાષણમાં તાઈવાનનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ ચાઇના કમ્યુનિસ્ટ પાર્ટી કોંગ્રેસમાં શી જિનપિંગના ભાષણાં તાઇવાન, બેટર ચાઇના, કોરોના અને રાષ્ટ્રીય સુરક્ષા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
શી જિનપિંગે સીપીસી સત્રમાં આ મોટી વાતો કહી
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રવિવારે કમ્યુનિસ્ટ પાર્ટીની પંચવર્ષીય કોંગ્રેસની શરૂઆત કરી હતી. ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની આ બેઠક 1921થી દર 5 વર્ષે યોજાય છે. ચીનના રાષ્ટ્રપતિ તરીકે શી જિનપિંગની ત્રીજી ટર્મ પર મહોર મારવામાં આવશે. તેમણે CPC સત્રમાં ભાષણ આપ્યું હતું.
શી જિનપિંગે તાઇવાન પર શું કહ્યું?
શી જિનપિંગે રાજ્યાભિષેક પહેલા પોતાના ભાષણમાં તાઈવાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે તાઈવાનમાં વિદેશી દળોની દખલગીરી છે, જેને અમે બિલકુલ સહન નહીં કરીએ. શી જિનપિંગે વધુમાં કહ્યું કે અમે તાઈવાનમાં વિદેશી હસ્તક્ષેપનો યોગ્ય જવાબ આપ્યો છે. આ સાથે અમે હોંગકોંગમાં વધુ સારું કામ કરી રહ્યા છીએ.
શી જિનપિંગે બીજું શું કહ્યું?
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રવિવારે કમ્યુનિસ્ટ પાર્ટીની પાંચ વર્ષની પાર્ટી કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું. બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં પક્ષના પ્રતિનિધિઓ સામે બોલતા શી જિનપિંગે કહ્યું કે અમે હોંગકોંગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. સાથે જ તેમણે કહ્યું કે અમે તાઈવાનને લઈને મક્કમ છીએ. સંમેલનમાં, ચીની રાષ્ટ્રપતિએ કોઈપણ એકપક્ષીયવાદ, સંરક્ષણવાદ અને ગુંડાગીરીનો સખત વિરોધ કરવા હાકલ કરી હતી.
ભારતને અભિનંદન પાઠવ્યા
સાથે જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે SCOના પ્રમુખ બનવા બદલ ભારતને અભિનંદન પાઠવ્યા છે,તેમણે કહ્યું કે અમે એક નવા પ્રકારના આંતરરાષ્ટ્રીય સંબંધોના નિર્માણને પ્રોત્સાહન આપી રહ્યા છીએ, જે વૈશ્વિક શાસન પ્રણાલીમાં સુધારા અને નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ચીનના માર્ક્સવાદનું નવું ક્ષેત્ર ખુલવાનું છે.તેમણે કહ્યું કે ચીને તાઈવાનના અલગતાવાદ સામે મોટો સંઘર્ષ કર્યો છે અને અમે પ્રાદેશિક અખંડિતતાનો વિરોધ કરવા માટે સંકલ્પબદ્ધ અને સક્ષમ છીએ.
માઓ ઝેડોંગ પછી ચીનના સૌથી શક્તિશાળી નેતા
એવું માનવામાં આવે છે કે 69 વર્ષીય શી જિનપિંગ માટે, બધું યોજના મુજબ ચાલી રહ્યું છે. માઓ ઝેડોંગ પછી ચીનના સૌથી શક્તિશાળી નેતા તરીકેની તેમની સ્થિતિને મજબૂત કરીને, શી જિનપિંગ એક અઠવાડિયા લાંબી બેઠક પછી પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે ફરીથી ચૂંટાશે.
ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
શી જિનપિંગે કહ્યું, "ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહી છે. આગામી પાંચ વર્ષ માટે, અમે એક નક્કર વ્યૂહરચના તૈયાર કરી છે. અમે દરેક મોરચે વિકાસનું નવું લક્ષ્ય નક્કી કર્યું છે. અમે અર્થવ્યવસ્થાને ખોલવા માટે ઘણા પ્રયાસો કર્યા છે.
'ચીનને વધુ સારું બનાવો'
ચીનના રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, "અમે પાર્ટી અને દેશને આગળ લઈ ગયા છીએ. અમે ચીનને પહેલા કરતા વધુ સારું બનાવીશું. સાથે જ અમે ચીન માટે લાંબા ગાળાની નીતિ બનાવીશું. અમે વૈશ્વિક પરિવર્તનને પણ ઝડપથી સાથે અપનાવ્યું છે. ગરીબી સામેની અમારી લડાઈ હંમેશા ચાલુ રહેશે." જિનપિંગે પોતાના ભાષણમાં કોવિડ નીતિનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અમે લાખો લોકોના જીવ બચાવ્યા છે.
શી જિનપિંગ જ ચીનના રાષ્ટ્રપતિ બનવાના છે
જણાવી દઈએ કે વર્ષ 2018 માં, પાર્ટીના કાયદામાં ફેરફાર પછી, બે ટર્મની જવાબદારીને નાબૂદ કરવામાં આવી હતી અને જેની મદદથી શી જિનપિંગ ખુરશી પર રહ્યાં હતા. બેઇજિંગમાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે જિનપિંગ ત્રીજી વખત પણ રાષ્ટ્રપતિ બનવાના છે. જિનપિંગના ત્રીજા કાર્યકાળની સત્તાવાર જાહેરાત 22-23 ઓક્ટોબરે કરવામાં આવશે. સાથે જ વડાપ્રધાન કેકિઆંગને નિવૃત્ત થઇ શકે, ઉંમરના આધારે જિનપિંગ પીએમ બદલવાનો નિર્ણય લઈ શકે છે. આ સાથે વિદેશ મંત્રી વાંગ યી પણ નિવૃત્ત થઇ શકે. કહેવામાં આવી રહ્યું છે કે જિનપિંગ વિદેશ મંત્રીથી નારાજ છે. પીએલએમાં પણ ટોચના સ્તરે મોટા ફેરફારો થશે. પાર્ટીની સૌથી શક્તિશાળી સંસ્થા પોલિટબ્યુરો સ્ટેન્ડિંગ કમિટીના કેટલાક સભ્યોને દૂર કરવામાં આવી શકે છે.
જિનપિંગ ત્રણ મહત્વના હોદ્દા પર છે
શી જિનપિંગ હાલમાં એક સાથે ત્રણ મહત્વના હોદ્દા પર છે. તેઓ ચીનના પ્રમુખ, સામ્યવાદી પક્ષના મહાસચિવ તેમજ કેન્દ્રીય સૈન્ય આયોગના અધ્યક્ષ છે. હાલમાં, શી આમાંથી કોઈ પણ પદ છોડે તેવી અપેક્ષા નથી. આ બેઠક દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસ અને કેન્દ્રીય સમિતિની પસંદગી કરવામાં આવે છે, જે ચીનની સર્વોચ્ચ સંસ્થા છે. ચીનમાં, જ્યારે રાષ્ટ્રીય કોંગ્રેસનું સત્ર ચાલુ નથી, ત્યારે સેન્ટ્રલ કમિટી પાર્ટીના તમામ મહત્વપૂર્ણ નિર્ણયો લે છે.